• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Happy B;day : જુઓ ઐશ્વર્યા રાયના કૅરિયરની Top 10 ફિલ્મો

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 1 નવેમ્બર : મિસિસ બચ્ચન એટલે કે ઐશ્વર્યા રાયે આજે પોતાનો 41મો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે. 1લી નવેમ્બર, 1973ના રોજ જન્મેલ ઐશે 1994માં વિશ્વ સુંદરીનો ખિતાબ જીત્યો. ઐશની પ્રથમ ફિલ્મ ઇરુવર તામિળમાં બની હતી. તેનાં દિગ્દર્શક મણિરત્નમ હતાં. હિન્દીમાં તેમની પ્રથમ ફિલ્મ ઔર પ્યાર હો ગયા હતી. હિન્દી ફિલ્મોમાં સંજય લીલા ભાનુશાળી દ્વારા બનાવાયેલ હમ દિલ દે ચુકે સનમ તથા પછી દેવદાસ ફિલ્મથી ઐશે સફળતાનો સ્વાદ ચાખ્યો કે જે આજે પણ બરકરાર છે.

સલમાન ખાનને લઈને ઐશ્વર્યા રાય અનેક વાર વિવાદોમાં ઘેરાયાં. તેમની અનેક ફિલ્મો બૉક્સ ઑફિસે ફ્લૉપ રહી, પરંતુ આમ છતાં તેમના અભિનય અને સૌંદર્યે તેમને કાયમ ટૉપની અભિનેત્રીઓની યાદીમાં જાળવી રાખ્યાં. સલમાન ઉપરાંત અભિષેક બચ્ચન, શાહરુખ ખાન અને રજનીકાંત સાથે પણ તેમણે ફિલ્મો કરી.

આવો તસવીરો વડે જાણીએ ઐશ્વર્યા રાયની અત્યાર સુધીની ફિલ્મી સફરની કેટલીક હિટ ફિલ્મો વિશે :

હમ દિલ દે ચુકે સનમ

હમ દિલ દે ચુકે સનમ

1999માં રિલીઝ થયેલ હમ દિલ દે ચુકે ફિલ્મથી ઐશ્વર્યા રાયે બૉલીવુડની ટૉપ એક્ટ્રેસિસમાં પોતાના નામનો સમાવેશ કરાવી લીધો. સલમાન ખાન સાથે તેમની જોડી બૉક્સ ઑફિસે ખૂબ વખણાઈ. સાથે જ ઐશ્વર્યાનાં સૌંદર્યને સંજય લીલા ભાનુશાળીએ સુંદર રીતે કૅમેરે કંડાર્યું કે ફિલ્મ જોનાર પ્રત્યેક દર્શક ઐશ્વર્યાનો દીવાનો બની ગયો.

તાલ

તાલ

તાલ ફિલ્મમાં ઐશ્વર્યાની જોડી અક્ષય ખન્ના સાથે બની. આ ફિલ્મ પણ ઐશના ફિલ્મી કરિયરની હિટ ફિલ્મોમાંની એક હતી. સુભાષ ઘાઈ નિર્મિત ફિલ્મના ગીતો અને ઐશના સુંદર અભિનયે બૉક્સ ઑફિસે ધમાલ મચાવી.

મોહબ્બતેં

મોહબ્બતેં

એમ તો શાહરુખ અને ઐશ્વર્યાએ સાથે અનેક ફિલ્મો દેવદાશ, જોશ અને મોહબ્બતેં કરી, પરંતુ મોહબ્બતે તેમની સૌથી હિટ ફિલ્મ હતી. આ ફિલ્મમાં શાહરુખ-ઐશની જોડી લોકોને ગમી. સાથે જ શાહરુખની બૉલીવુડમાં સેકેંડ ઇનિંગ પણ આ ફિલ્મ સાથે જ શરૂ થઈ.

દેવદાસ

દેવદાસ

મોહબ્બતેં બાદ દેવદાસ 2002માં રિલીઝ થઈ. શાહરુખ, ઐશ તથા માધુરી દીક્ષિતના સુંદર અભિનયથી આ ફિલ્મ સુપર હિટ સાબિત થઈ. આ ફિલ્મ માટે ઐશને બેસ્ટ ફિલ્મફૅર એક્ટ્રેસ એવૉર્ડ પણ મળ્યો.

બંટી ઔર બબલી

બંટી ઔર બબલી

2005માં રિલીઝ થયેલ બંટી ઔર બબલી ફિલ્મ અભિષેક બચ્ચન તેમજ રાણી મુખર્જીના કરિયરની સૌથી મોટી હિટ હતી. આ ફિલ્મમાં અમિતાભે પણ મુખ્ય પાત્ર ભજવ્યુ હતું. જોકે ઐશ આ ફિલ્મમાં માત્ર એક ગીત કજરારે... કજરારે... માં નજરે પડ્યાં, પરંતુ આ ગીત ફિલ્મની યુએસપી બની ગયું. આ ગીતમાં ત્રણેય ફૅમિલી મેમ્બર્સ પ્રથમ વાર એક સાથે દેખાયાં.

ધૂમ 2

ધૂમ 2

હિટ ધૂમ ફિલ્મ સિરીઝની બીજી સિક્વલમાં ઐશ્વર્યા રાયે ચોરની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તે હૃતિક રોશન સાથે કાસ્ટ કરાયા હતાં. ધૂમ 2માં ઐશે હૃતિક સાથે કિસિંગ સીન પણ કર્યુ હતું કે જે ઘણું વિવાદાસ્પદ રહ્યુ હતું.

ગુરુ

ગુરુ

ઐશ્વર્યા રાય તથા અભિષેક બચ્ચને રાવણ, કુછ ના કહો, સરકાર રાઝ જેવી અનેક ફિલ્મો સાથે કરી, પરંતુ સૌથી હિટ ફિલ્મ રહી ગુરુ. 2007માં રિલીઝ થયેલ આ ફિલ્મ તે વર્ષની હિટ ફિલ્મોમાંની એક હતી.

ગુઝારિશ

ગુઝારિશ

ઐશ અને હૃતિકની ધૂમ 2 બાદ વધુ એક ફિલ્મ ગુઝારિશ આવી. આ ફિલ્મ બૉક્સ ઑફિસે એટલી સફળ ન રહી, પરંતુ ફિલ્મ માટે ઐશને બેસ્ટ એક્ટ્રેસ એવૉર્ડ માટે નૉમિનેટ કરાયા હતાં.

રોબોટ

રોબોટ

ઐશ્વર્યા રાયની સૌથી લેટેસ્ટ હિટ ફિલ્મ છે રોબોટ. આ ફિલ્મમાં ઐશે રજનીકાંત સાથે કામ કર્યુ હતું. આ ઓરિજનલી તેલુગુ ફિલ્મ હતી. તેને હિન્દીમાં બનાવવામાં આવી હતી. 2010ની હિટ ફિલ્મોમાં રોબોટનો સમાવેશ થાય છે.

જોધા અકબર

જોધા અકબર

ઐશ્વર્યા રાયે હૃતિક રોશન સાથે ફિલ્મ જોધા અકબરમાં પણ દેખા દીધી હતી. આ ફિલ્મ ઐતિહાસિક વાર્તા સાથે સંકળાયેલી હોવાના કારણે રિલીઝ વખતે થોડોક વિવાદ જાગ્યો હતો.

English summary
Aishwarya Rai Bachchan is recently celebrated her 40th birthday. Her filmi career includes more then 15 successful movies with different hero. Here are some of her best roles she has portrayed so far. Her top 10 hit movies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X