B'DaySpcl: કરીનાએ સૈફ સાથે લગ્ન કરવાની હા કેમ પાડી?

બર્થ ડે સ્પેશિયલ: તસવીરોમાં જુઓ સૈફના 46મા બર્થ ડેનું સેલિબ્રેશન અને સાથે સૈફ અને કરીનાની લવસ્ટોરી અંગે રસપ્રદ વાતો વાંચો અહીં...

16 ઓગસ્ટ, 1970ના રોજ બોલિવૂડના નવાબ સૈફ અલી ખાનનો જન્મ થયો હતો. બુધવારે તેમણે પોતાની 46મી વર્ષગાંઠ ઉજવી હતી. સૈફ અલી ખાનના બર્થ ડે સેલિબ્રેશનમાં તેમનો પરવિાર અને નજીકના મિત્રો જોવા મળ્યા હતા. કરીના કપૂર ખાન ઉપરાંત, કરિશ્મા કપૂર અને તેનો બોયફ્રેન્ડ, સારા અલી ખાન, ઇબ્રાહિમ અલી ખાન, સોહા અલી ખાન વગેરે સાથે સૈફે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. સૈફની બર્થ ડે પાર્ટીના સુંદર ફોટોગ્રાફ્સ સાથે તેમની અને કરીનાની લવ સ્ટોરીની રસપ્રદ વાતો જાણો અહીં....

કરીના અને સૈફ

કરીના અને સૈફ

સૈફ અને કરીના કપૂરનો રોમાન્સ ફિલ્મ 'ટશન'ના સેટ પર શરૂ થયો હતો. કરીના કપૂર ઉંમરમાં સૈફથી 10 વર્ષ નાની છે. બંન્નેનો અફેર ખાસો લાંબો સમય ચાલ્યો હતો, જે પછી તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. આ દરમિયાન તેમણે 'કુર્બાન' અને 'એજન્ટ વિનોદ' જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.

લગ્ન પહેલા મૂકી શરત

લગ્ન પહેલા મૂકી શરત

સૈફ અલી ખાન કરીના કપૂર માટે ખાસા સીરિયસ હતા અને તેની સાથે લગ્ન કરવા માંગતા હતા. કરીનાને લગ્ન સામે કોઇ વાંધો નહોતો, પરંતુ તેણે સૈફ સામે એક શરત મુકી હતી. સૈફે એ શરત સ્વીકાર્યા બાદ જ કરીનાએ લગ્ન માટે હામી ભરી હતી.

કરીના કપૂરની શરત

કરીના કપૂરની શરત

કરીનાએ સૈફ સામે શરત મૂકી હતી કે, લગ્ન પછી પણ તે આત્મનિર્ભર રહેવા માંગે છે. લગ્ન પછી પણ તે પોતાનું કરિયર નહીં છોડે. તે પત્ની અને માતા તરીકેની ફરજ બજાવવા માટે ફિલ્મોમાં કામ કરવાનું બંધ નહીં કરે.

સૈફ થયા ફિદા

સૈફ થયા ફિદા

કરીના કપૂરની આ શરત સાંભળી ખરેખર તો સૈફ ખૂબ ખુશ થયા હતા, તેમણે તુરંત કરીનાની આ શરત માની લીધી હતી. 16 ઓક્ટોબર, 2012ના રોજ સૈફ અને કરીનાએ લગ્ન કર્યા હતા. ત્યાર બાદ ડિસેમ્બર, 2016માં કરીનાએ પોતાના પહેલા બાળક તૈમૂરને જન્મ આપ્યો.

કરીના હજુ પણ છે એક્ટિવ

કરીના હજુ પણ છે એક્ટિવ

લગ્ન બાદ પણ કરીના ખરેખર ફિલ્મોમાં ખાસી સક્રિય રહી છે. એટલું જ નહીં, પ્રેગનન્સી દરમિયાન પણ કરીના ઇન્ડસ્ટ્રીને લગતા નાના-મોટા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત રહેતી હતી અને આ બાબત માટે સૈફે તેને ક્યારેય રોકી નહોતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X