• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Sidharth Shukla Profile : મધ્યમ વર્ગમાં જન્મેલા સિદ્ધાર્થે પોતાની મહેનતથી ઇન્ડસ્ટ્રીમાં ઉભુ કર્યું આગવું સ્થાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ગુરુવારની સવારે બોલિવૂડમાંથી માઠા સમાચાર આવ્યા છે, જ્યાં અભિનેતા અને બિગ બોસ 13 વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે. અભિનેતાની ઉંમર માત્ર 40 વર્ષની હતી, જેના કારણે તેના ચાહકોને ઉંડો આંચકો લાગ્યો છે. આ સાથે બોલિવૂડ અને ફિલ્મ ઉદ્યોગની ઘણી મોટી હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પિતા એન્જિનિયર હતા

પિતા એન્જિનિયર હતા

સિદ્ધાર્થ શુક્લનો જન્મ 12 ડિસેમ્બર, 1980ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતા અશોક શુક્લ વ્યવસાયે સિવિલ એન્જિનિયર હતા. આ સિવાય તેના પરિવારમાં તેનીમાતા અને બે મોટી બહેનો પણ છે. તેમનો પરિવાર મુળ ઉત્તર પ્રદેશના અલ્હાબાદનો છે, પરંતુ તેમને મુંબઈમાં રહેતા હતા. મધ્યમ વર્ગમાં જન્મેલા સિદ્ધાર્થનુંબાળપણથી જ એક્ટર બનવાનું સપનું હતું, જે તેણે પોતાના દમ પર પૂરું કર્યું હતું.

પોતે પણ એન્જિનિયરિંગ

પોતે પણ એન્જિનિયરિંગ

સિદ્ધાર્થના અભ્યાસની વાત કરીએ તો, તેમણે પ્રારંભિક શિક્ષણ ફોર્ટની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી મેળવ્યું હતું. જે બાદ તેમણે ઈન્ટિરિયર ડિઝાઈનિંગમાં ગ્રેજ્યુએશન કર્યુંહતું.

સિદ્ધાર્થને નાનપણથી જ એથ્લેટિક્સ અને રમતગમતમાં રસ હતો. તે શાળાના દિવસોમાં ટેનિસ અને ફૂટબોલ પણ રમતો હતો. જ્યારે તે મોટો થયો ત્યારે તેણેએન્જિનિયર બનવાને બદલે અભિનયનો માર્ગ જ પસંદ કર્યો હતો. વર્ષ 2008માં તેમણે નાના પડદાના શો 'બાબુલ કા આંગણ છુટે ના'થી ડેબ્યૂ કર્યું હતું.

બાલિકા વધૂમાં પણ કામ કર્યુ

બાલિકા વધૂમાં પણ કામ કર્યુ

સિદ્ધાર્થને અજનબીમાં મુખ્ય અભિનેતાનો રોલ મળ્યો અને અહીંથી તેમની નવી ઓળખ બની. લોકોને આ શો ખૂબ ગમ્યો. જે બાદ સિદ્ધાર્થે ક્યારેય પાછું વળીને જોયુંનથી.

વર્ષ 2013માં તેણે બાલિકા વધૂ નામના શોમાં કામ કર્યું હતું. જે તેના જીવનનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો હતો. તે ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જામાં પણસ્પર્ધક તરીકે જોડાયો હતો.

ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું

ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું

કારકિર્દી શરૂ કર્યાના 5 વર્ષ બાદ સિદ્ધાર્થ ટીવી ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ બની ગયું હતું. જેના કારણે ધર્મા પ્રોડક્શન્સે વર્ષ 2014માં તેમની સાથે ત્રણ ફિલ્મો માટે કરારકર્યો હતો. જેમાં 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા' સુપરહિટ રહી હતી. બાદમાં તેને અભિનય માટે ઘણા પુરસ્કારો પણ મળ્યા હતા.

વર્ષ 2019માં તેને બિગ બોસની 13મીસીઝનમાં જવાની તક મળી, જેમાં તેણે તમામ સ્પર્ધકોને પાછળ છોડી દીધા અને ટ્રોફી કબ્જે કરી હતી.

કેવી રીતે થયું મોત?

કેવી રીતે થયું મોત?

બુધવારની સાંજ સુધી સિદ્ધાર્થ સંપૂર્ણપણે સાચો હતો. ઉંઘતા પહેલા તેણે કેટલીક દવાઓ લીધી હતી. સવારે જ્યારે પરિવાર તેની પાસે ગયો ત્યારે તેણે તેને બેભાનઅવસ્થામાં પડેલો જોયો. તેને તાત્કાલિક કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

હોસ્પિટલ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, જ્યારેસિદ્ધાર્થને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો. અત્યાર સુધીની તપાસમાં તેના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું માનવામાં આવે છે.

English summary
Siddharth Shukla was born on December 12, 1980 in Mumbai. His father Ashok Shukla was acivil engineer by profession.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X