
બાહુબલીની બોલિવૂડ રિમેક, આ છે સ્ટારકાસ્ટ!
મચ અવેઇટેડ ફિલ્મ બાહુબલી 2 રિલીઝ થઇ ચૂકી છે. ફિલ્મ ભલે મૂળ સાઉથની હોય, પરંતુ આ ફિલ્મ માટે બોલિવૂડ ફેન્સને પણ એટલું જ એક્સાઇટમેન્ટ હતું. ફિલ્મની સ્ટારકાસ્ટને પણ આમ તો બોલિવૂડમાં ખૂબ પ્રેમ મળ્યો છે. પરંતુ બોલિવૂડ રસિયાઓ એક વાત તો સ્વીકારશે, ક્યારેક તો એમના મનમાં એ સવાલ આવ્યો જ હશે કે આવી જ ફિલ્મ જો બોલિવૂડમાં બની હોત, તો ફિલ્મની સ્ટારકાસ્ટ કેવી હોત?

બાહુબલી - હૃતિક રોશન
હૃતિક ભલે હાલ બોક્સઓફિસ પર ઠંડા પડી ગયા હોય, પરંતુ તે પૌરાણિક પાત્રો ખૂબ સારી રીતે ભજવી શકે છે. જોધા અકબરમાં તે આ વાત સાબિત કરી ચૂક્યાં છે. બોલિવૂડના આ ગ્રીક ગોડને બાહુબલી જેવા લાર્જર ધેન લાઇફ કેરેક્ટરમાં જોવા એ ખરેખર એક સુંદર અનુભવ બની રહ્યો હોત.

આમિર ખાન
બાહુબલીના લીડ રોલ માટે બીજો ઓપ્શન છે આમિર ખાન. આમિરની ઉંમર થઇ ગઇ છે એ વાત સાચી, પરંતુ તેમની એક્ટિંગ અને પરફેક્શનિઝમથી તે આજે પણ આ રોલને ન્યાય આપવા સક્ષમ છે. જો કે, આમિર જો આ ફિલ્મમાં હોત તેમણે ફિલ્મની વાર્તા ધર-મૂળથી બદલી કાઢી હોત.

સલમાન ખાન
દબંગ ખાન સલમાન બોલિવૂડમાં બોક્સઓફિસના સુલતાન છે. સાઉથમાં જેમ પ્રભાસ છે, એમ જ બોલિવૂડ માટે સલમાન. જો સલમાન બાહુબલીના રોલમાં હોત, તો ફિલ્મ તો સુપરહિટ હોત પરંતુ બોલિવૂડ રસિયાઓએ એક્ટિંગ છોડી માત્ર એક્શન સિન અને લોકેશન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડ્યું હોત. વીર ફિલ્મમાં સલમાન આ ટાઇપનું જ પાત્ર ભજવી ચૂક્યાં છે.

અવંતિકા - શ્રદ્ધા કપૂર
ફિલ્મમાં તમન્ના ભાટિયાએ ભજવેલ અવંતિકાના પાત્રમાં શ્રદ્ધા કપૂરનું નામ ફાઇનલ થયું છે. જો તમને લાગતું હોય કે આ પાત્ર માટે શ્રદ્ધા વધારે પડતી ડેલિકેટ છે, તો તેની ફિલ્મ 'બાઘી' યાદ કરી લો. સુંદરતામાં તો તે તમન્નાને ટક્કર આપી શકે એમ છે.

દેવસેના - સોનાક્ષી સિન્હા
આ પોસ્ટર પરથી જ તમને ખ્યાલ આવી જશે કે અનુષ્કા શેટ્ટીએ ભજવેલ દેવસેનાના પાત્રમાં સોનાક્ષી કેટલી પરફેક્ટ લાગશે. બસ ખાલી ઘરડી દેવસેનાના પાત્ર માટે સોનાક્ષીએ પોતાની એક્ટિંગ સ્કિલ થોડી મઠારવાની જરૂર પડી હોત, જે તેના માટે કોઇ મોટી વાત નથી. વળી, તેની અને હૃતિકની જોડી પણ સ્ક્રિન પર ખૂબ જામી હોત.

ભલ્લાલ દેવ - સિદ્ધાર્થ કપૂર
બ્રધર્સ અને એક વિલનમાં સિદ્ધાર્થનો એન્ગ્રી અવતાર જોવા મળ્યો હતો. એ પરથી કહી શકાય કે જો ડાયરેક્ટર સિદ્ધાર્થની એક્ટિંગ સ્કિલ પાછળ થોડી મહેનત કરે તો તે ભલ્લાલદેવના રોલમાં ફિટ બેસે એમ છે. બીજો ઓપ્શન છે રણવીર સિંહ.

કટપ્પા - નસીરૂદ્દીન શાહ
ફિલ્મનું સૌથી મહત્વપૂર્ણ પાત્ર - કટપ્પા. બોલિવૂડના વરિષ્ઠ એક્ટર નસીરૂદ્દીન શાહથી સારો ઓપ્શન બીજો કયો હોઇ શકે? પરંતુ આ રોલ માટે તેમણે પોતાની બોડી ફિટ રાખવા પાછળ મહેનત કરવી પડે. બીજો ઓપ્શન છે, બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન. કોઇ મહેનત વગર તે દરેક રીતે આ રોલમાં ફિટ બેસે છે.

શિવગામી - વિદ્યા બાલન
એકલા હાથે માહિષ્મતિ જેવા વિશાળ રાજ્યનો કારભાર સંભાળતી રાજમાતાના રોલ માટે વિદ્યા બાલનથી સારો ઓપ્શન બીજો કયો હોઇ શકે? બોલિવૂડ રિમેકમાં શિવગામીના પાત્રમાં વિદ્યા બાલને ખરેખર જીવ રેડ્યો હોત! અન્ય એક ઓપ્શન જોઇતો હોય તો તે છે તબ્બુ.

બિજ્જલ દેવ - અનુપમ ખેર
કૂટનીતિમાં નિપુણ, સત્તાની લાલચમાં ક્રૂર થયેલ અસંતુષ્ટ રાજાના રોલમાં ફિટ બેસે છે અનુપમ ખેર. તે આવા અનેક રોલ જૂની ફિલ્મોમાં ભજવી ચૂક્યા છે. બિજ્જલદેવ પાત્રના દરેક રંગને તે ખૂબ ડ્રામેટિક રીતે પડદા પર ઉતારી શકે છે.

કાલિકે - નવાઝુદ્દીન સિદ્દીકી
અસુરોનો ભયંકર રાજા કાલિકે તો તમને યાદ જ હશે. આ ભૂમિકા નવાઝુદ્દીનથી સારી રીતે કોઇ ન ભજવી શકે. નવાઝુદ્દીન કોઇ પણ પ્રકારનો રોલ ખૂબ સારી રીતે પ્લે કરી શકે છે અને ભયંકર વિનાશકારી રાજાના રૂપમાં તે ખરેખર સ્ક્રિન પર અદભૂત લાગશે. કિકમાં નવાઝુદ્દીને પ્લે કરેલ નેગેટિવ રોલ યાદ કરી લો.

વધુ વાંચો
ફિલ્મ રિવ્યૂઃ બાહુબલી 2: ધ કનક્લૂઝન. આખરે ખબર પડી જ ગઇ, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? જાણો અહીં.
Read also :FilmReview:આખરે ખબર પડી ગઇ,કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?