Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'આપણી સંસ્કૃતિને આ શું થઈ ગયુ છે?', બિકિની લુક પર ઈશા ગુપ્તા થઈ ટ્રોલ, બૉયફ્રેન્ડ પણ સાથે

ઈશા ગુપ્તાને અમુક લોકો તેની એક પોસ્ટ માટે તેને ટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નવી દિલ્લીઃ હાલમાં જ બૉલિવુડ અભિનેત્રી ઈશા ગુપ્તા 'આશ્રમ 3'માં જોવા મળી હતી. આ સીરીઝ ખૂબ જ હીટ રહી હતી અને ઈશાએ બોબી દેઓલ સાથે ઘણા ઈન્ટીમેટ સીન આપ્યા હતા. આમ પણ ઈશા બૉલિવુડની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને ત્યાં પોતાની હૉટ તસવીરો પોસ્ટ કરતી રહે છે પરંતુ હવે અમુક લોકો તેની એક પોસ્ટ માટે તેને ટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. (વીડિયો નીચે)

બ્લેક બિકિનીમાં જોવા મળી

બ્લેક બિકિનીમાં જોવા મળી

ઈશા ગુપ્તાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો મૂક્યો છે. જેમાં તે ખુલ્લા વાળમાં બીચ પર એન્જૉય કરતી જોવા મળી હતી. આ ઉપરાંત તે બ્લેક બિકીનીમાં પોતાનુ ફિગર પણ બતાવે છે. જો કે, ઈશાએ પોતાનુ લોકેશન જણાવ્યુ નથી. આ વીડિયોમાં તેના બૉયફ્રેન્ડ મેન્યુઅલ કેમ્પસ ગ્વાલરને ટેગ કરીને તેણે લખ્યુ કે મને ટૉલરેટ કરવા બદલ આભાર. આ વીડિયો પર થોડી જ વારમાં લાખો લાઈક્સ આવી ગયા.

લોકોએ આપ્યુ આવુ રિએક્શન

લોકોએ આપ્યુ આવુ રિએક્શન

જો કે ઈશાના ફેન્સને તેનો હૉટ લુક પસંદ આવ્યો હતો પરંતુ ઘણા લોકો એવા હતા જેમણે તેને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. એક વ્યક્તિએ કોમેન્ટ કરીને લખ્યુ કે આ હોટ અવતાર નથી, ન્યૂડ અવતાર છે. વળી, અન્ય એક યુઝરે લખ્યુ કે આપણા દેશની સંસ્કૃતિને શું થઈ ગયુ છે? શા માટે આ અભિનેત્રી વિદેશી સંસ્કૃતિને પ્રમોટ કરી રહી છે. શોભિત નામના યુઝરે લખ્યુ કે મને ખબર નથી કે આની સાથે શું થયુ છે, પહેલા એ આવી નહોતી.

2019થી કરી રહી છે ડેટ

2019થી કરી રહી છે ડેટ

તમને જણાવી દઈએ કે ઈશા લાંબા સમયથી મેન્યુઅલ કેમ્પસ ગ્વાલરને ડેટ કરી રહી છે. ઘણી વખત મીડિયામાં એવા સમાચાર આવ્યા હતા કે તેણે સગાઈ કરી લીધી છે પરંતુ તેણે ક્યારેય તેના પર ખુલીને વાત કરી નથી. થોડા દિવસો પહેલા એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યુ હતુ કે બંનેની પહેલી મુલાકાત 2019માં રોમમાં થઈ હતી. થોડા દિવસો પછી તેમની મિત્રતા સંબંધમાં બદલાઈ ગઈ. ત્યારથી તે તેની સાથે છે.

ડ્રેસ માટે થઈ ટ્રોલ

ડ્રેસ માટે થઈ ટ્રોલ

થોડા દિવસો પહેલા ઈશા એક વિદેશી રેસ્ટોરાંમાં જોવા મળી હતી. તે દરમિયાન તેણે બ્લુ જીન્સ સાથેનુ એક બટન પર ટકેલુ ટૉપ પહેર્યુ હતુ. જ્યારે તેણે આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી તો ઘણા લોકોએ વિચિત્ર કમેન્ટ્સ કરી. એક વ્યક્તિએ લખ્યુ હતુ કે સંભાળીને રહેજે ક્યાંક બટન તૂટી ના જાય.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X