SAD: ટેલેન્ટેડ, સુંદર, પોપ્યુલર.. અને છતાં સક્સેસથી દુર..

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડમાં પોપ્લયૂલર થવું અને સફળ થવું બે અલગ-અલગ વાતો છે. ઘણા એવા સ્ટાર્સ છે, જે પોપ્યૂલર તો છે પરંતુ તેમના ખાતામાં એક પણ હિટ ફિલ્મ નથી. ઘણી એવી અભિનેત્રીઓ પણ છે, જે ટેલેન્ટેડ અને સુંદર હોવા છતાં આજ સુધી એક પણ સોલો હિટ ફિલ્મ નથી આપી શકી. આમાંની ઘણી એક્ટ્રિસિસે તો સફળતાનો સ્વાદ ચાખ્યા વિના જ બોલિવૂડને અલવિદા પણ કહી દીધું છે, તો કેટલીક હજુ પણ સફળ ફિલ્મની રાહ જોઇ રહી છે.

પોપ્યૂલર છે, સફળ નથી

પોપ્યૂલર છે, સફળ નથી

આ એક્ટ્રેસિસ મલ્ટિ-સ્ટારર ફિલ્મોમાં દેખાઇ ચૂકી છે, પરંતુ તેમણે પોતાના દમ પર કોઇ ફિલ્મને સફળ બનાવી હોય એવું થયું નથી. મલ્ટિ-સ્ટારર ફિલ્મોમાં મોટા સુપરસ્ટાર સાથે કામ કરી સફળતા મેળવવી આલગ વાત છે અને પોતાની સોલો હિટ ફિલ્મ આપવી અલગ વાત છે. બોલિવૂડમાં તમે ખૂબ સરળતાથી પોપ્યૂલારિટી મેળવી શકો છે, પરંતુ સ્ટારડમ મેળવવું અઘરું છે.

કલ્કિ કોચલિન

કલ્કિ કોચલિન

કલ્કિ ખાસા ટાઇમથી બોલિવૂડમાં છે, તેણે દેવ ડી જેવી ફિલ્મથી બોલિવૂડમાં નામના મેળવી છે. તે સૌથી વર્સટાઇલ એક્ટ્રેસમાંની એક છે. આમ છતાં તે આજ સુધી એક પણ સોલો હિટ ફિલ્મ નથી આપી શકી.

સોહા અલી ખાન

સોહા અલી ખાન

સુપરસ્ટાર શર્મિલા ટાગોરની પુત્રી સોહા અલી ખાન પણ ખૂબ ટેલેન્ટેડ છે, માતાની માફક જ અત્યંત સુંદર અને ગ્લેમરસ છે. તે અનેક ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવી ચૂકી છે, આમ છતાં બોક્સઓફિસ પર કમાલ દેખાડવામાં નિષ્ફળ રહી છે.

ઇશા ગુપ્તા

ઇશા ગુપ્તા

આ બોલ્ડ અને બ્યુટિફુલ એક્ટ્રેસ બોલિવૂડની અનેક ફિલ્મોમાં મહત્વપૂર્ણ પાત્રો ભજવી ચૂકી છે. છેલ્લે તે અક્ષય કુમારની બ્લોકબસ્ટર ફિલ્મ રૂસ્તમમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગના પણ ખૂબ વખાણ થયા હતા. આ એક્ટ્રેસ પણ આજ સુધી કોઇ સોલો હિટ ફિલ્મ આપી નથી શકી.

શ્રુતિ હસન

શ્રુતિ હસન

સુપરસ્ટાર કમલ હસનની પુત્રી શ્રુતિ હસનના પણ કઇંક એવા જ હાલ છે. સાઉથની સુપરસ્ટાર ગણાતી શ્રુતિ બોલિવૂડમાં ખાસ કમાલ દેખાડી શકી નથી.

અદિતિ રાવ હૈદરી

અદિતિ રાવ હૈદરી

અદિતિ પણ અત્યંત સુંદર છે. તે ટ્રેડિશનલ અને બોલ્ડ બંન્ને અવતારમાં કમાલ દેખાડી ચુકી છે. એક્ટિંગમાં પણ દીપિકા, પ્રિયંકાને ટક્કર આપી શકે છે. આમ છતાં, બોક્સઓફિસ પર તે પાછી પડે છે.

સુષ્મિતા સેન

સુષ્મિતા સેન

સલમાન ખાન સાથેની બોલિવૂડમાં ધમાકેદાર શરૂઆત કરનાર સુષ્મિતા સેન પણ સોલો હિટની લક્ઝરી મેળવી શકી નથી. એક્ટિંગ, ડાન્સિંગ, લૂક્સ, ડ્રેસિંગ તમામમાં નંબર 1 સુષ્મિતાની ફિલ્મો બોક્સઓફિસ પર નંબર 1નું સ્થાન મેળવી શકી નથી.

હુમા કુરૈશી

હુમા કુરૈશી

ગેંગ્સ ઓફ વાસેપુરની વુમનિયા હુમા કુરૈશી સફળ માટે તમામ ટ્રિક અજમાવી ચૂકી છે. તેણે નવાઝુદ્દીન સિદ્દકીથી માંડીને અક્ષય કુમાર સાથે જોડી જમાવી છે, પોતાની એક્ટિંગ સ્કિલ્સ પણ બતાવી ચૂકી છે. આમ છતાં એક પણ સોલો હિટ આપી શકી નથી.

એશા દેઓલ

એશા દેઓલ

ડ્રીમ ગર્લ હેમા માલિનીની પુત્રીને પણ બોલિવૂડમાં સફળતાનો સ્વાદ ચાખવા નથી મળ્યો. તેણે અનેક ફિલ્મોમાં નસીબ અજમાવ્યું છે, સિમ્પલ અને હોટ એમ બંન્ને અવતારમાં તે મોટા પડદે ચમકી છે. ગર્લ નેક્સ્ટ ડોરના પાત્રથી લઇ આઇટમ સોન્ગ કરવા સુધીના તમામ પ્રયોગો કર્યા છે અને આમ છતાં તે કોઇ સોલો હિટ આપી નથી શકી.

સેલિના જેટલી

સેલિના જેટલી

સેલિના જેટલી બોલિવૂડમાં ફિલ્મોની જગ્યાએ પ્લાસ્ટિક સર્જરીને કારણે વધુ ચર્ચામાં રહી છે. બોલ્ડનેસ અને સુંદર ચહેરા માટે જાણીતી આ એક્ટ્રેસે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. ફરદીન ખાન સાથેની તેની જોડી ખૂબ વખણાઇ હતી, પરંતુ તેના ખાતામાં કોઇ સોલો હિટ ફિલ્મ નથી.

ઇશા કોપિકર

ઇશા કોપિકર

ઇશાએ બોલિવૂડમાં આવ્યા બાદ દરેક પ્રકારના રોલ કર્યા હતા. ટેલેન્ટેડ અને બોલ્ડ હોવા છતાં તે મોટાભાગે સેકન્ડ લીડ એક્ટ્રેસ તરીકે જ જોવા મળી છે. તેણે કરેલી સોલો ફિલ્મ કદાચ કોઇને યાદ પણ નહીં હોય.

અહીં વાંચો

અહીં વાંચો

સની લિયોનને 10 દિવસનું અલ્ટિમેટમ, નહીં તો થશે આંદોલન

રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા(એ)ની મહિલા વિંગે બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનને તેની કોન્ડોમ બ્રાન્ડનો પ્રચાર કરતી જાહેરાત અંગે માત્ર 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે.

English summary
Bollywood Actresses who failed to give solo hit film.
Please Wait while comments are loading...