બૉલીવુડના રીયલ લાઇફ Humshakals : રીના-સોના, દિવ્યા-રંભા, હૃતિક-હરમન...
મુંબઈ, 6 ઑગસ્ટ : તાજેતરમાં જ આવેલી સાજિદ ખાન દિગ્દર્શિત ફિલ્મ હમશકલ્સ ખૂબ જ ચર્ચામાં રહી. બૉલીવુડમાં હમશકલ વિષય ધરાવતી અને એક જ હીરોના ડબલ રોલ ધરાવતી ફિલ્મોનો ભંડાર છે. દિલીપ કુમારની રામ ઔર શ્યામથી માંડી અમિતાભ બચ્ચનની આખિરી રાસ્તા અને તે પછી પણ અનેક બૉલીવુડ ફિલ્મો આવી કે જેમાં એક જ હીરોએ બે-બે રોલ કર્યાં.
રીલ લાઇફમાં કોઈ પણ ફિલ્મમાં એક હીરોને બે રોલમાં બતાવવાના ઘણા કારણો રહેતા હોય છે. કોઈ ફિલ્મમાં ડબલ રોલ ધરાવતો એક હીરોનું પાત્ર સારૂ અને બીજાનું ખરાબ હોય છે, તો કેટલીક ફિલ્મોમાં ડબલ રોલને ઉપયોગ કન્ફ્યુઝન દ્વારા કૉમેડી ઉત્પન્ન કરવા માટે કરવામાં આવે છે. સાજિદ ખાનની તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ હમશકલ્સમાં એક જ હીરોના ડબલ નહીં, પણ ત્રણ-ત્રણ કલાકારોના ટ્રિપલ-ટ્રિપલ રોલ દ્વારા કૉમેડીનો નવ ગણો ડોઝ આપવાનો પ્રયત્ન કરાયો, પરંતુ ફિલ્મ ફ્લૉપ રહી.
ખેર, આ તો હતી રીલ લાઇફ હમશકલ્સની. અમે આજે વાત કરવા જઈ રહ્યાં છીએ રીયલ લાઇફ હમશકલ્સની. સામાન્ય જાહેરજીવનમાં પણ કેટલીય વાર કોઈ બે વ્યક્તિઓના ચહેરા ભળતા આવતા આપણે જોતા હોઇએ છીએ. જોકે રીયલ લાઇફમાં ભળતા ચહેરા ધરાવતી બે વ્યક્તિઓમાં મોટા અંતરો પણ હોય છે. આમ છતાં બે ભળતા ચહેરા વચ્ચે ક્યારેક થાપ ખવાઈ જાય છે. સામાન્ય જાહેર જીવનમાં જ નહીં, પણ બૉલીવુડ સેલિબ્રિટીઓ સાથે પણ ભળતા ચહેરાનો સંયોગ થયેલો છે.
ચાલો તસવીરો સાથે બતાવીએ એવી બૉલીવુડ સેલિબ્રિટીઓ કે જેમના ચહેરા કોઇક બીજી સેલિબ્રિટીઓ સાથે ભળતા આવે છે :

ઐશ-સ્નેહા
બૉલીવુડ બ્યુટી ક્વીન ઐશ્વર્યા રાય અને સાઉથની અભિનેત્રી તથા લકી ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર સ્નેહા ઉલ્લાલના ચહેરા ભળતા આવે છે. જ્યારે સલમાન-ઐશનું બ્રેક-અપ થયું, ત્યારે એમ ચર્ચાતુ હતું કે સ્નેહા તરીકે સલમાનની નવી ઐશ મળી ગઈ છે.

કૅટ-ઝરીન
કૅટરીના કૈફ પણ સલમાનના એક્સ ગર્લફ્રેન્ડ છે અને ઝરીન ખાનનો ચહેરો કૅટરીનાને મળતો આવે છે.

હૃતિક-હરમન
હૃતિક રોશન અને હરમન બાવેજાના ચહેરા સરખા દેખાય છે, પણ કદાચ કિસ્મત બંનેની જુદી કલમ

રીના-સોના
સોનાક્ષી સિન્હાએ જ્યારે બૉલીવુડ ડેબ્યુ કર્યુ, ત્યારે તેઓ પોતાની પ્રથમ ફિલ્મ દબંગ કે તેમાં તેમની એક્ટિંગ અંગે જેટલા ચર્ચામાં નહોતા, તેના કરતા વધારે ચર્ચા રીના રૉય સાથે તેમના ભળતા ચહેરા અંગે થઈ હતી.

દિવ્યા-રંભા
દિવ્યા ભારતી બૉલીવુડમાં એન્ટ્રી કર્યા બાદ દીવાના ફિલ્મથી છવાઈ ગયા હતાં, પરંતુ અચાનક આ અભિનેત્રીનું આકસ્મિક મોત થઈ ગયું. દિવ્યાના મોત બાદ લોકોને સાઉથ ઇન્ડિયન અભિનેત્રી રંભામાં દિવ્યાનો ચહેરો દેખાયો, પણ દિવ્યા જેવો હુન્નર કદાચ રંભા પાસે નહોતો.

અરબાઝ ખાન-રોગર ફેડરર
શું તમને લાગે છે કે બંને એક-બીજાને ભળતા આવે છે?

અભય દેઓલ-માર્ક રફૅલો
બંને ટૅલેંટેડ બૉલીવુડ-હૉલીવુડ એક્ટર્સના ચહેરા એક-બીજાને મળતા આવે છે.

હૃતિક રશન-બ્રૅડ્લી કૂપર
શું તેમાં શંકા છે કે હૃતિક-બ્રૅડ્લી એક-બીજાના હમશકલ છે?

દીયા મિર્ઝા-એને હૅથવે
બંને અભિનેત્રીઓ એક-બીજાને ખૂબ જ મળતા આવે છે.

એશા ગુપ્તા-એંજેલિના જોલી
એશા ગુપ્તાએ બૉલીવુડમાં ભલે મોટી નામના નથી મેળવી, પણ તેમનો ચહેરો હૉલીવુડ હૉટી એંજેલિના જોલીને મળતો આવે છે.

અસીન-કાયલા એવેલ
આ બંને વચ્ચે પણ કંઇક સમાનતા છે.

અક્ષય કુમાર-શૉન માઇકલ્સ
બંને એક-બીજાની કાર્બન કૉપી લાગે છે.

સ્મિતા પાટિલ-ચિત્રાંગદા સિંહ
સ્મિતા પાટિલ જેવો ચહેરો ચિત્રાંગદા સિંહ ધરાવે છે, જો એક્ટિંગની બાબતમાં સ્મિતાને કોઈ પહોંચી ન શકે.

પદ્મિની-શ્રદ્ધા
શ્રદ્ધા કપૂરનો ચહેરો પદ્મિની કોલ્હાપુરેને ભળતો આવે છે. જોકે બંને વચ્ચે લોહીનો સંબંધ છે, કારણ કે શ્રદ્ધા કપૂરની માસી પદ્મિની કોલ્હાપુરે છે.












Click it and Unblock the Notifications
