For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બૉલીવુડથી વધુ એક ખરાબ સમાચાર, ડાયરેક્ટર રજત મુખરજીનું નિધન

બૉલીવુડથી વધુ એક ખરાબ સમાચાર, ડાયરેક્ટર રજત મુખરજીનું નિધન

By Staff
|
Google Oneindia Gujarati News

મુંબઇઃ બૉલીવુડથી વધુ એક ખરાબ સમાચાર મળી રહ્યા છે. ગત ત્રણ મહિનાથી બૉલીવુડ સાથે જોડાયેલા લોકોના મોતના સતત સમાચાર આવી રહ્યા છે. હવે રોડ, પ્યાર તૂને કિયા અને લવ ઇન નેપાળ જેવી ફિલ્મોને ડાયરેક્ટ કરનાર રજત મુખરજીનું નિધન થયું છે. તેમનું નિધન ગત શુક્રવારે એટલે કે 17 દુલાઇના રોજ થયું. તેઓ પાછલા કેટલાક સમયથી કિડનીની સમસ્યાથી પીડાતા હતા. તેઓ જયપુરમાં હતા. હંસલ મેહતા અને અનુભવ સિન્હાએ ટ્વીટ કરી આ સમાચાર કન્ફર્મ કર્યા.

rajat

હંસલ મેહતાએ લખ્યું કે નજીકના મિત્ર રજતનું નિધન થઇ ગયું છે. પ્યાર તૂને ક્યા કિયાના ડાયરેક્ટર ત્યારથી મારા દોસ્ત હતા જ્યારથી અમે બંને મુંબઇમાં સ્ટ્ર્ગલ શરૂ કર્યું હતું. કેટલાય બપોરા જોડે કર્યા, ઓલ્ડ મંકની કેટલીય બોટલો સાથે ખાલી કરી. બીજી દુનિયામાં પણ આવી રીતે જ બોતલો ખાલી કરવી છે, તુ બહુ યાદ આવીશ મારા જિગરી દોસ્ત. એક્ટર મનોજ વાજપેયીએ પણ રજત મુખરજીના નિધન પર ટ્વિટ કર્યું.

મનોજ બાજપેયીએ લખ્યું, 'મારા મિત્ર અને ફિલ્મ રોડના નિર્દેશક રજત મુખરજી લાંબી સમયથી બીમારી સામે જંગ લડી રહ્યા હતા તેમનું જયપુરમાં નિધન થઇ ગયું છે. રેસ્ટ ઇન પીસ રજત. છતાં વિશ્વાસ નથી થઇ રહ્યો કે આપણે હવે ક્યારેય નહિ મળી શકીએ. જ્યાં પણ હો ખુશ રે.' જણાવી દઇએ કે રજત મુખરજીએ હિન્દી સિનેમામાં પોતાના કરિયરની શરૂઆત રામગોપાલ વર્માના નિર્માણમાં બનેલ રોમેન્ટીક થ્રિલર ફિલ્મ પ્યાર તૂને ક્યા કિયાથી કરી હતી. આ ફિલ્મમાં ફરદીન ખાન, ઉર્મિલા માતોંડકર અને સોનાલી કુલકર્ણી જેવા કલાકાર મુખ્ય ભૂમિકામાં હતા.

આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર હિટ સાબિત થઇ અને અહીંથી રજત મુખરજી રામ ગોપાલ વર્માની નજરમાં ચઢી ગયા. જેના આગલા જ દિવસે તેમણે રામ ગોપાલ વર્માના જ નિર્માણમાં પોતાની બીજી ફલ્મ રોડનું નિર્દેશન કર્યું. ઉલ્લેખનીય છે કે ઈન્ડસ્ટ્રીએ કેટલાક મહિનાઓમાં કેટલાય મોટા સ્ટાર્સ ગુમાવી દીધા છે. જેમાં ઋષિ કપૂર, ઇરફાન ખાન, સુશાંત સિંહ રાજપૂત, વાજિદ ખાન અને સરોજ ખાન જેવા મોટા નામ સામેલ છે.

કેટરીના કૈફે પોતાના ઘરમાં જ કર્યુ બર્થડે સેલિબ્રેશન, જુઓ Picsકેટરીના કૈફે પોતાના ઘરમાં જ કર્યુ બર્થડે સેલિબ્રેશન, જુઓ Pics

English summary
Bollywood director Rajat Mukherjee passed away on Friday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X