For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મીકા સિંહના બંગલે તેની મેનેજર સૌમ્યા ખાને કરી આત્મહત્યા, પોલિસ તપાસ શરૂ

બોલિવુડના જાણીતા સિંગર મીકા સિંહના સ્ટુડિયોમાં કામ કરતી સૌમ્યા ખાન નામની મહિલાએ આત્મહત્યા કરી લીધી છે.

|
Google Oneindia Gujarati News

બોલિવુડના જાણીતા સિંગર મીકા સિંહના સ્ટુડિયોમાં કામ કરતી સૌમ્યા ખાન નામની મહિલાએ આત્મહત્યા કરી લીધી છે. સૌમ્યાએ મીકા સિંહના સ્ટુડિયોમાં ઉંઘની ગોળીઓનો ઓવરડૉઝ લઈને પોતાનો જીવ આપી દીધો. પોલિસ કેસની તપાસ કરી રહી છે. વર્સોવા પોલિસ સ્ટેશનના નિરીક્ષક રાઘવેન્દ્ર ઠાકુરે જણાવ્યુ કે સૌમ્યા ખાન મીકા સિંહના અંધેરી સ્થિત ચાર માળના બંગલાના પહેલા માળના સ્ટુડિયોમાં રહેતી હતી. તેના શબને અંતિમ સંસ્કાર માટે પંજાબમાં રહેતા તેના પરિજનોને સોંપી દેવામાં આવ્યુ છે. પોલિસને સૌમ્યા પાસેથી કોઈ પણ સુસાઈડ નોટ મળી નથી. ઘટના 2 ફેબ્રુઆરીની છે.

mika singh

મીકા સિંહે ખુદ આની માહિતી આપી

સોશિયલ મીડિયા પર સિંગર મીકા સિંહ સાથે તેના પિતા જોએબ ખાને પણ પોસ્ટ કરી છે. સૌમ્યાના નિધન પર મીકાએ લખ્યુ, 'વાહેગુરુકા ખાલસા વાહેગુરુજીની ફતેહ. એ જણાવતા બહુ દુઃખ થઈ રહ્યુ છે કે અમારી પ્રેમાળ સૌમ્યા અમારા બધાનો સાથ છોડીને બીજી દુનિયામાં જતી રહી છે. તે બહુ નાની ઉંમરમાં પોતાની પાછળ બહુ પ્રેમાળ યાદો છોડી ગઈ છે. ઈશ્વર તેના આત્માને શાંતિ આપે.' સૌમ્યાના મોત વિશે તેના પતિ જોએબ ખે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ કર્યુ છે.

ચર્ચામાં રહે છે મીકા સિંહ

મીકા સિંહ સતત ચર્ચામાં રહે છે. ગયા વર્ષે તે પાકિસ્તાનમાં પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફના એક સંબંધીના ત્યાં પર્ફોર્મન્સ આપ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર આવી ગયા. ત્યારબાદ મીકા પર ઑલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને બેન લગાવી દીધો હતો.

મીકા સિંહ વિશે

અમરીક સિંહ ઉર્ફે મીકા સિંહનો જન્મ 10 જૂન 1977ના રોજ પશ્ચિમ બંગાળના દૂર્ગાપુર જિલ્લામાં થયો હતો. તેમના પિતા અજમેર સિંહ ચંદન અને મા બબીર કૌર બંને સંગીતનુ જ્ઞાન ધરાવતા હતા. મીકા પંજાબી અને હિંદી ગાયક દલેર સિંહ મહેંદીના નાના ભાઈ છે. ઘરમાં સંગીતનો માહોલ હોવાથી મીકા બાળપરણથી સંગીત સાથે જોડાઈ ગયા હતા. તેમણે બાળપણમાં જ સંગીતનુ શિક્ષણ લેવુ શરૂ કરી દીધુ હતુ. તેમણે તબલા, હાર્મોનિયમ અને ગિટાર વગાડવાનો ખૂબ શોખ છે. મીકાએ પોતાના પહેલા સોલો આલ્બમ સાવન મે લગ ગઈ આગ 21 વર્ષની ઉંમરે ગાયુ હતુ. ત્યારબાદ સમથિંગ સમથિંગ, ઈશ્ક બ્રાંડી જેવા ગીતો ગાઈને યુવા વર્ગનુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ. મીકાએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સથી કરી. મીકાએ પોતાની ફિલ્મી કરિયરમાં ઉત્કૃષ્ટ ગીતો ગાયા. જેના માટે તેને ઘણા પુરસ્કારોથી પણ સમ્માનિત કરવામાં આવ્યા. સિંગિંગ સાથે એક્ટિંગના ક્ષેત્રે પણ મીકાએ હાથ અજમાવ્યો છે. મીકાએ પંજાબી ફિલ્મ 'રેથ કપૂર'માં માઈકલની ભૂમિકા અને હાલમાં ફિલ્મ 'બલવિંદર સિંહ ફેમસ હો ગયા'માં બલવિંદરની ભૂમિકા નિભાવી છે.

આ પણ વાંચોઃ Namaste Trump: ટ્રમ્પ સાથે PM મોદી નહિ જાય તાજમહેલ જોવા આગ્રા, જાણો કારણઆ પણ વાંચોઃ Namaste Trump: ટ્રમ્પ સાથે PM મોદી નહિ જાય તાજમહેલ જોવા આગ્રા, જાણો કારણ

English summary
Bollywood famous Singer Mika Singh's staff member Saumya Zoheb Khan commits suicide by drug overdose.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X