Hit દીપિકા નહીં, Hot કૅટરીના છે Highest Earner!

મુંબઈ, 29 મે : બૉલીવુડમાં કોઈ પણ અભિનેતા કે અભિનેત્રીની સફળતા તેની ફિલ્મોની કમાણી ઉપરથી નક્કી કરવામાં આવે છે અને આ બાબતમાં અભિનેત્રીમાં હાલ નંબર વનનો તાજ નિઃશંકપણે દીપિકા પાદુકોણેના સિરે છે, તો અભિનેતામાં શાહરુખ ખાનને નંબર વન ગણવામાં આવે છે, પરંતુ ફિલ્મોની કમાણીને એકબાજુએ મૂકીએ અને વ્યક્તિગત આવકની વાત કરીએ, તો હિટ દીપિકા નહીં, પણ હૉટ કૅટરીના કૈફ આ બાબતમાં મારી જાય છે.

દીપિકા પાદુકોણેએ વર્ષ 2013માં સૌથી વધુ ચાર સુપરહિટ ફિલ્મો આપી નંબર વન અભિનેત્રીનો તાજ હાસલ કર્યો હતો અને એકમાત્ર દીપિકા એવા અભિનેત્રી છે કે જેમની ફિલ્મોની એક વર્ષની કમાણી 500 કરોડને આંબી ગઈ હોય. બીજી બાજુ શાહરુખ ખાન ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મ દ્વારા ભલે બૉલીવુડના નંબર વન અભિનેતા ન રહ્યા હોય, પરંતુ તેઓ બૉલીવુડમાં હાલના વર્ષોના ઑલટાઇમ સુપરસ્ટાર તો છે જ, પરંતુ વાત જ્યારે વ્યક્તિગત કમાણીની આવે છે, ત્યારે ધૂમ 3ના હૉટ અભિનેત્રી કૅટરીના કૈફ હિટ દીપિકા કરતા બહુ આગળ છે. તેવી જ રીતે બૉલીવુડમાં દબંગ તરીકે પ્રખ્યાત સલમાન ખાન પોતાની જાતને ભલે ત્રણે ખાનોમાં સર્વોપરિ ગણતા હોય, પણ કમાણીમાં તેઓ કિંગ ખાન શાહરુખ કરતા પાછળ જ રહ્યાં છે.

ચાલો તસવીરો સાથે જોઇએ બૉલીવુડના હાઇએસ્ટ અર્નર સ્ટાર્સ :

શાહરુખ ખાન

શાહરુખ ખાન

શાહરુખ ખાન બૉલીવુડના બાદશાહ છે. બૉલીવુડમાં લાંબા કૅરિયર, વિવાદ, વ્યક્તિગત જીવન કે કોઈ પણ કારણસર શાહરુખ ખાન ભીડ કરતા જુદા દેખાઈ આવે છે. 31મી ડિસેમ્બર, 2013 સુધીના રેકૉર્ડ મુજબ શાહરુખે ફિલ્મો અને અન્ય એન્ડોર્સમેંટના માધ્યમથી 220.5 કરોડની કમાણી કરી છે. શાહરુખની ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મ પણ 2013ની હાઇએસ્ટ અર્નર ફિલ્મ રહી હતી.

સલમાન ખાન

સલમાન ખાન

31 ઑક્ટોબર, 2013 સુધીના રેકૉર્ડ મુજબ દબંગ સલમાન ખાને ફિલ્મો-એન્ડોર્સમેંટ દ્વારા 157.5 કરોડની કમાણી કરી છે. સલમાન ઘણા કલ્યાણ કાર્યો પણ કરે છે. સલમાનના એક્ટિંગ કૅરિયરમાં દબંગ, દબંગ 2 તથા એક થા ટાઇગર જેવી બ્લૉકબસ્ટર ફિલ્મોનો સમાવેશ થાય છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

31મી ઑક્ટોબર, 2013 સુધીમાં અમિતાભ બચ્ચનની કમાણી 147.5 કરોડ રુપિયા રહી હતી. બિગ બી બૉલીવુડના મહાનાયક છે અને તેમની લોકપ્રિયતા આજે પણ યથાવત છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

ફોર્બ્સ ઇન્ડિયા સેલિબ્રિટી 100 લિસ્ટ મુજબ 31મી ઑક્ટોબર, 2013 સુધી અક્ષય કુમારે 118.3 કરોડ અર્ન કર્યાં. તેઓ ખૂબ જ મહેનતુ એક્ટર છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અક્ષય કુમાર 2013માં હાઇએસ્ટ ટૅક્સ પેઇંગ બૉલીવુડ સેલિબ્રિટી હતાં. તેમણે 18 કરોડનું એડવાંસ ટૅક્સ ચુકવણુ કર્યુ હતું.

રણબીર કપૂર

રણબીર કપૂર

રણબીર કપૂરની આવક 31મી ઑક્ટોબર, 2013 સુધીમાં 68.58 કરોડ રુપિયા રહી. રણબીરે આ કમાણી ફિલ્મો ઉપરાંત અનેક જાહેરખબરો દ્વારા કરી છે. ઇન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ રણબીર એક જાહેરખબરના લગભગ 25 કરોડ રુપિયા લે છે.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ એક બ્રાન્ડ એન્ડોર્સમેંટના 7 કરોડ રુપિયા લે છે. ભાસ્કર દૈનિકના રિપોર્ટ મુજબ કૅટની એન્ડોર્સમેંટની દૈનિક કમાણી 1.5 કરોડ રુપિયા છે. ફોર્બ્સ લિસ્ટ મુજબ કૅટે 31મી ઑક્ટોબર, 2013 સુધીમાં 63.75 કરોડની કમાણી કરી છે.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

કમાણીની બાબતમાં દીપિકા પાદુકોણે 11મા નંબરે છે. તેમણે ફિલ્મો અને જાહેરખબરો માર્ફત 31મી ઑક્ટોબર, 2013 સુધી 39.5 કરોડ રુપિયા બનાવ્યા છે. દીપિકાએ કમાણીની બાબતમાં કરીના કપૂર, આમિર ખાન અને સૈફ અલી ખાનને માત આપવા તરફ આગળ વધી રહ્યાં છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરાની કમાણી 31મી ઑક્ટોબર, 2013 સુધીમાં 36.57 કરોડ રુપિયા રહી.

કરીના કપૂર

કરીના કપૂર

કરીના કપૂરે 56.92 કરોડની કમાણી કરી હતી 31મી ઑક્ટોબર, 2013 સુધીના રેકૉર્ડ મુજબ. તેમના નામે 15 બ્રાન્ડ એન્ડોર્સમેંટ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X