For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : દિવાળીએ રિલીઝ થવા છતાં સુરસુરિયું થઈ ગયું આ ફિલ્મોનું

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 23 ઑક્ટોબર : દિવાળી અને ફિલ્મોનો ઘેરો સંબંધ છે. ફિલ્મોમાં દિવાળીની રોશની અને ધૂમ ભલે ન દેખાતી હોય, પણ દિવાળીએ ફિલ્મો રિલીઝ કરવાનું ચલણ બહુ જુનુ છે. કહેવત છે કે ફિલ્મોને હિટ કરાવવી હોય, તો દિવાશી કે ઈદ પ્રસંગે રિલીઝ કરાવો. અને આ અંગે કાયમ બૉલીવુડ દિગ્દર્શકો તથા અભિનેતાઓ વચ્ચે ચસડાચસડી થઈ જાય છે. આ વર્ષે પણ દિવાળીએ ફરાહ ખાનની ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયર રિલીઝ થવા જઈ રહી છે.

સમયની માંગ જુઓ કે જે ફિલ્મનું નામ જ હૅપ્પી ન્યુ ઈયર છે, તેને પણ દિવાળી પ્રસંગે ચોગ્ગો લગાવવા માટે રિલીઝ કરાઈ રહી છે. દિવાળીએ રિલીઝ થયેલી ફિલ્મોની યાદી જોઇએ, તો સૌથી વધુ ફિલ્મો શાહરુખ ખાનની જ છે, પરંતુ બધી ફિલ્મો દિવાળીએ હિટ જ રહી હોય, તેવું નથી. ઘણી ફિલ્મો દિવાળીએ રિલીઝ થવા છતાં ફ્લૉપ રહી છે.

ચાલો તસવીરો સાથે જોઇએ દિવાળીએ રિલીઝ થવા છતા બ્લૉકબસ્ટર ન બની શકેલી બૉલીવુડ ફિલ્મો :

જબ તક હૈ જાન (2013)

જબ તક હૈ જાન (2013)

યશ ચોપરા દિગ્દર્શિત છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાન આન-બાન-શાન સાથે રિલીઝ કરાઈ, પણ બૉક્સ ઑફિસે આ ફિલ્મ માત્ર સફળ જ રહી. ગત વર્ષે દિવાળીએ રિલીઝ થયેલી આ ફિલ્મ બ્લૉકબસ્ટર ન બની શકી.

રા.વન (2011)

રા.વન (2011)

શાહરુખ ખાનની રા.વન ફિલ્મ સૌથી મોંઘા બજેટની ફિલ્મ ગણાતી હતી, પરંતુ દિવાળીએ રિલીઝ થવા છતાં લોકોએ નકારી દીધી અને આ ફિલ્મ બ્લૉકબસ્ટર ન બની શકી.

એક્શન રિપ્લે (2010)

એક્શન રિપ્લે (2010)

ઐશ્વર્યા રાય અને અક્ષય કુમારની ફિલ્મ એક્શન રિપ્લે ચર્ચિત હતી. બંનેનો રેટ્રો લુક, ગીતો અને વિપુલ અમૃતલાલ શાહનું નામ. આટલુ બધુ હોવા છતો ફિલ્મ ફ્લૉપ નિવડી.

મૈં ઔર મિસિસ ખન્ના (2009)

મૈં ઔર મિસિસ ખન્ના (2009)

મૈં ઔર મિસિસ ખન્ના રિલીઝ થતા પહેલા દર્શકો સલમાન ખાન અને કરીના કપૂરને સાથે જોવા ઉત્સુક હતાં, પરંતુ દિવાળીએ રિલીઝ થવા છતા ફિલ્મ સુપરફ્લૉપ રહી.

સાંવરિયા (2007)

સાંવરિયા (2007)

સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ સાંવરિયા પાસે લોકોને ખૂબ આશાઓ હતી. ફિલ્મ દ્વારા રણબીર કપૂર અને સોનમ કપૂર ડેબ્યુ કરી રહ્યા હતાં. ફિલ્મ ખૂબ ચર્ચામાં રહી. ફિલ્મમાં સલમાનનો તડકો પણ હતો, પરંતુ આમ છતાં સાંવરિયા ફ્લૉબ નિવડી.

જાનેમન (2006)

જાનેમન (2006)

સલમાન ખાન, અક્ષય કુમાર અને પ્રીતિ ઝિંટાની જોડી હોવા છતાં જાનેમન કંટાળાજનક સાબિત થઈ.

ક્યોંકિ (2005)

ક્યોંકિ (2005)

સલમાન ખાન ઈદ અને દિવાળીએ ફિલ્મો રિલીઝ કરવા માટે જાણીતા છે, પરંતુ ક્યોંકિ કમાલ ન કરી શકી. ફિલ્મનું સંગીત લોકપ્રિય થયું, પણ વાર્તા કંટાળાજનક હતી.

જીના સિર્ફ તેરે લિયે (2002)

જીના સિર્ફ તેરે લિયે (2002)

કરીના કપૂર અને તુષાર કપૂરની ફિલ્મ જીના સિર્ફ તેરે લિયે સુપરફ્લૉપ રહી હતી.

અશોકા (2001)

અશોકા (2001)

દિવાળીએ લોકો શાહરુખની ફિલ્મોનો ઇંતેજાર કરે છે. શાહરુખની ઘણી ફિલ્મો દિવાળીએ રિલીઝ થઈ સફળ રહી હતી, પરંતુ અશોકાએ સૌને નિરાશ કર્યાં.

English summary
Here we are showing you some of the Bollywood movies released on Diwali but yet floped badly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X