Bollywood Roundup : સોનાને બાયોપિકનો ઇંતેજાર, શિલ્પા યે હૈ આશિકીમાં!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 6 ફેબ્રુઆરી : ચાલો ફરી નિકળીએ બૉલીવુડ સમાચારોની સફરે. બૉલીવુડ રાઉંડઅપના આજના આ પૅકેજમાં ઘણી બધી સામગ્રી છે અને તેમાં મહત્વની સામગ્રી સોનાક્ષી સિન્હા અંગેની છે. સોનાક્ષી સિન્હા બાયોપિક એટલે કે કોઇક આત્મકથા આધારિત ફિલ્મનો ઇંતેજાર કરી રહ્યાં છે, તો શિલ્પા શેટ્ટી યે હૈ આશિકી ટેલીવિઝન કાર્યક્રમમાં નજરે પડવાનાં છે.

એક્શનથી લઈ સાંપ્રત વિષયો પર ફિલ્મો કરી ચુકેલા સોનાક્ષી સિન્હાએ ગઈકાલે નીરજ ગોસ્વામીના પેંટિંગ એક્ઝીબિશનનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું કે તેઓ હવે આત્મકથા પર આધારિત ફિલ્મો કરવા માંગે છે. સોનાક્ષીએ જણાવ્યું - મેં અત્યાર સુધી એકેય આત્મકથા આધારિત ફિલ્મ નથી કરી, પરંતુ મને જો તક મળશે, તો હું આ પ્રકારની ફિલ્મ કરવા માંગીશ. 26 વર્ષીય સોનાક્ષીએ જણાવ્યું - મધુબાલા કે મીના કુમારી ઉપર કોઈ ફિલ્મ બને, તો તેઓ તેમાં કામ કરવા તૈયાર છે. દબંગ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર સોનાક્ષી સિન્હા છેલ્લે રૅમ્બો રાજકુમાર ફિલ્મમાં દેખાયા હતાં.

ચાલો તસવીરો સાથે કરીએ બૉલીવુડ રાઉંડઅપની સફર :

બાયોપિકનો ઇંતેજાર

બાયોપિકનો ઇંતેજાર

સોનાક્ષી સિન્હા બાયોપિક એટલે કે કોઇક આત્મકથા આધારિત ફિલ્મનો ઇંતેજાર કરી રહ્યાં છે.

પેંટિંગ એક્ઝીબિશનનું ઉદ્ઘાટન

પેંટિંગ એક્ઝીબિશનનું ઉદ્ઘાટન

સોનાક્ષી સિન્હાએ ગઈકાલે નીરજ ગોસ્વામીના પેંટિંગ એક્ઝીબિશનનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું કે તેઓ હવે આત્મકથા પર આધારિત ફિલ્મો કરવા માંગે છે.

બસ તક મળવી જોઇએ

બસ તક મળવી જોઇએ

સોનાક્ષીએ જણાવ્યું - મેં અત્યાર સુધી એકેય આત્મકથા આધારિત ફિલ્મ નથી કરી, પરંતુ મને જો તક મળશે, તો હું આ પ્રકારની ફિલ્મ કરવા માંગીશ.

મધુબાલા-મીના કુમારી બનીશ

મધુબાલા-મીના કુમારી બનીશ

26 વર્ષીય સોનાક્ષીએ જણાવ્યું - મધુબાલા કે મીના કુમારી ઉપર કોઈ ફિલ્મ બને, તો તેઓ તેમાં કામ કરવા તૈયાર છે.

શિલ્પા યે હૈ આશિકીમાં

શિલ્પા યે હૈ આશિકીમાં

અભિનેત્રી શિલ્પા શેટ્ટી બિગ બૉસ 7 બાદ હવે યે હૈ આશિકી ટેલીવિઝન શોના એક એપિસોડમાં નજરે પડવાના છે.

રહમાનને સથવારે સફળતા

રહમાનને સથવારે સફળતા

હાઈવે ફિલ્મમાં ડબલ ઑસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહેમાન સાથે કામ કરનાર પાર્શ્વ ગાયિકા જોનિતા ગાંધી કહે છે કે આલબમમાં તેમના પ્રયત્નો રંગ લાવ્યાં. તેમનું કહેવું છે કે આ આલબમ જોરદાર સફળતા મેળવનાર છે.

રીજનલ નાટ્ય શાળાઓ જરૂરી

રીજનલ નાટ્ય શાળાઓ જરૂરી

જાણીતા ફિલ્મ અને રંગભૂમિ કલાકાર નસીરુદ્દીન શાહનું કહેવું છે કે રાષ્ટ્રીય નાટ્ય શાળાઓ (એનએસડી) જેવી સંસ્થાઓના સ્થાને રીજનલ નાટ્ય શાળાઓને પ્રોત્સાહન આપવાની જરૂર છે.

સિદ્ધાર્થ નેગેટિવ રોલમાં

સિદ્ધાર્થ નેગેટિવ રોલમાં

7મી ફેબ્રુઆરીએ રિલીઝ થતી હસી તો ફસી ફિલ્મના હીરો સિદ્ધાર્થ મલ્હોત્રા ટુંકમા જ વિલન તરીકે જોવા મળશે. મોહિત સુરીની ફિલ્મ ધ વિલનમાં સિદ્ધાર્થ નેગેટિવ રોલમાં છે. ધ વિલન એક જુદા પ્રકારની ફિલ્મ છે. સિદ્ધાર્થ કહે છે કે ધ વિલન એક ગૂઢ પ્રેમ કથા અને મારધાડ ધરાવતી ફિલ્મ છે. ફિલ્મમાં તેમના હીરોઇન શ્રદ્ધા કપૂર છે.

હૉફમૅનના અંતિમ સંસ્કાર 7મીએ

હૉફમૅનના અંતિમ સંસ્કાર 7મીએ

હૉલીવુડ અભિનેતા ફિલિપ સેમૉર હૉફમૅનના અંતિમ સંસ્કાર શુક્રવારે કરવામાં આવશે. ઑસ્કાર વિજેતા હૉફમૅનનું વધુ પડતા નશાના કારણે નિધન થઈ ગયુ હતું.

ન્યુડ થયા માઇલી

ન્યુડ થયા માઇલી

હૉલીવુડના જામીતા પૉપ સ્ટાર માઇલી સાયરસે તાજેતરમાં જ ડબ્લ્યુ મૅગેઝીન માટે ન્યુડ ફોટોશૂટ કરાવ્યું છે.

નેપાળ પહોંચ્યું બીઇંગ હ્યૂમન

નેપાળ પહોંચ્યું બીઇંગ હ્યૂમન

આંતરરાષ્ટ્રીય વસ્ત્ર બ્રાન્ડ બીઇંગ હ્યૂમન : સલમાન ખાન ફાઉન્ડેશને ગુરુવારે કાઠમાંડુ-નેપાળ ખાતે પોતાનું વેચાણ કેન્દ્ર શરૂ કર્યું છે. આ બ્રાન્ડ શિક્ષણ તથા તબીબી સેક્ટરોમાં જરૂરિયાતમંદ લોકોની મદદને પ્રોત્સાહન આપે છે.

સલેમ સાથે સાચો પ્રેમ

સલેમ સાથે સાચો પ્રેમ

ગૅંગસ્ટર અબુ સલેમ દ્વારા ચાલુ ટ્રેનમાં નિકાહ કરવા અંગેના સમાચારો પર તેના પૂર્વ પ્રેમિકા મોનિકા બેદીએ મૌન તોડતા જણાવ્યું કે તેમને કોઈ મતલબ નથી તે વ્યક્તિ સાથે. જોકે અમે થોડોક વખત સાથે હતાં અને હું અબુ સલેમ સાથે સાચો પ્રેમ કરતી હતી.

હું તેવા લોકોની વિરુદ્ધ છું...

હું તેવા લોકોની વિરુદ્ધ છું...

કૅટરીના કૈફે લૉરિયલ પેરિસની પ્રોડક્ટ લૉન્ચિંગ દરમિયાન સીસીપીસી એક્ટિવ થવાને બહેતરીન પગલુ ગણાવતા કહ્યું કે હું તેવા લોકોની વિરુદ્ધ છું કે જેઓ કહે છે કંઇકને કરે છે કંઇક.

કરણ એઝ ફોટોગ્રાફર

કરણ એઝ ફોટોગ્રાફર

મિશન સપને રિયલિટી શો માટે કરણ જૌહરે ફોટોગ્રાફરનો વેશ ધારણ કર્યો છે. શોમાં તેઓ ફોટોગ્રાફર તરીકે દેખાશે. તે માટે કરણે ધ ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે ટૂરિસ્ટ્સના ફોટો પાડ્યા હતાં.

English summary
Bollywood Roundup : From action drama to period films, Sonakshi Sinha has tried various genres and now she hopes to be part of a biopic.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.