For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોલિવૂડના ભાઇજાન સલમાન ખાનને અપાઇ Y+ સિક્યોરીટી, અક્ષય કુમાર અને અનુપમ ખેરની પણ વધારાઇ સુરક્ષા

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બ્રારનુ નામ આવ્યુ હતુ. જે બાદ લોરેન્સના નામે બોલીવૂડ અભિનેતા સલમાન ખાનને પણ ધમકી મળી હતી. ધમકી મળ્યા બાદ સલમાન ખાને

|
Google Oneindia Gujarati News

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બ્રારનુ નામ આવ્યુ હતુ. જે બાદ લોરેન્સના નામે બોલીવૂડ અભિનેતા સલમાન ખાનને પણ ધમકી મળી હતી. ધમકી મળ્યા બાદ સલમાન ખાને પોલીસ પાસે હથિયારનુ લાઇસન્સ અને સુરક્ષા માંગી હતી. હવે સલમાન ખાનને Y+ સુરક્ષા આપવામાં આવી છે. આ સાથે અક્ષય કુમાર અને અનુપમ ખેરને પણ સુરક્ષા અપાઇ હતી.

સલમાન ખાનને મળી હતી ધમકી

સલમાન ખાનને મળી હતી ધમકી

થોડા સમય પહેલા સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને ધમકીભર્યો પત્ર મળ્યો હતો. આ પત્ર ગાર્ડની નજરે પડ્યો હતો. પત્રમાં સલમાન ખાનને મૂસેવાલા જેવી હાલત કરવાની વાત કરવામાં આવી હતી. આ પછી મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈની ગેંગના ઘણા ગેંગસ્ટરોની ધરપકડ પણ કરી હતી. આ ગેંગે સલમાન ખાનને નિશાનો બનાવવાની પણ કબૂલાત કરી છે.

સિક્યોરીટી વધારાઇ

સિક્યોરીટી વધારાઇ

અત્યાર સુધી સલમાન ખાનને મુંબઈ પોલીસ તરફથી નિયમિત સુરક્ષા મળતી રહી છે. 'મિડ ડે'ના અહેવાલ મુજબ અભિનેતાની સુરક્ષાને વધુ કડક બનાવતા હવે Y+ સુરક્ષા કવચ આપવામાં આવશે. મતલબ કે હવે સલમાન ખાન સાથે ચાર સિક્યોરિટી ગાર્ડ દરેક સમયે રહેશે.

અક્ષય કુમારની પણ સુરક્ષા વધારાઇ

અક્ષય કુમારની પણ સુરક્ષા વધારાઇ

અભિનેતા અક્ષય કુમારને પણ X શ્રેણીની સુરક્ષા આપવામાં આવશે. મતલબ કે હવે અક્ષય કુમારની સાથે ત્રણ સુરક્ષાકર્મીઓ દરેક સમયે હાજર રહેશે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ સિક્યોરિટીનો ખર્ચ સેલેબ્સ પોતે ઉઠાવશે.

સલમાન ખાનને 2 વાર મારવાની કરાઇ કોશિશ

સલમાન ખાનને 2 વાર મારવાની કરાઇ કોશિશ

છેલ્લા કેટલાક મહિનામાં મુંબઈ, પંજાબ અને દિલ્હીમાં થયેલી તપાસમાં સામે આવ્યું છે કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારે મુંબઈમાં સલમાન ખાનની હત્યા કરવાની યોજના બનાવી હતી. અહેવાલો અનુસાર ગેંગસ્ટરે આ કામને અંજામ આપવા માટે બે વાર પ્રયાસ પણ કર્યો છે. વર્ષ 2017માં એક વખત ભાઈજાનના જન્મદિવસના પ્રસંગે અને બીજી વખત વર્ષ 2018માં તેમના ફાર્મહાઉસ પર હુમલાની કોશિશ કરી હતી.

અનુપમ ખેરને પણ મળી સુરક્ષા

અનુપમ ખેરને પણ મળી સુરક્ષા

અહેવાલોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અનુપમ ખેરને તેમની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સની રિલીઝ પછી ધમકીઓ મળી હતી. આ બાદ તેમને સુરક્ષા કવચ પણ આપવામાં આવ્યું હતું. અક્ષય કુમારને પણ સોશિયલ મીડિયા પર મળતી તમામ પ્રકારની ધમકીઓ બાદ સુરક્ષા આપવામાં આવી હતી.

સેલેબ્સ પર વધ્યો ખતરો

સેલેબ્સ પર વધ્યો ખતરો

તમને જણાવી દઈએ કે સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ આ સેલેબ્સ પર વધી રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. પોલીસે આ સંદર્ભે રાજ્યના ગૃહ વિભાગ સાથે રિપોર્ટ પણ શેર કર્યો છે. સુરક્ષા કવચ કડક કરવામાં આવે તે પહેલા સલમાન ખાનને હથિયારનું લાઇસન્સ પણ આપવામાં આવ્યું છે.

English summary
Bollywood: Salman Khan given Y+ security
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X