દીવાનગી : રામે કર્યો લીલાનો પીછો, તો બિજલી પહોંચી ન્યુઝીલૅન્ડ!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 6 ફેબ્રુઆરી : બૉલીવુડ કહો કે ગ્લૅમર જગત, તેમાં હંમેશા લવ-અફૅર્સ ચર્ચાસ્પદ રહેતા આવ્યાં છે. પાત્રો બદલાતા જાય છે, પરંતુ લવ-અફૅર્સની અટકળો સતત ચાલતી જ હોય છે. કેટલાંક લવ-અફૅર્સ લગ્નમાં પરિણમે છે, તો કેટલાંક બ્રેક-અપના પરિણામ સુધી પહોંચે છે.

બૉલીવુડમાં આજકાલ સૌથી વધુ ચર્ચાસ્પદ લવ-અફૅર્સ હોય, તો તે રામલીલા ફૅમ દીપિકા પાદુકોણે અને રણવીર સિંહ વચ્ચેનું લવ-અફૅર્સ છે. ઉપરાંત મટરૂ કી બિજલી કા મંડોલાની બિજલી એટલે કે અભિનેત્રી અનુષ્કા શર્મા પણ ક્રિકેટર વિરાટ કોહલી સાથેના પ્રેમ પ્રકરણના કારણે અવાર-નવાર ચર્ચામાં જળવાઈ રહે છે, તો આર રાજકુમારની હિટ જોડી શાહિદ કપૂર અને સોનાક્ષી સિન્હા વચ્ચે પણ કંઇક ગુટરગૂં ચાલતી હોવાની ચર્ચાઓ ચકડોળે છે.

ચાલો તસવીરો સાથે જોઇએ બૉલીવુડના હાલમાં ચર્ચાસ્પદ લવ-અફૅર્સ :

આદિત્ય-શ્રદ્ધા

આદિત્ય-શ્રદ્ધા

આશિકી 2 જેવી હિટ ફિલ્મની જોડી આદિત્ય રૉય કપૂર અને શ્રદ્ધા કપૂર તાજેતરમાં જ કૉફી વિથ કરણ શોમાં પહોંચ્યા હતાં. આશિકી 2 ફિલ્મ બાદ આદિત્ય-શ્રદ્ધા વચ્ચે અફૅરની ચર્ચાઓ ચકડોળે છે. જોકે બંનેએ આ બાબતનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.

આલિયા-વરુણ

આલિયા-વરુણ

સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરનાર આલિયા ભટ્ટ અને વરુણ ધવન વચ્ચે પ્રણય-ફાગની ચર્ચાઓ પણ આ ફિલ્મની સફળતા બાદ ચોરેને ચોટે થતી હતી. જોકે આલિયાએ પછી જાહેરમાં સ્પષ્ટ કર્યુ હતું કે આવું કંઇ જ નથી.

અર્જુન-આલિયા

અર્જુન-આલિયા

આલિયા ભટ્ટનું નામ આજકાલ અર્જુન કપૂર સાથે જોડવામાં આવી રહ્યું છે. અર્જુન કપૂર આમેય બૉલીવુડમાં અફૅર્સ માટે જાણીતા રહ્યાં છે. અગાઉ તેમનું નામ મલાઇકા અરોરા ખાન અને સલમાનના બહેન અર્પિતા ખાન સાથે જોડાઈ ચુક્યું છે.

દીપિકા-રણવીર

દીપિકા-રણવીર

સુપરહિટ ફિલ્મ રામલીલાની જોડી દીપિકા પાદુકોણે અને રણવીર સિંહ આજકાલ સૌથી વધુ ચર્ચાસ્પદ જોડી છે. મહેન્દ્ર સિંહ ધોની, યુવરાજ સિંહ, સિદ્ધાર્થ માલ્યા, રણબીર કપૂર જેવા સાથે ઇશ્ક ફરમાવી ચુકેલાં દીપિકાનું નામ આજકાલ રણવીર સિંહ સાથે જોડવામાં આવી રહ્યું છે. દીવાનગીની હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે તાજેતરમાં એક ઍવૉર્ડ ફંક્શન દરમિયાન રણવીરે દીપિકાનો પીછે છેક ટૉયલેટ સુધી કર્યો હતો.

રણબીર-કૅટ

રણબીર-કૅટ

વર્ષ 2013માં સૌથી વધુ ચર્ચિત લવ-અફૅર રણબીર કપૂર અને કૅટરીના કૈફનું રહ્યુ હતું. હાલમાં બંનેના સંબંધો અંગે ભલે ગુંચવણો ઊભી થઈ હોય, પરંતુ બંનેના નામો સમયાંતરે ઉછળતા જ રહે છે.

શાહિદ-સોનાક્ષી

શાહિદ-સોનાક્ષી

આર રાજકુમાર જેવી હિટ ફિલ્મની જોડી શાહિદ કપૂર અને સોનાક્ષી સિન્હા આજકાલ પોતાના લવ-અફૅર માટે ચર્ચામાં છે. કહે છે કે કૉફી વિથ કરણ શોમાં કરણ જૌહરના આમંત્રણ સામે સોનાક્ષીએ શાહિદને પણ બોલાવવાની શરત મૂકી હતી અને સાચે જ શોમાં બંને સાથે જ પહોંચ્યા હતાં. શાહિદ અગાઉ કરીના કપૂર સાથે પ્રેમ કરતા હતાં, તો સોનાક્ષીનું આ પહેલી અફૅર છે.

વિરાટ-અનુષ્કા

વિરાટ-અનુષ્કા

મટરૂ કી બિજલી કા મંડોલા જેવી ફ્લૉપ ફિલ્મ બાદ અનુષ્કા શર્મા લાગે છે કે વિરાટ કોહલી પાછળ ઘેલા થઈ ગયાં છે. વિરાટ હાલ ન્યુઝીલૅન્ડમાં છે કે જ્યાં ભારત-ન્યુઝીલૅન્ડ સિરીઝ ચાલી રહી છે, તો વિરાટની પાછળ-પાછળ અનુષ્કા પણ ન્યુઝીલૅન્ડ પહોંચી ગયાં છે. ન્યુઝીલૅન્ડમાં આ બંને મોજ કરતાં કૅમેરે ઝપડાઈ ગયા હતાં.

English summary
There are many love affairs remain in spotlight in Bollywood. Virat Kohli and Anushka Sharma spotted holding hands in New Zealand recently. Deepika-Ranveer and Sonakshi-Shahid are also in limelite for there love affairs.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.