For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બૉમ્બે ટૉકીઝ સૌથી વધુ આનંદદાયક અનુભવ : દિબાકર

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 7 મે : ફિલ્મ દિગ્દર્શક દિબાકર બૅનર્જીને બૉમ્બે ટૉકીઝના નિર્માણ દરમિયાન ત્રણ બીજા ફિલ્મકારો સાથે કામ કરવાની તક મળી અને તેમના જણાવ્યા મુજબ આ તેમના જીવનનો સૌથી આનંદદાયક અનુભવ હતો તથા આ ક્ષણથી દૂર થવા અંગે તેઓ ભયભીત હતાં. તેમણે જણાવ્યું - મને હવે ક્યારે પોતાના ત્રણ ખૂબ જ નજીકના મિત્રો અનુરાગ કશ્યપ, ઝોયા અખ્તર તથા કરણ જૌહર સાથે પુનઃ ફિલ્મ બનાવવાની તક મળશે. ચાર લઘુ ફિલ્મો પર આધારિત બૉમ્બે ટૉકીઝ ફિલ્મ ગત 3જી મેના રોજ રિલીઝ થઈ છે.

dibakarbanerjee

દિબાકરે જણાવ્યું - અમે સતત એક-બીજાના સેટ ઉપર જતાં અને પોતાના કામ કરતાં બીજાના કામમાં આનંદ લેતાં. અમે માત્ર ફિલ્મ જ સાથે નથી બનાવી, પણ તેના પ્રચાર, વ્યવસાય તથા ફિલ્મનું કામ પણ સાથે પૂર્ણ કર્યું છે. તેમાં પ્રતિસ્પર્ધાની કોઈ લાગણી નહોતી, બલ્કે અપનત્વ હતું.

બૉમ્બે ટૉકીઝમાં દિબાકરની વાર્તાના વધુ વખાણ થવાં અંગે તેમણે જણાવ્યું - હું પોતાના કામની એટલી નજીક હતો કે હું તેનું મૂલ્યાંકન પોતે જ કરી શકું, પરંતુ મને કરણની વાર્તા વધુ પસંદ પડી. કરણ જૌહરે તેના વડે માત્ર પોતાને જ પોતાની કળા દ્વારા ઉજાગર નથી કર્યો, બલ્કે તેમણે એ સાબિત કર્યું છે કે પોતાની વાર્તા દર્શાવવામાં તેઓ કોઈ સમજૂતી નહીં કરે.

દિબાકર બૅનર્જીએ પોતાની ફિલ્મમાં મહેમાન કલાકાર માટે અભિનેતા રણબીર કપૂરની અચાનક જરૂર પડી હતી. આ અંગે તેમણે જણાવ્યું મને એક દૃશ્ય માટે રણબીરની જરૂર પડી, પણ મારા માટે તેમનો સમય મેળવવવો અશક્ય હતું. તેઓ પોતાની ફિલ્મ બેશરમ માટે ખૂબ દૂર શૂટિંગ કરતા હતાં. રણબીર અને હું બને સાથે કામ કરવા માંગીએ છીએ અને ટુંકમાં જ આ થશે.

દિબાકર તેમના પૂર્વ સહયોગી કનુ બહેલની ફિલ્મ તિતલી સાથે નિર્માણ ક્ષેત્રે પ્રવેશ કરી રહ્યાં છે અને તેનું સહ-નિર્માણ યશ રાજ ફિલ્મ્સની નિર્માણ કંપની કરી રહી છે.

English summary
While making "Bombay Talkies" with three other directors, Dibakar Bannerjee has gone through the most fun experience of his life and he dreads leaving it behind.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X