રાજશ્રી માટે બોનીને ‘નો એન્ટ્રી’ કહેતાં સલમાન

મુંબઈ, 29 મે : સલમાન ખાન માટે રાજશ્રી પ્રોડક્શન કેટલું મહત્વનું છે એ બાબતનો અંદાજો તેના ઉપરથી જ લગાવી શકાય છે કે તેમણે બોની કપૂરને તેમની આગામી ફિલ્મ નો એન્ટ્રી મેં એન્ટ્રી પાછી ઠેલવાનું જણાવી દીધું.

boney-salman

સને 2005માં આવેલી નો એન્ટ્રીની સિક્વલ નો એન્ટ્રી મેં એન્ટ્રી ફિલ્મના નિર્માતા બોની કપૂરે જણાવ્યું કે તેઓએ સલમાનના આગ્રહ બાદ ફિલ્મ પાછળ ઠેલી દીધી છે. સલમાન ખાને સૂરજ બરજાત્યાની ફિલ્મમાં કામ કરવા માટે બોની કપૂરને મૅસેજ કર્યો કે તેઓ એનઈએમઈ ફિલ્મનું શૂટિંગ હાલ રદ્દ કરી નાંખે અને બોનીએ પણ આમ જ કર્યું.

મળતી માહિતી મુજબ ગત સપ્તાહે યૂરોપ પ્રવાસ દરમિયાન બોની કપૂરને સલમાન ખાનનો સંદેશ મળ્યો. સલમાને સંદેશમાં બોનીને નો એન્ટ્રી મેં એન્ટ્રી ફિલ્મનું શૂટિંગ ઠેલવવાની વિનંતી કરી. બોની કપૂરે આ અંગેની પુષ્ટિ કરતાં જણાવ્યું - મેં સલમાનના કહેવા પર એનઈએમઈ ફિલ્મનું શૂટિંગ આગળ ઠેલવી દીધુ છે. ફિલ્મ જગતમાં આ પ્રકારને ફિલ્મોની તારીખોનું આગળ વધવું સામાન્ય બાબત છે. જો હું કોઈ નિર્માતાને મારા પુત્ર અર્જુન કપૂર અંગે કોઈ ફિલ્મના શૂટિંગની તારીખ આગળ વધારવાનું કહીશ, તે તેઓ પણ માની જશે.

સૂત્રે જણાવ્યું કે સલમાનની વિનંતીએ બોની કપૂર ફિલ્મની તારીખ પાછી ઠેલવા તત્કાળ રાજી થઈ ગયાં. સલમાન ખાન સાજિદ નડિયાદવાલાની કિક ફિલ્મના શૂટિંગ બાદ બોનીની નો એન્ટ્રી મેં એન્ટ્રીનું શૂટિંગ શરૂ કરવાના હતાં, પરંતુ રાજશ્રી પ્રોડક્શનના બૅનર અને સૂરજ બરજાત્યાના દિગ્દર્શન હેઠળ કામ કરવાની સલમાનની પ્રાથમિકતાના પગલે હવે એનઈએમઈની રિલીઝ 2013 સુધી ટળી જવાની શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X