For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રોમાંસ માટે મૈત્રી બહુ જરૂરી : વીર દાસ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 26 એપ્રિલ : હાસ્ય અભિનેતા વીર દાસ પોતાના પુરુષ સાથી કાલાકારો સાથે જોડાઈ રહેવા માટે ભોજનથી માંડી સંગીત સુધી કંઈને કંઇક શોધી જ લે છે. દાસ અનુભવે છે કે પડદા ઉપર સાથી કલાકારો વચ્ચે બહેતર સંગત માટે પડદા પાછળ મૈત્રી બહુ જરૂરી છે.

virdas-anandtiwari-kunalkhemu

દેલહી બેલી ફિલ્મ બાદ વીર દાસ બિહામણી હાસ્ય ફિલ્મ ગો ગોવા ગોનમાં સૈફ અલી ખાન, કુણાલ ખેમૂ, આનંદ તિવારી તથા પૂજા ગુપ્તા સાથે દેખાશે. ગો ગોવા ગોન એક મલ્ટી-સ્ટારર ફિલ્મ છે, તેથી વીર માટે પોતાના સાથી કલાકારો સાથે જોડાઈ રહેવું જરૂરી છે.

વીર દાસે એક મુલાકાતમાં જણાવ્યું - હું હાલ બ્રોમાંસ ઝોન ઉપર કાર્ય કરી રહ્યો છું, જે એક હાસ્ય ફિલ્મ છે અને તેના માટે પડદા પાછળ પરસ્પર મૈત્રી હોવી બહુ જરૂરી છે. એક-બીજાને ઝડપથી જાણવું બહુ જરૂરી છે, નહિંતર તો હાસ્ય ઉપર ખોટી અસર પડી શકે. કુણાલ ખેમૂ સાથે જોડાવા માટે સંગીતનો સહારો લઉ છું. મને ખબર છે કે ખેમૂ ગિટાર વગાડે છે. હું પણ ગિટાર વગાડુ છું. તેથી અમે બંનેએ ગોવામાં બે ગિટાર લીધા અને લાગી પડ્યા એક સાથે. અમે ખૂબ સંગીત વગાડ્યું.

આ જ રીતે સંતા-બંતા ફિલ્મનું શૂટિંગ કરતાં વીર દાસે બોમન ઈરાની સાથે જોડાઈ રહેવા માટે ભોજનનો સહારો લીધો કે જે બંનેને ખૂબ ગમે છે. વીરે જણાવ્યું - બોમનને ખાવું બહુ ગમે છે અને મને પણ. બસ અમે સાથે આવી ગયાં. હું કાયમ કોઈને કોઈ સમાનતા શોધુ છું, કારણ કે પરસ્પર ઊંડાણપૂર્વક જોડાવા માટે આ બહુ જરૂરી છે. વીર દાસનું માનવું છે કે એક અભિનેતા માટે ધૈર્ય બહુ આવશ્યક છે.

English summary
From food to music, stand-up comedian-actor Vir Das chooses something or the other to connect with his male co-actors because he feels bromance relies on their off-screen chemistry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X