PICS: જ્યારે સુલતાનના શૂટિંગમાં જોવા મળ્યા બે સલમાન ખાન!
જોધપુરમાં કાળિયાર હરણ કેસમાં પોતાનું નિવેદન નોંધાવીને સલમાન ખાન ફરી તેના ફિલ્મ સુલતાનના શૂટિંગમાં વ્યસ્ત થઇ ગયો છે. એક બાજુ જ્યાં કોર્ટમાં પોતાની જાતને સલમાન ખાને નિર્દોષ જણાવી છે ત્યાં જ શૂટિંગ વખતે સલમાન ખાન કૂલ મૂડમાં જોવા મળ્યો. એટલું જ નહીં તેણે દિલ ખોલીને તેના તમામ ફેન્સ સાથે સેલ્ફી અને ફોટો પણ પડાવ્યા. પણ આ બધાને બાદ કરતા સુલતાનની આ શૂટિંગમાં ત્યાં હાજર લોકોને જોવા મળ્યો એક અજુબો!
સુલતાનની ફિલ્મની જ્યાં શુટિંગ થઇ રહી હતી ત્યાં એક નહીં પણ બે બે સલમાન ખાન લોકોને જોવા મળ્યા. જેણે ત્યાં હાજર રહેલા તમામ લોકોને ચોંકાવી દીધા. અને લોકોને પણ સમજાયું નહીં કે આખરે મામલો શું છે. અને ક્યાંથી આવ્યો છે સલમાન ખાનનો આ જુડવા! તો જો તમે પણ સલમાન ખાનના આ જુડવાને જોવા ઇચ્છતા હોવ તો ક્લિક કરો નીચેનો આ ફોટોસ્લાઇડર. અને અમારી વાત ના માનવામાં આવતી હોય તો જાતે જ જોઇ લો.....

સુલતાન
સલમાન ખાન જ્યારે સુલતાન ફિલ્મની શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે ત્યાં હાજર લોકોએ તેની સાથે જોયા બીજો સલમાન ખાન. જેણે સલમાનની જેમ જ કર્યો હતો સેમ ગેટઅપ.

સલમાનનો બોડી ડબલ
જો કે આ યુવક બીજુ કોઇ નહીં પણ સલમાન ખાનનો બોડી ડબલ છે. જે મુશ્કેલ સ્ટંટ સીનમાં સલમાન ખાનની જગ્યાએ ઊભો રહેશે.

સલમાન ખાન
નોંધનીય છે કે કુસ્તી પર આધારીત સલમાન ખાનની આ ફિલ્મ અનેક એક્શન ફિલ્મથી ભરેલી છે. ત્યારે કેટલાક એક્શન સીન કરવા માટે સલમાન ખાનને બોડી ડબલની જરૂર પડી છે.

સુલતાન સોંગ
ત્યારે આ શૂટિંગમાં સલમાન ખાનનું એક સોંગ પીક્ચરાઇઝ કરવામાં આવી રહ્યું છે. જેને ફરાહખાન કોરિયોગ્રાફ કરી રહી છે.

ફેન્સ અને સલમાન ખાન
ત્યારે આ ફિલ્મમાં સલમાન ખાનની એક ઝલક મેળવવા માટે અનેક લોકોએ પડાપડી કરી હતી. અને સલમાન ખાને પણ તેના ફેન્સને બિલકુલ નિરાશ નહતા કર્યા.

સલમાન ખાન
સલમાન ખાને પણ મન મૂકીને તેના ફેન્સ સાથે પડાવ્યા હતા સેલ્ફી. અને મોટા નાના તમામને કરી દીધા હતા ખુશ.

સલમાન ખાન
ત્યારે જ તો સલમાન ખાનને આ ક્યૂટ દાદામીને પણ પોઝ આપી કરી દીધા હતા ખુશ.












Click it and Unblock the Notifications
