ભારતમાં રિલીઝ થશે મિસ લવલી, સેંસર બોર્ડની લીલી ઝંડી
મુંબઈ, 25 ડિસેમ્બર : ફિલ્મ દિગ્દર્શક અસીમ અહલુવાલિયાની વિદેશોમાં ધૂમ મચાવના ફિલ્મ મિસ લવલી હવે ભારતમાં પણ રિલીઝ થવાની છે. આ ફિલ્મને ભારતીય ફિલ્મ પ્રમાણન બોર્ડ એટલે કે સેંસર બોર્ડે એ સર્ટિફિકેટ આપ્યું છે.
અસીમ અહલુવાલિયાએ ગઈકાલે ફિલ્મના ફર્સ્ટ લુક લૉન્ચિંગ પ્રસંગે જણાવ્યું કે ભારતમાં રિલીઝ કરવાની મંજૂરી આપતા પહેલા સેંસર બોર્ડે ફિલ્મમાંથી 157 સીન કાપી નાંખ્યા. કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2012માં પહોંચી ચુકેલી મિસ લવલી ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને નિહારિકા સિંહે મુખ્ય ભૂમિકા ભજવી છે.
સેંસર બોર્ડ અંગેના પોતાના કટુ અનુભવો વિશે અસીમે જણાવ્યું - મિસ લવલી ફિલ્મને ભારતમાં રિલીઝ કરાવવા માટે સેંસર બોર્ડની મંજૂરી લેતા મને એક વર્ષ લાગી ગયું. નોંધનીય છે કે અસીમની ફિલ્મ 80ના દાયકાની સી ગ્રેડ ફિલ્મ જગતની વાર્તા કહે છે. સેંસર બોર્ડે ફિલ્મને આગામી 17મી જાન્યુઆરીના રોજ રિલીઝ કરવાની મંજૂરી આપી છે. જોકે મંજૂરી આપતા પહેલા ચાર વખત સમીક્ષા કરવામાં આવી.

ભારતમાં રિલીઝ થશે મિસ લવલી
અસીમ અહલુવાલિયાની ફિલ્મ મિસ લવલી ભારતમાં રિલીઝ થશે. સેંસર બોર્ડે ફિલ્મની રિલીઝ માટે લીલી ઝંડી આપી દીધી છે.

ઘણા દૃસ્યો કપાયા
સેંસર બોર્ડે મિસ લવલીને ભારતમાં રિલીઝ કરવાની મંજૂરી આપતા પહેલા ફિલ્મના 157 દૃશ્યો કાપી નાંખ્યાં.

નવાઝુદ્દીન-નિહારિકા
મિસ લવલી ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને નિહારિકા સિંહે મુખ્ય ભૂમિકા ભજવી છે.

ફર્સ્ટ લુક લૉન્ચ
મિસ લવલી ફિલ્મનો ફર્સ્ટ લુક ગઈકાલે મુંબઈ ખાતે લૉન્ચ કરાયું.

સેંસર બોર્ડના કટુ અનુભવો
સેંસર બોર્ડ અંગેના પોતાના કટુ અનુભવો વિશે અસીમે જણાવ્યું - મિસ લવલી ફિલ્મને ભારતમાં રિલીઝ કરાવવા માટે સેંસર બોર્ડની મંજૂરી લેતા મને એક વર્ષ લાગી ગયું.












Click it and Unblock the Notifications
