For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કનિકા કપૂર સામે FIRમાં દાવો, એરપોર્ટ પર જ સંક્રમિત જોવા મળી હતી

કનિકા સામે લખનઉમાં એફઆઈઆર કરવામાં આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે એરપોર્ટ પર જ પૉઝિટીવ જોવા મળી હતી.

|
Google Oneindia Gujarati News

બૉલિવુડ સિંગર કનિકા કપૂરને કોવિડ-19 ટેસ્ટ પૉઝિટીવ આવ્યા બાદ હાહાકાર મચી ગયો છે. લંડનથી પાછી આવ્યા બાદ કનિકા કપૂરે ખુદને આઈસોલેટ કરી નહોતી અને તે પાર્ટીઓમાં જતી હતી. તેની પાર્ટીમાં યુપી સરકારના મંત્રીથી લઈને અધિકારી અને ઘણા રાજકીય દળોના નેતા પણ શામેલ થયા હતા જે આ વાતથી અજાણ હતા. કનિકા કપૂરની આ બેદરકારી બાદ યુપી સરકારે કનિકા કપૂર સામે મોટી કાર્યવાહી કરી છે. તેની સામે લખનઉમાં એફઆઈઆર કરવામાં આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે એરપોર્ટ પર જ પૉઝિટીવ જોવા મળી હતી.

એરપોર્ટ પર જ કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળી હતી- દાવો

એરપોર્ટ પર જ કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળી હતી- દાવો

લખનઉ મેજિસ્ટ્રેટના આદેશ બાદ કનિકા કપૂર સામે એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. સીએમઓએ કનિકા સામે આઈપીસીની ધારા 188, 269, 270 હેઠળ એફઆઈઆર નોંધાવી છે જેમાં કહેવામાં આવ્યુ છે કે તે જ્યારે લખનઉ આવી તો એરપોર્ટ પર કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળી હતી. આમાં કનિકાના 14 માર્ચે લખનઉ આવવાની તારીખ લખવામાં આવી છે જ્યારે તે 11 માર્ચે આવી હતી. વળી, એફઆઈઆરમાં ગરબડ સામે આવવા પર કમિશ્નર સુજીત પાંડેય તરફથી કહેવામાં આવ્યુ છે કે જે પણ ગરબડ છે તેને ઠીક કરવામાં આવશે.

ત્રણ પાર્ટીમાં શામેલ થઈ હતી કનિકા

ત્રણ પાર્ટીમાં શામેલ થઈ હતી કનિકા

જાણકારી મુજબ લખનઉમાં કનિકા ત્રણ પાર્ટીઓમાં સામેલ થઈ. તે તાજ હોટલના એક કાર્યક્રમમાં પણ હાજરી આપવા પહોંચી હતી. લખનઉમાં કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાના ઘરે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેટલીય મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. આ પાર્ટીમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, ભાજપના સાંસદ દુષ્યંત સિંહ, ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહ, જિતન પ્રસાદ, આદેશ સેઠ સહિત કેટલાય અન્ય નેતા અને ગણમાન્ય સામેલ હતા. કનિકાના સેમ્પલ પોજિટિવ આવ્યા બાદ ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી પ્રતાપ સિંહે ખુદને આઈસોલેશનમાં રાખી દીધા છે.

આ પણ વાંચોઃ વિદેશ મંત્રીએ ભારતીય રાજદૂતો સાથે કરી વાત, વિદેશોમાં વસેલા ભારતીયો માટે આપ્યો આ મેસેજઆ પણ વાંચોઃ વિદેશ મંત્રીએ ભારતીય રાજદૂતો સાથે કરી વાત, વિદેશોમાં વસેલા ભારતીયો માટે આપ્યો આ મેસેજ

કનિકાએ બોલ્યુ હતુ જૂઠ

કનિકાએ બોલ્યુ હતુ જૂઠ

જ્યારે કનિકાને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તે માત્ર 10-30 લોકોને જ મળી છે. કનિકાએ કહ્યું કે એક મિત્રની બર્થડે પાર્ટીમાં ગઈ હતી, જ્યાં કેટલાક લોકો આવ્યા હતા. કનિકાએ આરોપ લગાવ્યો કે તે એક હોસ્પિટલમાં છે જ્યાં ખાવા-પીવાનું કંઈ જ નથી. અહીં ડૉક્ટરે મને ધમકી આપી છે. તેણે કહ્યું કે મેં મારા વિશે ઈન્ટરનેટમાં વાચ્યું કે હું એરપોર્ટથી ભાગીને આવી છું, અમે તમારી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરશું. હું ડરેલી છું કે મારી સાથે શું થશે. આરોપ છે કે કનિકા એરપોર્ટથી છૂપાઈને નિકળી, જેના પર તેણે કહ્યું કે આખરે એવું કેવી રીતે બની શકે કે ભારતમાં કોઈ એરપોર્ટથી છૂપાઈને બહાર આવે, આખરે હું છૂપાઈને બહાર કેમ આવીશ. કનિકાએ જણાવ્યું કે એરપોર્ટ પર મારું આખું ચેકઅપ થયું, મેં આખું ફોર્મ ભરીને આપ્યું છે.

English summary
coronavirus: kanika kapoor tested positive, booked for negligence
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X