રાજપાલ યાદવને રાહત, હાલ સજા સ્થગિત
નવી દિલ્હી, 11 ડિસેમ્બર : હાસ્ય અભિનેતા રાજપાલ યાદવ તથા તેમના પત્નીની સજા દિલ્હી હાઈકોર્ટે મંગળવારે સ્થગિત કરી નાંખી છે. હાઈકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું - 3જી ડિસેમ્બરે અપાયેલ આદેશ આગામી આદેશ સુધી સ્થગિત રહેશે. રાજપાલ ત્રણ દિવસ જેલમાં પસાર કરી ચુક્યાં છે. નિચલી અદાલતે રાજપાલને વગર મંજૂરીએ દિલ્હી અને ભારતની બહાર ન જવાની હિદાયત આપી છે.

રાજપાલ યાદવ પોતાની એક ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે કે જેનું નામ અતા પતા લાપતા. આ ફિલ્મના નિર્માણ માટે રાજપાલ યાદવે બિઝનેસમૅન પાસેથી પાંચ કરોડ રુપિયા લીધા હતાં.












Click it and Unblock the Notifications
