એસએમ રિવ્યૂ : ખાસ મજા ન આવી ચુલબુલ નંબર 2માં

મુંબઈ, 22 ડિસેમ્બર : શુક્રવારે સલમાન ખાનની બહુચર્ચિત ફિલ્મ દબંગ 2 થિયેટરોમાં પહોંચી ગઈ. ફિલ્મને બૉક્સ ઑફિસે પ્રથમ જ દિવસે ભારે ઓપનિંગ મળી છે. ફિલ્મ સમીક્ષકોનું કહેવું છે કે દબંગ 2 તેવી ફિલ્મોમાંની એક છે કે જેને પ્રથમ જ દિવસે કરોડોની સંખ્યામાં દર્શકો મળ્યાં છે. છતાં લોકોને ફિલ્મમાં એટલી મજા નથી આવી રહી કે જેટલી દબંગમાં આવી હતી. લોકોનું કહેવું છે કે આ વખતે સલમાન મિયા એક્શનમાં કમાલ નથી કરી શક્યાં. ફિલ્મ સારી છે, પરંતુ દબંગ જેવી સારી નથી.

Salman-Sonakshi

ફિલ્મ પહેલા ભાગની સિક્વલ છે એટલે સ્વાભાવિક છે કે સરખામણી તો થશે. તેથી લોકોએ પહેલા ભાગ સાથે સરખામણી કરી છે અને તેમને નિરાશા સાંપડી છે. અગાઉ સફળ મીડિયાકર્મી અને હાલ બૅંક કર્મચારી શિવદીપ પાન્ડેએ પોતાની ફેસબુક વૉલ પર ફિલ્મ જોયા બાદ પ્રત્યાઘાત આપ્યા છે કે તેમને દબંગ 2એ નિરાશ કરી છે. ફિલ્મની પટકથા ખૂબ નબળી છે. ફિલ્મના સંવાદ અગાઉ જેટલા સારાં નથી અને નથી ફેવીકૉલ સૉંગ મુન્નીનું સ્થાન લઈ શક્યું. સરવાળે દબંગ 2 નિરાશ કરે છે. એવી જ પ્રતિક્રિયા દિલ્હીના રવિ કિશોર અને સુજાતા મહેતાએ પણ આપી છે.

આપને જણાવી દઇએ કે દબંગ 2 શુક્રવારે ભારતમાં 3500 સ્ક્રીનો પર રિલીઝ થઈ છે અને તેના માટે 100 ટકા એડવાંસ બુકિંગ થઈ હતી. ઉત્તર ભારતના તો અનેક વિસ્તારોમાં સલમાનના ચાહકોએ નિરાશ થવું પડ્યું, કેમ કે એડવાંસ બુકિંગના કારણે પ્રથમ દિવસના શોની ટિકિટ તેઓ મેળવી ન શક્યાં. જોકે દબંગ 2એ સલમાનની જ મેગાહિટ ફિલ્મ એક થા ટાઇગરનો ઓપનિંગ રેકૉર્ડ નથી તોડ્યું, પરંતુ છતાં પ્રથમ દિવસે કમાણીમાં સલમાને આ વર્ષની તમામ હિટ ફિલ્મોને પાછી પાડી દીધી છે. પ્રથમ દિવસની કમાણીની બાબતમાં વર્ષની પ્રથમ હિટ ફિલ્મ કરણ જૌહરની અગ્નિપથ હતી કે જેમાં કાંચા ચીનાને જોવા માટે લોકોએ એડવાંસ ટિકિટો ખરીદી હતી. તેના પગલે પ્રથમ દિવસે જ ફિલ્મે 23 કરોડનો બિઝનેસ કર્યો હતો, પરંતુ 26મી જાન્યુઆરીની રજાના કારણે ફિલ્મને સારો રિસ્પૉન્સ મળ્યો હતો. બીજી બાજુ ચુલબુલ પાન્ડેએ તો વગર રજાએ જ તમામ ફિલ્મોની છુટ્ટી કરી દીધી છે, પરંતુ પ્રથમ દિવસના શોના રિસ્પૉન્સ રૉબિન હુડની તરફેણમાં નથી દેખાતાં. જોકે હજુ કોઈ તારણે પહોંચવું વહેલું ગણાશે. તેથી આગામી બે દિવસ રાહ જોવી જ રહી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X