પ્રથમ સપ્તાહે દબંગ 2ની કમાણી 101 કરોડ રુપિયા
મુંબઈ, 28 ડિસેમ્બર : દિગ્દર્શક તરીકે અરબાઝ ખાનની પ્રથમ ફિલ્મ દબંગ 2એ બૉક્સ ઑફિસે અનેક નવા વિક્રમો સ્થાપ્યાં છે. સાથે જ અનેક જૂના વિક્રમો તોડ્યાં પણ છે. સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાની આ ફિલ્મે બૉક્સ ઑફિસે એક નવું બેંચમાર્ક બનાવ્યું છે. આ ફિલ્મ આ વરસની વગર કોઈ હૉલીડેએ સૌથી વધુ કમાણી કરનાર અને સૌથી જલ્દી 100 કરોડ કમાઈ લેનાર અત્યાર સુધીની બીજી ફિલ્મ બની ગઈ છે.

દબંગ 2 આ વર્ષના સૌથી ખાસ દિવસ એટલે કે 21મી ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થતા અગાઉ જ એટલી ચર્ચામાં આવી ચુકી હતી કે ફિલ્મને પ્રથમ જ દિવસે હાઉસફુલનું ટૅગ મળ્યું. જોકે શનિવારે ફિલ્મના કલેક્શનમાં થોડીક ઓટ આવી, પરંતુ રવિવારે તેણે ફરી છપ્પરફાડ કમાણી કરી. આ ફિલ્મે અક્ષય કુમારની આ વર્ષની સૌઠી હિટ ફિલ્મ રાઉડી રાઠોડનો રેકૉર્ડ પણ તોડ્યો. જોકે દબંગ 2 પોતે સલમાન ખાનની એક થા ટાઇગર ફિલ્મનો રેકૉર્ડ તોડવામાં નિષ્ફળ રહી છે. એક થા ટાઇગર સૌથી જલ્દી 100 કરોડની કમાણી કરનાર ફિલ્મ બની રહી છે. દબંગ 2એ 2010માં આવેલ દબંગનો રેકૉર્ડ જરૂર તોડ્યો છે.
સલમાનની એક થા ટાઇગરે બૉક્સ ઑફિસે નવ દિવસોમાં 156 કરોડ રુપિયા કમાવ્યા હતાં અને પ્રથમ સપ્તાહે તેનું બ્રેકઅપ હતું બુધવારે 32.92 કરોડ, ગુરુવારે 14.50 કરોડ, શુક્રવારે 12.90 કરોડ અને શનિવારે 16.75 કરોડ, રવિવારે 23.06 કરોડ, સોમવારે 20.10 કરોડ, મંગળવારે 16.31 કરોડ, બુધવારે 10.45 કરોડ અને ગુરુવારે 7.5 કરોડ.
દબંગ 2એ સાત દિવસોમાં 101.37 કરોડ રુપિયા કમાવ્યાં. તેનું બ્રેકઅપ હતું શુક્રવારે 21.10 કરોડ, શનિવારે 19.06 કરોડ, રવિવારે 25 કરોડ, સોમવારે 12 કરોડ, મંગળવારે 16 કરોડ, બુધવારે 8.12 કરોડ અને ગુરુવારે 7.75 કરોડ. વગર કોઈ રજાએ કે કોઈ મોટા તહેવારે આ ફિલ્મે સૌથી વધુ કલેક્શન કરી બૉક્સ ઑફિસે નવે રેકૉર્ડ સ્થાપ્યો છે. આશા સેવાઈ રહી છે કે આ ફિલ્મ બીજા સપ્તાહથી વધુ સારૂં કલેક્શન કરશે.












Click it and Unblock the Notifications
