Pics : બિંદાસ્ત આલિયા અફવાઓથી મુંઝાય નહીં!

મુંબઈ, 5 ઑગસ્ટ : મહેશ ભટ્ટના સૌથી નાના દીકરી આલિયા ભટ્ટ પોતાના પપ્પા મહેશ તથા પોતાના સ્ટેપ સિસ્ટર પૂજા ભટ્ટની જેમ જ પોતાના અંગે કોઇકે કંઈ કહેતાં કોઈ ફરક નથી પડતો. પોતાના ખાનદાનની જેમ જ આલિયા બિંદાસ્ત ગર્લ છે. તાજેતરમાં જ એક ઇવેંટ દરમિયાન આલિયાએ જણાવ્યું કે તેમને એ બાબત ઉપર જરાય ગુસ્સો નથી આવતો કે લોકો તેમનું નામ કોઇક હીરો સાથે જોડે છે.

નોંધનીય છે કે આલિયાનું નામ અગાઉ પોતાની પ્રથમ ફિલ્મના કો-સ્ટાર વરુણ ધવન સાથે જોડાયુ હતું અને આજકાલ તેમને બોની કપૂરના પુત્ર અર્જુન કપૂરના ગર્લફ્રેન્ડ બતાવાઈ રહ્યાં છે. માત્ર 19 વર્ષના અભિનેત્રી આલિયા ભટ્ટે બિંદાસ્ત રીતે જણાવ્યું - મને લિંક-અપ્સ બાબતથી કંઈ ફરક નથી પડતો. જેને જેમ કહેવું હોય, તેમ કહે. વરુણ સાથે તો મારૂં નામ ત્યારથી જોડાતુ હતું કે જ્યારે હું તેને મળી પણ નહોતી. આ તો દુનિયા છે. જેને જે મનમાં આવશે, તેમ કહેશે, તેથી આઈ ડોંટ કૅર. પણ જે દિવસે મને પ્રેમ થઈ જશે, તે દિવસે હું આખી દુનિયાને બતાવીશ, કારણ કે મને નથી લાગતું કે આ કોઈ છુપાવવા જેવી બાબત છે.

આલિયા ભટ્ટે પોતાનું બૉલીવુડ કૅરિયર કરણ જૌહર નિર્મિત સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે કર્યુ હતું.

આવો તસવીરો સાથે જાણીએ આલિયા ભટ્ટ અંગે વધુ વિગતો :

હાઈવેમાં આલિયા

હાઈવેમાં આલિયા

આલિયા ભટ્ટ હાલમાં ઇમ્તિયાઝ અલીની ફિલ્મ હાઈવેમાં કામ કરી રહ્યાં છે. તેમની સાથે રણદીપ હુડા પણ છે.

ટૂ સ્ટેટ્સમાં આલિયા

ટૂ સ્ટેટ્સમાં આલિયા

આલિયા ભટ્ટની વધુ એક ફિલ્મ ટૂ સ્ટેટ્સ આવી રહી છે. કરણ જૌહરની આ ફિલ્મમાં આલિયા લીડ રોલ પ્લે કરી રહ્યાં છે. તેમના કો-સ્ટાર અર્જુન કપૂર છે.

વરુણ સાથે ચર્ચા

વરુણ સાથે ચર્ચા

આલિયાની પ્રથમ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયરના કો-સ્ટાર વરુણ ધવન સાથે પણ આલિયાનું નામ જોડાયુ હતું.

બોલ્ડ ગર્લ આલિયા

બોલ્ડ ગર્લ આલિયા

આલિયા ભટ્ટે પ્રથમ ફિલ્મમાં જ લિપ-લૉક સીન આપી સાબિત કરી આપ્યું કે તેઓ એક બોલ્ડ ગર્લ છે.

ખાનદાન ઉપર આલિયા

ખાનદાન ઉપર આલિયા

આલિયા ભટ્ટે પોતાને બિંદાસ્ત ગણાવી સાબિત કરી આપ્યું કે તેઓ પોતાના પપ્પા મહેશ ભટ્ટ અને બહેન પૂજા ભટ્ટની જેમ જ છે. મહેશ-પૂજા અંગે પણ ઘણી ટીકાઓ થતી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X