પદ્મ શ્રી પામી અવાક્ છે વિદ્યા બાલન : જુઓ ફિલ્મી સફર

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 27 જાન્યુઆરી : પદ્મશ્રી ચંદ્રક વિજેતા વિદ્યા બાલને પુરસ્કાર પામ્યા બાદ પોતાના પરિવાર, ઉપરવાળા, દેશ અને દર્શકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે અને આ સફળતા પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું છે કે તેઓ આ પુરસ્કાર પામી બહુ ખુશ છે અને ગૌરવ અનુભવે છે. તેમની પાસે શબ્દો નથી પોતાની આ ખુશી વ્યક્ત કરવા માટે. વિદ્યાએ જણાવ્યું - મારા માટે આ પળ અને ઍવૉર્ડ બંને અનમોલ છે.

ધ ડર્ટી પિક્ચર જેવી બોલ્ડ ફિલ્મો માટે નેશનલ ઍવૉર્ડ જીતનાર વિદ્યા બાલને એકતા કપૂરના ટેલીવિઝન શો હમ પાંચ દ્વારા કૅરિયર શરૂ કર્યુ હતું. ફિલ્મી દુનિયામાં ચોથા ખાન તરીકે જાણીતા વિદ્યા બાલને વર્ષ 2012માં યૂટીવી મોશનના હૅડ સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન કર્યા હતાં. વિદ્યા બાલન સિદ્ધાર્થના ત્રીજા પત્ની બન્યાં છે. તેમની આગામી ફિલ્મ શાદી કે સાઇડ ઇફેક્ટ્સ છે કે જેમાં હીરો ફરહાન અખ્તર છે.

ચાલો જોઇએ વિદ્યા બાલનની મહત્વની ફિલ્મોની તસવીરી ઝલક :

કહાની

કહાની

વિદ્યા બાલને કહાની ફિલ્મ દ્વારા પોતાના અભિનય કૌશલ્યને બૉલીવુડ સમક્ષ સાબિત કરી આપ્યુ હતું.

ઇશ્કિયા

ઇશ્કિયા

ઇશ્કિયા ફિલ્મમાં પણ વિદ્યા બાલને શાનદાર અભિનય દ્વારા પોતાને બૉલીવુડમાં મજબૂત અભિનેત્રી તરીકે સ્થાપિત કર્યા હતાં.

પરિણીતા

પરિણીતા

પરિણીતા ફિલ્મમાં પણ વિદ્યાના અભિનય કૌશલ્યના ખૂબ વખાણ થયાં.

ધ ડર્ટી પિક્ચર

ધ ડર્ટી પિક્ચર

સિલ્ક સ્મિતાના જીવન પર આધારિત ફિલ્મ ધ ડર્ટી પિક્ચર દ્વારા વિદ્યા બાલને સાબિત કરી આપ્યું કે તેઓ એક કુશળ અભિનેત્રી છે. આ ફિલ્મ માટે તેમને નેશનલ ઍવૉર્ડ પણ મળ્યો હતો.

પા

પા

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન સાથેની ફિલ્મ પામાં પણ વિદ્યાએ મહત્વનો રોલ કર્યો હતો.

લગે રહો મુન્નાભાઈ

લગે રહો મુન્નાભાઈ

મૂળત્વે સંજય દત્તની ફિલ્મ હોવા છતા લગે રહો મુન્નાભાઈમાં વિદ્યાએ પોતાના અભિનય કૌશલ્યની છાપ છોડી હતી.

ભૂલભુલૈયા

ભૂલભુલૈયા

અક્ષય કુમારની ફિલ્મ ભૂલભુલૈયામાં વિદ્યાએ મોંજુલિકાના રોલ દ્વારા સૌના વખાણ મેળવ્યા હતાં.

અભિનય મહત્વનો

અભિનય મહત્વનો

ફિલ્મી સફળતાઓ દ્વારા અને હવે પદ્મશ્રી ઍવૉર્ડ પામી વિદ્યા બાલને સાબિત કરી આપ્યું કે સફળતા માટે સ્લીમ બૉડી નહીં, પણ મજબૂત અભિનય ક્ષમતા મહત્વની છે.

English summary
Named for the Padma Shri Saturday, Bollywood actress Vidya Balan found herself 'running out of words' to describe her 'gratitude'. The National award winning talent, who is 'overwhelmed', has dedicated the fourth highest civilian award to her family.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.