દુલ્હનની જેમ તૈયાર થઈને પતિ રણવીર સિંહ સાથે તિરુપતિ પહોંચી દીપિકા, ફોટા વાયરલ

આજે બોલિવુડના મોસ્ટ લવિંગ કપલ્સ કહેવાતા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નની તારીખ છે.

આજે બોલિવુડના મોસ્ટ લવિંગ કપલ્સ કહેવાતા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નની તારીખ છે. આજથી એક વર્ષ પહેલા બંનેએ પોતાના 6 વર્ષના રિલેશન પર લગ્નની મહોર લગાવી હતી. લગ્નની પહેલી વર્ષગાંઠ પર દીપિકા દુલ્હનની જેમ પતિ સાથે તિરુપતિ બાલાજીના દર્શન કરવા પહોંચી છે. મંદિરથી રણવીર અને દીપિકાના ફોટા સામે આવી ચૂક્યા છે કે જે હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

પતિ રણવીર સિંહ સાથે તિરુપતિ પહોંચી દીપિકા પાદુકોણ

તમને જણાવી દઈએ કે ફોટાં દીપિકા-રણવીર બંને બહુ સુંદર અને ખુશ જોવા મળી રહ્યા છે. દીપિકાએ આ પ્રસંગે લાલ રંગની કાંજીવરમ સાડી પહેરેલી છે. વળી, રણવીર સિંહે ગોલ્ડન કલરની શેરવાની અને લાલ દુપટ્ટામાં જોવા મળી રહ્યા છે. બંનેને જોઈને એવુ લાગી રહ્યુ છે કે બંને બસ હમણાં જ લગ્નના મંડપમાંથી ઉઠીને આવ્યા છે.

દીપિકા અને રણવીર

દીપિકા અને રણવીર

મંદિરમાં દર્શન કર્યા બાદ દીપિકા અને રણવીર ત્યાં હાજર પોતાના ફેન્સને પણ મળ્યા. માહિતી મુજબ દીપિકા અને રણવીર પોતાના પરિવારવાળા સાથે કાલે સુવર્ણ મંદિર રવાના થઈ જશે. આ સાથે તે કાલે મુંબઈ પાછા જશે.

ઈટલીના લેક કોમોમાં કર્યા હતા લગ્ન

ઈટલીના લેક કોમોમાં કર્યા હતા લગ્ન

ઉલ્લેખનીય છે કે બોલિવુડના હૉટ લવર્સ દીપવીરે ગયા વર્ષે 14-15 તારીખે ઈટલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા અને તે બાદ જ્યારે બંને ભારત પાછા આવ્યા તો તેમણે ત્રણ-ત્રણ ગ્રાંડ રિસેપ્શન લોકોને આપ્યા હતા. તમને જણાવી દઈએ કે વર્ષ 2013માં દીપિકા અને રણવીર સિંહના સંબંધનો ખુલાસો થયો હતો. બંનેના એક સાથે આવતા પહેલા જ બંનેનુ બ્રેકઅપ થઈ ચૂક્યુ હતુ. જ્યાં દીપિકા ફિલ્મ અભિનેતા રણબીર કપૂર સાથે પ્રેમમાં હતી જ્યારે રણવીર સિંહનુ નામ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે જોડાયુ હતુ પરંતુ બાદમાં અનુષ્કા-રણવીર સિંહ અલગ થઈ ગયા અને દીપિકા-રણબીર કપૂરના રસ્તા પણ અલગ થઈ ગયા.

બોલિવુડની હિટ જોડીઓમાંથી એક છે દીપ-વીર

બોલિવુડની હિટ જોડીઓમાંથી એક છે દીપ-વીર

જો કે લગ્ન પહેલા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ખુલીને પોતાના પ્રેમની વાતો લોકોને કહેતા નહોતા પરંતુ બંને દરેક પાર્ટી, ઈવેન્ટમાં સાથે સાથે જોવા મળતા હતા. બંનેએ સાથે સાથે ત્રણ-ત્રણ હીટ ફિલ્મો રામ લીલા, બાજીરાવ મસ્તાની અને ફિલ્મ પદ્માવત આપી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X