શું કરીનાને કૉપી કરે છે દીપિકા? જુઓ તસવીરો

મુંબઈ, 7 નવેમ્બર : આ કોઈ નવી વાત નથી કે જ્યારે અભિનેત્રીઓ એક-બીજા જેવા ડ્રેસ પહેરી નજરે પડ્યા હોય. અનેક જુદા-જુદા ફેસ્ટિવલ્સ તથા ઈવેંટ્સ દરમિયાન અભિનેત્રીઓને ઘણી વાર સેમ ડ્રેસિસમાં જોવામાં આવતા હોય છે. તાજેતરમાં જ જે બે અભિનેત્રીઓના ડ્રેસિસ કમ્પૅર કરવામાં આવ્યાં, તે છે કરીના કપૂર તથા દીપિકા પાદુકોણે. દીપિકાએ તાજેતરમાં જે ડ્રેસ પહેર્યો હતો, તે કરીના કપૂર દ્વારા થોડાક સમય અગાઉ પહેરાયેલ ડ્રેસ સાથે મહદઅંશે મળતો આવતો હતો.

કરીનાએ થોડાક સમય અગાઉ ફૅમિના મૅગેઝીનના નવેમ્બર એડિશનના ફોટોશૂટ દરમિયાન એક લૉંગ સુંદર ડ્રેસ પહેર્યો હતો. કંઈક એવો જ ડ્રેસમાં દીપિકા પાદુકોણે કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શોના સેટ ઉપર દેખાયા હતાં. ગત 5મી નવેમ્બરે દીપિકા પાદુકોણે પોતાની ફિલ્મના પ્રમોશન માટે કપિલના શોમાં ગયા હતાં અને ત્યાં તેમનો ડ્રેસ સેમ એવો જ હતો કે જેવો કરીનાએ પોતાના ફોટોશૂટ દરમિયાન પહેર્યો હતો.

જોકે આ અગાઉ પણ અનેક વખત અભિનેત્રીઓને એક-બીજા જેવા ડ્રેસિસમાં જોવામાં આવ્યા છે, પણ દીપિકા દ્વારા કરીનાના ડ્રેસને કૉપી કરવું શૉકિંગ હતું. આપણે જાણીએ છીએ કે દીપિકાના ફૅન્સને આ સાંભળી ખૂબ જ આશ્ચર્ય થશે કે દીપિકાએ કરીનાના ડ્રેસને કૉપી કર્યો, પણ અમે ફૅન્સને બતાવવા માંગીએ છીએ કે સામાન્ય રીતે અભિનેત્રીઓએ શું પહેરવું, તે તેમના ડિઝાઇનર્સ નક્કી કરે છે. ડિઝાઇનર્સ જ અભિનેત્રીઓના ડ્રેસિસ ફોટોશૂટ માટે પણ સિલેક્ટ કરે છે.

આવો તસવીરોમાં જોઇએ દીપિકા અને કરીનાના સિમિલર ડ્રેસિસ :

કરીના-દીપિકાના સિમિલર ડ્રેસ

કરીના-દીપિકાના સિમિલર ડ્રેસ

જરા જુઓ આ તસવીર કે જેમાં દીપિકા-કરીનાના ડ્રેસિસ એકદમ એક-બીજાની કૉપી લાગે છે. ડ્રેસના કલરમાં થોડોક ચેંજ છે, પણ આમ છતાં બંનેની સ્ટાઇલ એકદમ સેમ છે.

કરીના કમ્ફર્ટેબલ

કરીના કમ્ફર્ટેબલ

કરીના આ લૉંગ તેમજ એલિજંટ ડ્રેસમાં ખૂબ જ કમ્ફર્ટેબલ નજરે પડે છે. કરીનાએ ફૅમીના મૅગેઝીનના કવર પેજના ફોટોશૂટ દરમિયાન આ ડ્રેસ પહેર્યો હતો.

દીપિકા તો બેસી ગયાં ડ્રેસ પર

દીપિકા તો બેસી ગયાં ડ્રેસ પર

દીપિકા પોતાના આ લૉંગ ડ્રેસને બહુ ફેલાવીને પેઠા છે. તેમણે કરીનાની જેમ આ ડ્રેસમાંથી પોતાના પગ બતાવવાનું જરૂરી નથી માન્યું.

ડ્રેસમાં ડાન્સ

ડ્રેસમાં ડાન્સ

કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શર્માના સેટ પર પોતાની ફિલ્મ રામલીલાના પ્રમોશન દરમિયાન દીપિકાએ આ સુંદર ડ્રેસમાં ડાન્સ પણ કર્યો. દીપિકા પોતાના કો-સ્ટાર રણવીર સિંહ સાથે આ શોમાં હાજર રહ્યા હતાં.

દીપિકા-કરીનાની ફાઇટ

દીપિકા-કરીનાની ફાઇટ

થોડાક સમય અગાઉ કરીના-દીપિકા વચ્ચે કૅટ ફાઇટના સમાચારો આવ્યા હતાં, કારણ કે લવ આજકલ ફિલ્મ દરમિયાન સૈફ-દીપિકાની નિકટતાએ કરીનાને થોડીક ઇનસિક્યોર કરી હતી.

કોણ છે બેસ્ટ

કોણ છે બેસ્ટ

આ લૉંગ સુંદર ડ્રેસમાં જોઈ આપ જ જણાવો કે કોણ વધુ સુંદર લાગે છે. કરીના કે દીપિકા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X