For Quick Alerts
For Daily Alerts
યે બાત હજમ નહીં હુઈ : ધોનીના સંન્યાસ અંગે દીપિકા મૌન કેમ?
મુંબઈ, 31 ડિસેમ્બર : ક્રિકેટની દુનિયાના જાણીતા ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની દ્વારા ટેસ્ટ મૅચમાંથી સંન્યાસ લેવાની ખબરથી આખું ખેલ જગત તથા બૉલીવુડ આશ્ચર્યચકિત છે.
T 1722 - It requires courage and immense self assessment to accept that you are done. Thank you MS, you gave us all moments of great pride !
— Amitabh Bachchan (@SrBachchan) December 30, 2014
કેટલીક સેલિબ્રિટીઓએ મીડિયા સામે આવી ધોનીના આ નિર્ણયને ટેકો આપ્યો અને તેમના આ નિર્ણયનું સન્માન કર્યું, તો અમિતાભ બચ્ચને ટ્વિટર પર જઈ લખ્યું - ધોનીનો આ નિર્ણય ખૂબ જ મુશ્કેલ હતો, પરંતુ તેમના આ નિર્ણયનું હું હૃદયપૂર્વક સમર્થન કરુ છું.
પરંતુ આ દરમિયાન એક વાત ન સમજાણી કે દીપિકા પાદુકોણે આ સમગ્ર બાબતમાં કેમ મૌન અને શાંત છે? દીપિકા ભલે માલદીવમાં ન્યુ ઈયરની ઉજવણી કરવા ગયા હોય, પણ ટ્વિટર તો હાજર જ છે. લાંબા સમય સુધી ધોની સાથે અફૅરના પગલે ચર્ચામાં રહેનાર દીપિકાનું મૌન સમજાતુ નથી.
આ એ જ દીપિકા પાદુકોણે છે કે જેમના પ્રેમમાં ઘેલા મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના લાંબા વાળ કપાવી ટુંકા કરી નાંખ્યા હતાં, પરંતુ દીપિકાએ ધોનીના આટલા મોટા નિર્ણય અંગે કોઈ પ્રત્યાઘાત નથીઆપ્યાં. અહીં સુધી કે ટ્વિટર પર પણ દીપિકા દ્વારા આ અંગે કોઈ ટ્વીટ નથી કરવામાં આવ્યું.
જોકે લોકો આશા સેવતા હતાં કે ધોનીના આટલા મોટા નિર્ણય અંગે દીપિકા ચોક્કસ કંઇક કહેશે, પણ દીપકાનું આ મૌન કોઇક બીજી જ બાજુ ઇશારો કરી રહી છે. એમ લાગે છે કે કદાચ દીપિકાના હૃદયમાં ધોનીનો પ્રેમ ઓછો થઈ ગયો છે અથવા તો તેમને હવે આવી વાતોથી કોઈ ફરક નથી પડતો.
ખેર, એક વાત આ પણ હોઈ શકે કે દીપિકાએ પોતાની અંગત લાઇફને પબ્લિકલી ન લાવવાના ચક્કરમાં પર્સનલી ધોની સાથે વાત કરી લીધી હોય અને તેથી તેમણે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ વડે ધોનીના આ નિર્ણય અંગે કોઈ કૉમેંટ ન કરી.
નોંધનીય છે કે દીપિકા પાદુકોણે બૉલીવુડમાં પોતાના અફૅર અંગ સતત ચર્ચામાં રહેતા આવ્યા છે. સિદ્ધાર્થ માલ્યા, યુવરાજ સિંહ, ધોની, રણબીર કપૂર સુધી અનેક સેલિબ્રિટીઓના નામ દીપિકા સાથે જોડાઈ ચુક્યા છે અને હાલ દીપિકા પાદુકોણે તથા રણવીર સિંહ વચ્ચે જોરદાર રોમાંસ ચાલી રહ્યો છે.