કાન્સના બીજા દિવસે પણ કન્ટિન્યુ છે દીપિકાની ફેશન પરેડ!

Posted By:
Subscribe to Oneindia News

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહેલા દિવસે જ દીપિકાએ સાબિત કરી દીધું હતું કે ફેશનના મામલે તે કોઇથી કમ નથી. દીપિકા પાદુકોણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ખરેખર પોતાના લૂક્સથી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે દીપિકાએ કાન્સમાં ડેબ્યૂ કર્યું છે. દીપિકાના કાન્સના ત્રણ લૂક અમે ઓલરેડી તમારી સાથે શેર કરી ચૂક્યાં છે. હવે આગળ જુઓ બીજા દિવસે દીપિકાનો કયો અંદાજ લોકોને જોવા મળ્યો....

રણબીરનું ટેટૂ

રણબીરનું ટેટૂ

જો કે, બીજા દિવસની વાત કરતાં પહેલા, કાન્સના પહેલા દિવસે દીપિકાની પ્રેસ મીટ દરમિયાન જે ચર્ચા શરૂ થઇ એની પર નજર નાંખીએ. પ્રેસ મીટમાં દીપિકાએ પહેરેલ આ સિલ્કી ડ્રેસ ઉપરાંત તેના ટેટૂએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ઘણા વખત પહેલાં ખબરો આવી હતી કે, દીપિકાએ ટેટૂ કઢાવી નાંખ્યું છે. પરંતુ એ વાત ખોટી છે, આરકે(રણબીર કપૂર)નું ટેટૂ હજુ પણ તેની ગરદન પર જોઇ શકાય છે.

કાન્સમાં બીજો દિવસ

કાન્સમાં બીજો દિવસ

દીપિકાની કાન્સમાં બીજા દિવસની શરૂઆત આ ડ્રેસ સાથે થઇ. દીપિકાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાતે આ ફોટો પોસ્ટ કર્યો હતો. સ્કિન ફિટ યલો ડ્રેસમાં દીપિકા ખૂબ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે.

ફેશન સેન્સ

ફેશન સેન્સ

ફેશન સેન્સના મામલે દીપિકાને હંમેશા ક્રિટિસિઝમનો સામનો કરવાનો વારો આવ્યો છે. જો કે, કાન્સમાં દીપિકાએ પોતાની ફેશન સેન્સથી સૌને ચોંકાવી દીધા છે. દીપિકાનો કાન્સમાં બીજા દિવસનો સવારનો આ લૂક પણ અત્યંત લોકપ્રિય થયો છે.

બાર્બી લૂક

બાર્બી લૂક

કાન્સના બીજા દિવસનો બીજો લૂક. દીપિકાનો બીજા દિવસનો અન્ય એક લૂક પણ સામે આવ્યો છે અને તે આ છે. અહીં પિંક શોર્ટ ડ્રેસમાં દીપિકા જોવા મળી હતી. આ વખતે દીપિકાના કાન્સના આઉટફિટ્સમાં ભાગ્યે જ કોઇ ક્રિટિક્સ ભૂલ કાઢી શકે એમ છે.

પહેલો દિવસ

પહેલો દિવસ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના પહેલા દિવસે દીપિકા બ્લેક એન્ડ પર્પલ કલરના આ અત્યંત હોટ અને બોલ્ડ ગાઉનમાં જોવા મળી હતી. દીપિકાના આ લૂકથી લોકો આશ્ચર્યચકિત પણ થઇ ગયા હતા અને ઇમ્પ્રેસ પણ.

ફર્સ્ટ ડે ફર્સ્ટ લૂક

ફર્સ્ટ ડે ફર્સ્ટ લૂક

દીપિકાનો કાન્સનો સૌપ્રથમ લૂક હતો આ. રેડ ફ્લોરલ ગાઉનમાં દીપિકા ઠીક-ઠાક લાગતી હતી, તેના આ લૂકને મિક્સ રિસ્પોન્સ મળ્યો હતો અને એવી વાતો પણ ફરતી થઇ હતી કે ક્યાંક ફરીથી દીપિકા ફેશન ક્રિટિક્સના નિશાના પર ન આવી જાય.

પ્રેસ મીટ

પ્રેસ મીટ

જો કે, દીપિકાએ તેના સ્ટનિંગ રેડ કાર્પેટ લૂક અને પ્રેસ મીટના લૂકથી સૌને ચૂપ કરી દીધા હતા. મીડિયા સાથે ઇન્ટરએક્ટ કરતી વખતે પણ તે અત્યંત ખુશ અંદાજમાં દેખાઇ હતી અને તેના લૂક્સ વિશે તો કંઇ કહેવાની જરૂર જ નથી.

English summary
Deepika Padukone looks bright as sunshine, as she starts days 2 in Cannes 2017..
Please Wait while comments are loading...