Video: મા ઉજ્જલા સાથે દીપિકા પાદુકોણની આ એડ થઈ રહી છે હિટ
બોલિવુડ હસીના દીપિકા પાદુકોણે હાલમાં જ અભિનેતા રણવીર સિંહ સાથે લગ્ન કર્યા છે. ભલે તે આજે કોઈની પત્ની, બોલિવુડની જાણીતી અભિનેત્રી અને એક અમીર પરિવારની વહુ છે પરંતુ તે આજે પણ પોતાના માતાપિતાની લાડકી દીકરી છે જેના પર તેમના માતાપિતાને ગર્વ છે. આ માત્ર અમારુ કહેવુ નથી પરંતુ દીપિકાની મમ્મી ઉજ્જલાનું પણ છે. જે તાજેતરમાં દીપિકા સાથે કોલગેટની નવી એડમાં જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ ગિન્નીના પિતાએ કપિલ શર્મા સાથે લગ્ન કરવા કર્યો ઈનકાર, જાણો કેમ, Shock!

મા ઉજ્જલાએ કહ્યુ- દીપિકા અમારુ ગર્વ છે
એડ વીડિયોમાં માત્ર ટૂથપેસ્ટનો પ્રચાર નથી પરંતુ તેમાં દીપિકાની અત્યાર સુધીની સફરની કહાની છે. વીડિયોમાં દીપિકાની મા કહી રહી છે કે અમારો આખો પરિવાર સ્પોર્ટ્સ બેકગ્રાઉન્ડથી છે. દીપિકાના પપ્પા પ્રકાશ પાદુકોણ પોતે એક લીજેન્ડ છે. અમે બધા એવુ જ વિચારતા હતા કે દીપિકા પણ કદાચ સ્પોર્ટ્સ ફિલ્ડમાં જશે પરંતુ દીપિકાએ એક દિવસ સવારે ઉઠીને કહ્યુ કે હું બોમ્બે જવા ઈચ્છુ છુ અને અભિનેત્રી બનવા ઈચ્છુ છુ અને હું વચન આપુ છુ તમને કે એક દિવસ તમને મારા પર ગર્વ થશે. આજે હું કહી શકુ કે તે એકદમ સાચી સાબિત થઈ.

મને ખબર હતી કે ક્યારે, શું કરવાનું છેઃ દીપિકા પાદુકોણ
જેને સાંભળીને દીપિકા એકદમ ભાવવિભોર બની જાય છે, દીપિકા કહે છે કે મારી સામે બધુ પહેલેથી જ ક્લીઅર હતુ. ક્યારે મારે શું કરવાનું છે. તમારી હિટ અને ફ્લોપ ફિલ્મો બંને તમને કંઈક શીખવાડીને જ જાય છે અને મુશ્કેલ સમયમાં અંદરથી સ્માઈલ કરવાનું જ તમને મજબૂત બનાવે છે. મા-દીકરીનો આ વીડિયો ખૂબ જ ક્યુટ અને ઈમોશનલ છે અને એટલા માટે તે સોશિયલ મીડિયા પર હાલમાં ઘણો ચર્ચિત છે.

મુશ્કેલ સમયમાં સ્મિત કરવાથી તમે મજબૂત બનો છો
તમને જણાવી દઈએ કે પ્રકાશ પાદુકોણમ અને ઉજ્જલાની મોટી દીકરી દીપિકા પાદુકોણે સ્ટેટ લેવલ સુધી બેડમિન્ટન રમ્યુ છે. તે શટલર ક્વીન સાયના નહેવાલ સાથે પણ રમી ચૂકી છે. તેમણે બોલિવુડમાં ફરાહ ખાન નિર્દેશિત ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ' થી બોલિવુડમાં પગ મૂક્યો હતો. જેમાં તેના કો-સ્ટાર શાહરુખ ખાન હતા અને આ ફિલ્મ એક મોટી હિટ હતી.
આ પણ વાંચોઃ #MeToo: તનુશ્રી દત્તા-નાના પાટેકર કેસમાં ડેઝી શાહને સમન, મુંબઈ પોલિસ કરશે પૂછપરછ
View this post on InstagramA post shared by #DEEPVEERWALE (@magicaldeepikapadukone) on Nov 27, 2018 at 4:30am PST