For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

VIDEO: જિંદગીનો આ કિસ્સો જણાવતા રોઈ પડી દીપિકા પાદુકોણ

World Mental Health Day ના પ્રસંગે દીપિકા પાદુકોણે ફેન્સને ડિપ્રેશન સામે પોતાની લાંબી લડાઈ વિશે જણાવ્યુ.

|
Google Oneindia Gujarati News

World Mental Health Day ના પ્રસંગે દીપિકા પાદુકોણે ફેન્સને ડિપ્રેશન સામે પોતાની લાંબી લડાઈ વિશે જણાવ્યુ. દીપિકા તે સ્ટાર્સમાંની એક છે જે મેન્ટલ ઈલનેસ અંગે ખુલીને બોલે છે. વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેના પ્રસંગે દીપિકાએ પોતાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે ડિપ્રેશન અને માનસિક બિમારી વિશે જણાવ્યુ છે. દીપિકાએ લોકોને આગ્રહ કર્યો છે કે તે ડિપ્રેશન માટે શરમ ન અનુભવે અને આ વિશે લોકો પાસે ખુલીને મદદ માંગે.

દીપિકાએ જણાવ્યુ કેવી રીતે લડી લડાઈ

દીપિકાએ જણાવ્યુ કેવી રીતે લડી લડાઈ

વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેના પ્રસંગે એક વીડિયો જારી કરીને દીપિકાએ લોકોને ડિપ્રેશન અંગે વાત કરવાનો આગ્રહ કર્યો. ડિપ્રેશન વિશે વાત કરતા દીપિકાની આંખો ભીની થઈ ગઈ. પોતાના તે દિવસોને યાદ કરતા દીપિકાએ જણાવ્યુ કે જ્યારે તે ડિપ્રેશનમાં હતી ત્યારે તેને સવારે ઉઠવાનો સૌથી વધુ ડર લાગતો હતો. તેને રોજ એ વાતનો ડર રહેતો કે તેને સવારે ઉઠીને લોકોને ફેસ કરવા પડશે અને તેમને મળવુ પડશે. અભિનેત્રીએ કહ્યુ કે તેને આજે પણ અલાર્મના અવાજથી ડર લાગે છે.

આ પણ વાંચોઃ Me Too: આમિર ખાને યૌન શોષણના આરોપી ડાયરેક્ટરની ફિલ્મ છોડીઆ પણ વાંચોઃ Me Too: આમિર ખાને યૌન શોષણના આરોપી ડાયરેક્ટરની ફિલ્મ છોડી

‘લોકો સામે હસતા રહેવુ ઘણુ મુશ્કેલ હતુ'

‘લોકો સામે હસતા રહેવુ ઘણુ મુશ્કેલ હતુ'

દીપિકાએ કહ્યુ કે રોજ કામ પર જવુ તેના માટે એક ચેલેન્જ હતુ. ‘મને લોકોથી ઘેરાયેલા રહેવામાં ડર લાગતો હતો. હું હંમેશા વિચારતી કે જો તૂટી ગઈ તો શું થશે? મને ડર લાગતો હતો કે લોકો મને આ હાલતમાં જોઈ લેશે તો શું થશે?' દીપિકાએ કહ્યુ કે લોકો સામે સામાન્ય રહેવુ અને હસતા રહેવુ તેના માટે ઘણુ મુશ્કેલ હતુ. દીપિકાએ કહ્યુ કે તેને લાગે છે કે જો તેની પાસે તે સમયે વાતો કરવા માટે કોઈ હોત તો તેને ઘણી મદદ મળત.

અભિનેત્રીએ લોકોને આ વિશે વાત કરવા કહ્યુ

દીપિકાએ કહ્યુ કે તે આશા રાખે છે કે તેની કહાનીથી લોકોને હિંમત મળશે અને તે આના વિશે ખુલીને વાત કરશે. તેમણે કહ્યુ કે ભારતમાં ડિપ્રેશન સામે ઝઝૂમી રહેલા 90 ટકા લોકો આના ઈલાજ માટે ડૉક્ટર પાસે જતા નથી. દીપિકાનો 2014 માં ક્લિનિકલ ડિપ્રેશનનો ઈલાજ થયો છે. તેણે મેન્ટલ ઈલનેસ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે ‘ધ લિવ લવ લાફ ફાઉન્ડેશન' પણ શરૂ કર્યુ છે.

આ પણ વાંચોઃ કૈલાશ ખેરે મારી જાંઘ પર હાથ રાખીને કહ્યુ તુ બહુ સુંદર છેઃ સોના મહાપાત્રાઆ પણ વાંચોઃ કૈલાશ ખેરે મારી જાંઘ પર હાથ રાખીને કહ્યુ તુ બહુ સુંદર છેઃ સોના મહાપાત્રા

English summary
Deepika Padukone Shares Her Battle With Clinical Depression, Tell People To Seek Help.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X