બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં પહોંચી દીપિકા પાદુકોણ, બગડી ગઈ તબિયત, શેર કર્યો આ ફોટો
બોલિવુડની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક દીપિકા પાદુકોણના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. બેંગલુરુમાં પોતાની મિત્રના લગ્ન અટેન્ડ કરવા ગયેલી દીપિકાએ ત્યાં એટલી મસ્તી કરી કે તેને તાવ આવી ગયો છે. પોતાની તબિયત વિશે ખુદ દીપિકાએ ખુલાસો કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરીન લખ્યુ કે જ્યારે તમે તમારી સૌથી સોરી દોસ્તના લગ્નમાં બહુમસ્તી કરી લોક તો કંઈક આવુ થઈ જાય છે.

દીપિકા પાદુકોણની તબિયત થઈ ખરાબ
દોસ્તના લગ્ન હોય અને તેના સૌથી બેસ્ટ ફ્રેન્ડ મસ્તી ના કરે તો એવુ તો કઈ રીતે થઈ શકે છે. કંઈક આવુ જ દીપિકા પાદુકોણ સાથે પણ થયુ જ્યારે તે પોતાના પતિ અને સુપરસ્ટાર રણવીર સિંહ સાથે દોસ્તના લગ્ન પહોંચી. ત્યાં તેણે જોરદાર મસ્તી કરી, દીપિકાના ફોટા પણ સામે આવ્યા છે. લગ્ન બાદ તરત જ દીપિકા પાદુકોણને તાવ આવી ગયો અને તે ઘરે પાછી આવી ગઈ. દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને ખુદની તબિયત સારી ન હોવાનો ખુલાસો કર્યો.

ફેન્સે માંગી જલ્દી સાજા થવાની દુઆ
દીપિકાની બેસ્ટ ફ્રેન્ડ ઉર્વશી કેસવાનીના લગ્ન બેંગલુરાં થયા. દીપિકા છેલ્લા ઘણા દિવસોથી આ લગ્ન માટે બેંગલુરુમાં રોકાયેલી છે. લગ્નના દરેક ફંક્શનને દીપિકાએ અટેન્ડ કર્યુ અને જોરદાર મસ્તી કરી. તેમની સાથે રણવીર પણ ત્યાં હાજર હતા અને દીપિકાનો સાથ આપી રહ્યા હતા. લગ્નમાં બિમાર થયા બાદ દીપિકાના ફેન્સ તેમના જલ્દી સાજા થવાની દુઆ કરી રહ્યા છે. દીપિકાએ લગ્નના ફોટા પણ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યા છે.
આ પણ વાંચોઃ શ્વેતા તિવારીએ પોતાના લગ્નને ગણાવ્યો ઝેરીલો ઘા, પતિ અભિનવ પર લગાવ્યા આરોપ
|
દીપિકા પાદુકોણે પહેરી આ ડ્રેસ
દોસ્તના લગ્નમાં દીપિકા પાદુકોણે ગોલ્ડન સાડી પહેરી જેમાં તે બહુ સુંદર લાગી રહી હતી. ગોલ્ડન સાડીમાં દીપિકાને જોઈ ઘણા લોકોને તેના રિસેપ્શનની યાદ આવી ગઈ. દીપિકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે પોતાની આવનારી ફિલ્મ ‘છપાક'માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં મેઘના ગુલઝારે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ એસિડ હુમલાની પીડિતાઓ પર આધારિત છે. આ ઉપરાંત દીપિકા પોતાના પતિ રણવીરની ફિલ્મ 83માં પણ જોવા મળશે.