• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બીજાનું સારૂં કરનારને પોતાના માટે સમય નથી મળતો

|

મુંબઈ, 8 ડિસેમ્બર : બૉલીવુડના હી મૅન તરીકે જાણીતાં એક્ટર ધર્મેન્દ્ર એટલે કે ધર્મેન્દ્ર સિંહ દેઓલનો આજે 77મો જન્મ દિવસ છે. તાજેતરમાં જ ધર્મેન્દ્રે ટ્વિટ કર્યુ હતું કે તેઓ સાઉથ આફ્રિકા જઈ રહ્યાં છે. શક્ય છે કે તેઓ પોતાનો જન્મ દિવસ હાલ સાઉથ આફ્રિકામાં જ ઉજવતાં હોય. ધર્મેન્દ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક હૅન્ડસમ અભિનેતા રહ્યાં છે. તેમણે પોતાની એક્ટિંગના બળે લાખો દિલો પર રાજ કર્યું છે. તેમની રોમાન્ટિક ફિલ્મો તો આજે પણ લોકોને ખૂબ ગમે છે.

સને 1960માં દિલ ભી તેરા હમ ભી તેરે ફિલ્મ સાથે બૉલીવુડમાં પોતાનું કૅરિયર શરૂ કર્યા પછી આજ સુધી ધર્મેન્દ્ર એક્ટિંગની દુનિયામાં જામેલા જ છે. ધર્મેન્દ્ર આજકાલ નાના પડદે પણ જજ તરીકે દેખાય છે. ઇન્ડિયા ગૉટ ટૅલેંટની છેલ્લી અનેક સીઝનમાં ધર્મેન્દ્ર જજ તરીકે દેખાયાં છે. એક્ટિંગ સાથે જ તેઓ રાજકારણમાં રહ્યાં છે. ધર્મેન્દ્રની હિટ ફિલ્મોમાં ફૂલ ઔર પત્થર, બંદિની, સીરત, અનપઢ, પૂજા કે ફૂલ, આયી મિલન કી બેલા, શોલે, કાજલ, મૈં ભી લડકી હૂં, ધરમવીર, રાજા જાની, શોલે, જુગનૂ, દોસ્ત, ચરસ, શરારત, ગુલામી, પત્થર ઔર ફૂલ, મેરા ગાંવ મેરા દેશ, યાદોં કી બારાત, રેશમ કી ડોરી, આયે દિન બહાર કે વિગેરેનો સમાવેશ થાય છે.

ધર્મેન્દ્રે બૉલીવુડના ડ્રીમ ગર્લ હેમા માલિની સાથે લગ્ન બાદ પણ પોતાને બૉલીવુડના હીટ હીરો તરીકે જાળવી રાખ્યાં. તેમના બંને પુત્રો સન્ની દેઓલ તેમજ બૉબી દેઓલ પણ બૉલીવુડના જાણીતાં હીરો રહ્યાં છે, પરંતુ ધર્મેન્દ્રની જેમ તેમના પુત્રોને સફળતા મળી નથી. તેમના પુત્રી એશા દેઓલ પણ ખાસ સફળતા મેળવી શકી નહીં. નિર્માતા તરીકે ધર્મેન્દ્રે પોતાના પુત્રો માટે કેટલીક ફિલ્મો બનાવી.

ધરમ-ગરમ ટ્વિટ્સ

ધરમ-ગરમ ટ્વિટ્સ

ધર્મેન્દ્રની પ્રથમ ફિલ્મ આવી હતી 1960માં. તેનું નામ હતું દિલ ભી તેરા હમ ભી તેરે. તેઓ છેલ્લે 2011માં ટેલ મી ઓ ખુદા ફિલ્મમાં દેખાયા હતાં.

ધરમ-ગરમ ટ્વિટ્સ

ધરમ-ગરમ ટ્વિટ્સ

જ્યારે હું પોતાની જાત ઉપર હસું છું, તો મારી ઉપરથી બોઝ હળવો થઈ જાય છે.

ધરમ-ગરમ ટ્વિટ્સ

ધરમ-ગરમ ટ્વિટ્સ

તે જે સારાઈ કરવામાં બહુ વધારે વ્યસ્ત છે, પોતે સારો થવા માટે સમય કાઢી નથી શકતો.

ધરમ-ગરમ ટ્વિટ્સ

ધરમ-ગરમ ટ્વિટ્સ

જે કઈં આપણું છે તે આપણાં સુધી આવે છે; જો આપણે તેને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતા હોઇએ.

ધરમ-ગરમ ટ્વિટ્સ

ધરમ-ગરમ ટ્વિટ્સ

દરેક મુશ્કેલી કે જેનાથી આપ મોઢુ ફેરવી લો છો, એક ભૂત બની આપની ઉંઘમાં અવરોધ નાંખશે.

ધરમ-ગરમ ટ્વિટ્સ

ધરમ-ગરમ ટ્વિટ્સ

પાંખડીઓ તોડી આપ ફૂલનું સૌંદર્ય એકઠું ન કરી શકો.

ધરમ-ગરમ ટ્વિટ્સ

ધરમ-ગરમ ટ્વિટ્સ

શિક્ષણ પોતાના ક્રોધ કે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવ્યા વગર લગભગ કઈં પણ સાંભળવાની ક્ષમતા ધરાવે છે.

ધરમ-ગરમ ટ્વિટ્સ

ધરમ-ગરમ ટ્વિટ્સ

આપ તે છો કે જે આપ રહી ચુક્યાં છે. આપ તે હશો કે જે આપ હમણાં કરશો.

ધરમ-ગરમ ટ્વિટ્સ

ધરમ-ગરમ ટ્વિટ્સ

એક સફળ વ્યક્તિ બનવાની કોશિશ ના કરો, પણ મૂલ્યો પર ચાલનાર વ્યક્તિ બનો.

ધરમ-ગરમ ટ્વિટ્સ

ધરમ-ગરમ ટ્વિટ્સ

કત્લ હુઆ હમારા ઇસ તરહ કિશ્તોં મેં, કભી ખંજર બદલ ગયે કભી કાતિલ બદલ ગયે...!!

lok-sabha-home

English summary
Dharmendra is celebrating his 77th birthday today. Dharmendra started hie caree in 1960 released Dil Bhi Tera Hum Bhi Tere. Recently he was seen in Tv show India's Got Talent as a judge. Dharmendra still active in Bollywood and do not want to retire.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more