
પાકિસ્તાનનો સર્વોચ્ચ અવૉર્ડ લીધા બાદ દિલીપ કુમારને કહેવામાં આવ્યા હતા દેશદ્રોહી
ભારતના સૌથી મહાન અભિનેતાઓમાં શામેલ દિલીપ કુમારનુ 7 જુલાઈના રોજ નિધન થઈ ગયુ અને તેમના સુપુર્દ-એ-ખાક થયા બાદ સહુ કોઈ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. દિલીપ કુમારનો જન્મ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો અને આના કારણે તેમને પાકિસ્તાન સાથે ઘણો લગાવ હતો. દિલીપ કુમારનુ અસલી નામ યુસુફ ખાન છે. જાણીતી અભિનેત્રી દેવિકા રાનીએ તેમને હિંદી ફિલ્મોમાં બ્રેક અપાવી ત્યારે તેમને પોતાનુ સ્ક્રીન નેમ બદલવા માટે કહ્યુ. યુસુફ સાહેબ અભિનયના પ્રેમમાં એવા ડૂબ્યુ કે યુસુફમાંથી દિલીપ થઈ ગયા. એક ઈન્ટરવ્યુમાં દિલીપ કુમારને પૂછવામાં આવ્યુ કે શું ક્યારેય દિલીપ પર યુસુફ કે યુસુફ પર દિલીપ હાવી નથી થતા? ત્યારે જવાબમાં દિલીપ કુમારે કહ્યુ કે ખરેખર દિલીપ અને યુસુફ વચ્ચે ઘમાસાણ થતુ રહે છે. ક્યારેક દિલીપ પર યુસુફ અને યુસુફ પર દિલીપ હાવી થઈ જાય છે અને આ કશ્મકશ ચાલતી રહે છે.

દેશભક્તિ પર સવાલ ઉઠવા લાગ્યા
પાકિસ્તાનમાં દિલીપ કુમારનુ જૂનુ ઘર છે અને ઘણા વર્ષો પહેલા પાકિસ્તાનમાં દિલીપ સાહેબને ત્યાં સર્વોચ્ચ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. દિલીપ સાહેબે તેને કબુલ્યો ત્યારે તેમની દેશભક્તિ પર સવાલ ઉઠવા લાગ્યા હતા. જો કે પહેલા તો દિલીપ સાહેબને લાગ્યુ કે મામલો જલ્દી ઉકેલાઈ જશે પરંતુ તેમ ન બન્યુ. આ સમ્માન લીધા બાદ દિલીપ કુમારને ભારતમાં ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને શિવસનાએ દિલીપ કુમાર માટે મુંબઈમાં રહેવાનુ જ મુશ્કેલ કરી દીધુ હતુ.

દેશદ્રોહી ગણાવી દેવામાં આવ્યા
1998માં જ્યારે દિલીપ કુમારને પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સમ્માન નિશાન-એ-ઈમ્તિયાઝથી નવાઝવામાં આવ્યા હતા. એ સમયે મહારાષ્ટ્રમાં શિવસેના સરકારનો હિસ્સો હતી અને તેમણે દિલીપ કુમારના આ સમ્માનનો વિરોધ કર્યો હતો. દિલીપ કુમારની દેશભક્તિ પર સવાલ ઉઠવા લાગ્યા હતા અને તેમને દેશદ્રોહી સુદ્ધા ગણાવી દેવામાં આવ્યા હતા. 1999માં ભારત-પાકિસ્તાન કારગિલ યુદ્ધે આ મામલાને વધુ ગૂંચવી દીધો. આખા દેશમાં પાકિસ્તાન સામે ઘણો ગુસ્સો હતા. શિવસેનાએ તો દિલીપ કુમારના ઘરની બહાર ધરણા પણ શરૂ કરી દીધા હતા.

અટલજીને લખ્યો પત્ર
ત્યારબાદ દિલીપ કુમારે એ વખતના પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને આ સમ્માન રાખવુ કે ના રાખવુ એ અંગે સલાહ લેવી પડી. અટલ બિહારી વાજપેયીએ દિલીપ કુમારને આ સમ્માન કબૂલ કરવાની સલાહ આપી ત્યારબાદ દિલીપ કુમારે તેને પાછો ન આપવાનો નિર્ણય કર્યો. જો કે આ દરમિયાન તેઓ એટલા પરેશાન થઈ ચૂક્યા હતા કે તેમણે દિલ્લીમાં એક ઘર પણ ખરીદી લીધુ હતુ અને હંમેશા માટે મુંબઈ છોડવાનુ મન બનાવી ચૂક્યા હતા.

દિલીપ કુમાર સાચા દેશભક્ત
ત્યારબાદ અટલ બિહારી વાજપેયી દિલીપ સાહેબના બચાવમાં આગળ આવ્યા અને તેમણે સ્પષ્ટ કહ્યુ કે દિલીપ કુમારની ફિલ્મો, તેમની દેશભક્તિના પુરાવા માટે પૂરતી છે. તેમના પર એ દબાણ કરવુ કે પાકિસ્તાનથી મળેલ પુરસ્કાર પાછો આપી દે તો એ ખોટુ છે. આ નિર્ણય માત્ર દિલીપ કુમારનો હોવો જોઈએ કે તેમણે આ સમ્માન રાખવાનુ છે કે નહિ. ઉલ્લેખનીય છે કે દિલીપ કુમારનો જન્મ પાકિસ્તાનના કિસ્સા ખવાની બજારમાં થયો હતો. તેમના પિતા એક જમીનદાર હતા અને ફળોના વેપારી હતા જેમના પેશાવર અને દેવલાલીમાં ફળોના બાગ હતા.