For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલમાન ખાને આપી પરોપકારની શિખામણ

|
Google Oneindia Gujarati News

ગુડગાંવ, 2 મે : બૉલીવુડ અભિનેતા સલમાન ખાને લોકોને પરોપકારની શિખામણ આપતાં જણાવ્યું કે આપણે પ્રત્યક્ષ રીતે પરોપકારના કાર્યો કરવા જોઇએ. સલમાન પોતાની સંસ્થા બીઇંગ હ્યૂમન વડે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં ફાળો આપે છે.

salman-khan

હૃદય રોગથી પીડાતા લગભગ 500 બાળકોની સારવાર માટે શરૂ કરાયેલ ઝુંબેશ ધ લિટલ હર્ટ્સના પ્રચાર અભિયાનમાં ભાગ લેવા સલમાન ખાન બુધવારે ગુડગાંવ પહોંચ્યા હતાં. બીઇંગ હ્યૂમને ફોર્ટીઝ ફાઉંડેશન સાથે મળી આ ઝુંબેશ શરૂ કરી છે.

સલમાન ખાને પત્રકારોને જણાવ્યું - પરોપકરાનું કામ દરેક વ્યક્તિ કરે છે, પરંતુ તે પોતાના કામની ચર્ચા નથી કરતી. કેટલાંક લોકો પોતાના વ્યક્તિગત ફાયદા તથા પ્રસિદ્ધિ માટે પરોપકાર કરે છે, પરંતુ કેટલાંક લોકો સ્વાભિવકપણે પરોપકાર કરે છે. હું કહુ છું, આપ કોઈ પણ કારણે પરોપકારના કાર્યો કરો, પણ કરો જરૂર.

સલમાન ખાને ફોર્ટીઝ હૉસ્પિટલમાં પોતાના કપડાના બ્રાન્ડ બીઇંગ હ્યૂમનની એક દુકાનનો પણ પ્રારંભ કર્યો કે જેમાં પુરુષો અને બાળકોના કપડાં ઉપલબ્ધ છે. નોંધીય છે કે સલમાન ખાનની આગામી ફિલ્મ મેંટલ છે કે જે સોહેલ ખાન બનાવી રહ્યાં છે.

English summary
Do charity and do it directly, suggests actor Salman Khan, who contributes to various social activities through his charitable organisation Being Human.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X