Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એવલિન શર્માએ ફરીથી પોસ્ટ કર્યો બ્રેસ્ટ ફીડિંગનો ફોટો, જણાવ્યુ - કેમ વારંવાર બતાવી રહી છે આવા Pics

એવલિન શર્માએ ખુલાસો કર્યો છે કે છેવટે કેમ તે વારંવાર પોતાના બ્રેસ્ટ ફીડિંગના ફોટા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે.

સિડનીઃ લગ્ન અને મા બન્યા બાદ અભિનેત્રી એવલિન શર્મા હાલમાં પોતાનુ મધરહુડ એન્જૉય કરી રહી છે. સોશિયલ મીડિયા પર એવલિન ઘણીવાર પોતાના બાળકોને બ્રેસ્ટફીડિંગ કરાવતા ફોટા શેર કરતી રહે છે જેને લઈને તેને ઘણી વાર ટ્રોલ પણ થવુ પડ્યુ છે. હવે 'યે જવાની હે દિવાની' ફેમ અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે છેવટે કેમ તે વારંવાર પોતાના બ્રેસ્ટ ફીડિંગના ફોટા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે. આનો જવાબ તેણે પોતાના બ્રેસ્ટ ફીડિંગના ફોટા પોસ્ટ કરીને આપ્યો છે.

ફરીથી પોસ્ટ કર્યા બ્રેસ્ટફીડિંગના ફોટા

ફરીથી પોસ્ટ કર્યા બ્રેસ્ટફીડિંગના ફોટા

નવેમ્બર, 2021માં પોતાના બૉયફ્રેન્ડ તુષાન ભિંડી સાથએ લગ્ન બાદ એવલિને પોતાની દીકરી 'એવા'ને જન્મ આપ્યો. લિટલ એંજલ એવા સાથે એવલિન ઘણી વાર સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ કરે છે જેમાંથી મોટાભાગના બ્રેસ્ટફીડિંગના ફોટા હોય છે. આની પાછળના કારણનો ખુલાસો કરીને એવલિને એક પોસ્ટમાં ઈમોશનલ વાત લખી છે. પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એવલિને એક ખૂબ જ સુંદર ફોટો પોસ્ટ કર્યો છે જેમાં તે એવા સાથે આડી પડેલી જોવા મળી રહી છે.

જણાવ્યુ - કેમ પોસ્ટ કરે છે આવા ફોટા

જણાવ્યુ - કેમ પોસ્ટ કરે છે આવા ફોટા

એવલિને પોતાના લાંબી પોસ્ટમાં લખ્યુ, 'જો તમને આશ્ચર્ય થઈ રહ્યુ હોય કે હું કેમ બ્રેસ્ટફીડિંગના ફોટા શેર કરતી રહુ છુ...આવુ એટલા માટે કારણકે હાલમાં આ જ મારી જિંદગી છે. આ એક ફૂલ ટાઈમ જૉબ છે જેમાં હું ઘણા કલાકો અને ઉંઘ વિનાની રાતો પસાર કરુ છુ કારણકે તમારુ પેમેન્ટ હેપ્પી અને હેલ્ધી બેબી છે જે એક મા તરીકે તમે ઈચ્છો છે. હું એક્સક્લુઝીવ બ્રેસ્ટફીડ નથી કરાવતી. મારી બેબી ગર્લને ક્યારેક-ક્યારેક ઉપરના દૂધની પણ જરુર હોય છે.'

ટ્રોલર્સને આપ્યો જવાબ

ટ્રોલર્સને આપ્યો જવાબ

ફિલ્મ 'યારિયા'માં પણ જોવા મળી ચૂકેલી એવલિન ઈન્સ્ટાગ્રામ પર ઘણી સક્રિય રહે છે. તેને પોતાના બ્રેસ્ટફીડિંગ ફોટો માટે ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો છે. જો કે, પોતાના પહેલા ઈન્ટરવ્યુમાં તેણે ટ્રોલર્સને જોરદાર જવાબ આપ્યો હતો. તેણે કહ્યુ હતુ, આવા ફોટા તાકાત આપે છે, એ ખૂબ જ સુંદર લાગે છે. આ સાથે જ બ્રેસ્ટફીડિંગ બેબીને તંદુરસ્ત રાખવામાં સૌથી નેચરલ અને હેલ્ધી રીત છે.

બ્રેસ્ટફીડિંગની સમસ્યા પર પણ કરી વાત

બ્રેસ્ટફીડિંગની સમસ્યા પર પણ કરી વાત

એવલિન મહિલાઓમાં બ્રેસ્ટફીડિંગની સમસ્યા પર પણ વાત કરી ચૂકી છે. તેણે જણાવ્યુ કે તેને પહેલા બ્રેસ્ટફીડિંગ સાથે જોડાયેલી સમસ્યાને લઈને ચેતવવામાં નહોતી આવી. જો કે હવે તે પોતાની દીકરી એવા સાથે જિંદગીની સુંદર પળોને જીવી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા પર હજારોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ આવે છે. મોટાભાગની મહિલાઓ તેની હિંમતને દાદ આપે છે અને પ્રશંસા કરે છે. એવલિન પોતાના પતિ અને દીકરી એવા સાથે ઑસ્ટ્રેલિયામાં રહે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X