જુઓ આમિર-શાહરુખની વણજોયેલી તસવીરો

મુંબઈ, 24 નવેમ્બર : આમિર ખાન અને શાહરુખ ખાન બૉલીવુડના બે શ્રેષ્ઠ ટૉપના એક્ટરો છે. એક બાજુ શાહરુખને કિંગ ખાન અને બાદશાહ કહી સંબોધાય છે, તો બીજીબાજુ આમિર ખાન બૉલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાય છે. આમિર સલમાન ખાનના ખૂબ જ સારા મિત્ર ગણાય છે અને બીજી બાજુ શાહરુખ તેમજ સલમાન વચ્ચે છત્રીસનો આંકડો છે. આમ તો કોઈપણ ફિલ્મમાં શાહરુખ અને આમિર એક સાથે નજરે પડ્યાં નથી, પરંતુ એ જાણી આપને આશ્ચર્ય થશે કે આ બંને ખાનો ક્યારેક એક-બીજાના સારા મિત્ર હતાં.

આ બંને ખાનો અંગે જ્યારે પણ વાત થાય, ત્યારે એમ જ કહેવાય છે કે બંનેની એક-બીજા સાથે નથી બનતી. જો ફિલ્મી ગૉસિપ્સ પર ધ્યાન આપીએ, તો શાહરુખ અને આમિર વચ્ચેની લડાઈ એક નાનકડા મજાકથી શરૂ થઈ કે જે પછી એક મોટી ગેરસમજમાં પરિણમી. આમિરે પોતાના બ્લૉગ પર લખ્યું કે તેમનુ એક કુતરૂં છે કે જેનું નામ સાહરુખ છે અને તે દરરોજ તેમના પગ ચાટી તેમનું ધ્યાન પોતાની તરફ આકર્ષે છે. આ મજાક અંગે આમિરના ફૅન્સ ઘણાં નારાજ થયાં અને પછી આમિરે સૌની માફી માંગી.

પરંતુ આમ છતાં શાહરુખ-આમિર વચ્ચે કોલ્ડ વૉર ખતમ થયું નહિં. વર્ષો સુધી આ વાત અંગે બંને વચ્ચે ગેરસમજ જળવાઈ રહી, પરંતુ જેમ-જેમ વરસો વીતતા ગયાં, બંને સ્ટાર્સે પબ્લિકલી નૉર્મલ રીતે વર્તવુ શરૂ કર્યું.

તાજેતરમાં શાહરુખની ફિલ્મ જબ તક હૈ જાનના પ્રીમિયર દરમિયાન આમિર હાજર રહ્યાં અને તેમણે શાહરુખની ફિલ્મની સફળતા માટે શુભેચ્છા આપી.

સફળ એક્ટરો

સફળ એક્ટરો

શાહરુખ અને આમિર બંને બૉલીવુડના સફળ એક્ટરો છે.

શાહરુખનું સન્માન કરતાં આમિર

શાહરુખનું સન્માન કરતાં આમિર

આમિરે જણાવ્યું - સલમાન ખાન સાથે મારી મૈત્રીનો શાહરુખ સાથે મારા સંબંધ સાથે કોઈ સંબંધ નથી. હું શાહરુખનું ખૂબ સન્માન કરૂ છું.

એક-બીજા પ્રત્યે સહાનુભૂતિ

એક-બીજા પ્રત્યે સહાનુભૂતિ

શાહરુખ અને આમિર કાયમ એક-બીજા પ્રત્યે સહાનુભૂતિ દાખવતાં નજરે પડ્યાં.

આમિર બંને ખાનોના મિત્ર

આમિર બંને ખાનોના મિત્ર

આમિર સલમાન ખાનના ખૂબ જ ગાઢ મિત્ર છે, જ્યારે સલમાન અને શાહરુખ વચ્ચે બનતી નથી.

ખાન વર્સિસ ખાન

ખાન વર્સિસ ખાન

તાજેતરમાં ફિલ્મ જબ તક હૈ જાનના પ્રીમિયર દરમિયાન શાહરુખ-આમિર સાથે નજરે પડ્યાં. આશા કરીએ કે બંને સ્ટાર્સ એક દિવસ ખૂબ સારા મિત્રોની જેમ આપણને દેખાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X