TRAILER: સલમાનની "પ્રેમ રતન ધાન પાયો" 10 ખાસ વાત

સલમાન ખાનની "પ્રેમ રતન ધન પાયો"નું ટ્રેલર પહેલી ઓક્ટોબરે રિલીઝ થવાનું છે. તેને લઇને સલમાન ફેન્સ અત્યારથી જ ઉત્સુક છે. અને હોય પણ કેમ નહીં લાંબા સમય બાદ સલમાન ફરી એકવખત પ્રેમના અવતારમાં નજર આવશે.

સુરજ બડજાત્યાની આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે સોનમ કપૂર, સ્વરા ભાસ્કર, નિલ નિતીન મુકેશ, અને અનુપમ ખેર મુખ્ય પાત્રોમાં જોવા મળશે. ફિલ્મ 12 નવેમ્બરે રિલીઝ થશે. પરંતુ તે પહેલા મળશે ટ્રેલર ધમાકો. હવે સુરજ બડજાત્યાની ફિલ્મ છે, તો ફિલ્મમાં કેટલીક ખાસ વાતો તો જરૂરથી જ હશે. જેમકે ઇમોશ્નલ ડ્રામા, પરિવાર, પ્રેમ વગેરે વગેરે.....

આવો તસવીરો દ્વારા જાણીએ કે "પ્રેમ રતન ધન પાયો"માં કઇ વાતોની ખાસ રાહ જોવાશે....

પરિવાર

પરિવાર

સુરજ બડજાત્યાની ફિલ્મમાં એક મોટો અમીર પરિવાર ના હોય તેવું ના બને. "પ્રેમ રતન ધન પાયો"માં એક રાજઘરાનાની વાત કરવામાં આવી છે તો મોટો પરિવાર તો હશે જ...

એક્શન

એક્શન

સામાન્ય રીતે સુરજ બડજાત્યાની ફિલ્મમાં એક થપ્પડ પણ નથી હોતી. પણ આ ફિલ્મમાં સલમાન ખાન એક્શન કરતા નજરે પડશે. આશા રાખી શકાય કે ટ્રેલરમાં સલમાનના એક્શનની એક ઝલક તો જોવા મળશે.

સોનમ કપૂર

સોનમ કપૂર

મોર્ડન દીવા સોનમ કપૂર ફિલ્મમાં રાજકુમારી બની છે. સામાન્ય રીતે ઘણી ફિલ્મોમાં મોર્ડન પાત્ર કરનાર સોનમને આ પાત્રમાં જોવી એક લ્હાવો હશે.

સ્ટોરી

સ્ટોરી

ફિલ્મની સ્ટોરી અંગે ઘણું સીક્રેટ રાખવામાં આવ્યું છે. અફવાઓ ઘણી છે, પણ હજી સુધી કેટલીક વાતો જ સાચી સાબિત થઇ છે. સલમાન ખાન રાજકુમાર, સ્વરા ભાસ્કર તેમની બહેન, અને સોનમ કપૂર એક રાજકુમારી..

સલમાન ડબલ રોલમાં

સલમાન ડબલ રોલમાં

ફિલ્મમાં સલમાન ખાન ડબલ રોલમાં જોવા મળશે. So exiting na...એક સલમાન બન્યા છે. રાજકુમાર અને બીજા સલમાન છે, ફાઇટર. એક સલમાનનું નામ છે, પ્રેમ અને બીજાનું નામ છે વિજય

સંગીત

સંગીત

ફિલ્મનું સંગીત સલમાનના મિત્ર હિમેશે આપ્યું છે. આશા રાખી શકાય કે હિમેશના સંગીતનો જાદુ ટ્રેલરમાં પણ જોવા મળશે. જો કે ફિલ્મમાં 9 ગીત છે.

શીશમહેલ

શીશમહેલ

શીશમહેલને લઇને જે રીતે એક ક્રેઝ બનાવવામાં આવ્યો છે. લાગતુ તો નથી કે તેને ટ્રેલરમાં બતાવવામાં આવે. પણ આશા રાખી શકાય...જણાવી દઇકે ફિલ્મનો ક્લાઇમેક્સ શીશ મહેલમાં જ બતાવવામાં આવ્યો છે.

સલમાન-સોનમ

સલમાન-સોનમ

સલમાન અને સોનમ પહેલા સાંવરિયામાં સાથે કામ કરી ચૂક્યાં છે. પરંતુ હીરો હીરોઇન તરીકે આ તેમની પ્રથમ ફિલ્મ છે. બંનેને એક સાથે રાજવી વેશભૂષામાં જોવાની આતુરતા ચોક્કસ છે.

બાકીના પાત્રો

બાકીના પાત્રો

ફિલ્મમાં સ્વરા ભાસ્કર સલમાનની બહેન છે. તો નિલ નિતીન મુકેશ ભાઇના રોલમાં છે. અનુપમ ખેર દિવાનસાહેબના રોલમાં જોવા મળશે. આ બધું જ ઘણું રસપ્રદ છે. આશા છેકે ટ્રેલરમાં આ બધાની ઝલક જોવા મળે.

પ્રેમ રતન ધન પાયો

પ્રેમ રતન ધન પાયો

ફિલ્મ ભલે નવેમ્બરમાં રિલીઝ થઇ રહી હોય પણ ટ્રેલરને લઇને લોકોમાં ઘણી ઉત્સુક્તા છે. ટ્રેલરનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X