બૉલિવુડના ફેમસ સિંગર કૈલાશ ખેર પર થયો હુમલો, કર્ણાટકમાં કૉન્સર્ટ વખતે અજાણ્યા વ્યક્તિએ ફેંકી બોટલ
દેશના જાણીતા સિંગર કૈલાશ ખેર પર કર્ણાટકના એક કૉન્સર્ટ દરમિયાન એક અજાણ્યા વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.
Kailesh Kher Attack: કર્ણાટકથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક મ્યૂઝિક કૉન્સર્ટ માટે પહોંચેલા બૉલિવુડના જાણીતા સિંગર કૈલાશ ખેર પર હુમલો થયો છે. માહિતી મુજબ કૉન્સર્ટ દરમિયાન સિંગર પર બોટલ ફેંકવામાં આવી. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ હરકતમાં આવેલી પોલીસે બોટલ ફેંકનાર વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. કૈલાશ ખેરની સ્થિતિ વિશે કોઈ માહિતી હજુ સુધી સામે આવી નથી.

કૈલાશ ખૈરે ટ્વિટ કરીને આપી હતી માહિતી
તમને જણાવી દઈએ કે રવિવારે કૈલાશ ખેર કૉન્સર્ટમાં ભાગ લેવા માટે કર્ણાટકના હમ્પી પહોંચ્યા હતા. કૈલાશ ખેરે પોતે ટ્વિટર દ્વારા આની જાણકારી આપી હતી. સિંગરે રવિવારે ટ્વિટ કર્યુ હતુ કે ભારતના પ્રાચીન શહેર કાલ ખંડને મંદિરો અને અટારીઓના સ્વરૂપમાં સામેલ કરવામાં આવેલ હંપી જઈ રહ્યા છે. હંપી મહોત્સવમાં આજે કૈલાશ બેન્ડનો શિવનાદ ગૂંજશે.
|
આરોપીઓ પોલીસ કસ્ટડીમાં ધકેલાયા
મળતી માહિતી મુજબ કન્નડ ગીતોની માંગ કરીને આરોપીઓએ કૈલાશ ખેર પર પાણીની બોટલો ફેંકી હતી. આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લીધા છે. કૈલાશ ખેર પર હુમલો થયા બાદ તરત જ પોલીસ એક્શનમાં આવી ગઈ અને આરોપીઓ સામે કાર્યવાહી કરી.

27 જાન્યુઆરીએ શરુ થયો હતો કાર્યક્રમ
ત્રણ દિવસીય હમ્પી ઉત્સવ 27 જાન્યુઆરીથી શરૂ થયો હતો. નવા વિજયનગર જિલ્લાની રચના બાદ પ્રથમવાર સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. શુક્રવારે બસવરાજ બોમાઈ દ્વારા કાર્યક્રમનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. દેશના જાણીતા ગાયકોએ આ કાર્યક્રમમાં પરફોર્મન્સ આપ્યુ હતુ. કૈલાશ ખેર ઉપરાંત અર્જુન જાન્યા, વિજયા પ્રકાશ, રઘુ દીક્ષિત જેવા કલાકારોને પણ આ કાર્યક્રમ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.

કર્ણાટક પહેલા ઉત્તર પ્રદેશ ગયા હતા કૈલાશ ખેર
કર્ણાટકના આ કૉન્સર્ટ પહેલા કૈલાશ ખેર ઉત્તર પ્રદેશ ગયા હતા. જ્યાં તેમણે સૂફી ગીતો ગાયા હતા. બહુજન સમાજ પાર્ટીના કાર્યકરોએ બૉલિવુડ ગાયક ખેરનું એક ગીત પણ રિલીઝ કર્યુ હતુ. જેમાં માયાવતીને 'સાક્ષાત દેવી' અને 'ગૌતમ બુદ્ધનો અવતાર' તરીકે વર્ણવવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
