દીપિકા-રણવીરનો વીડિયો બનાવનાર ફેનનો દાવો, કપલે કર્યો દુર્વવ્યવહાર
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો વીડિયો રેકોર્ડ કરનારી ફેને દાવો કર્યો છે કે દીપિકા અને રણવીરે આમ કરવાને કારણે તેની સાથે દુર્વવ્યવહાર કર્યો.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ અમેરિકાના ફ્લોરિડાથી રજાઓ માણીને પાછા પોતાના દેશમાં આવી ગયા છે. બંનેને ગુરુવારે રાતે મુંબઈ એરપોર્ટ પર હાથોમાં હાથ પરોવેલા સ્પોટ કરાયા હતા. જો કે દીપિકા અને રણવીર ફ્લોરિડામાં પણ આ જ રીતે હાથોમાં હાથ પરોવીને ફરતા હતા. બંનેના ફ્લોરિડાના રસ્તાઓ પર ફરતા ઘણા વીડિયો વાયરલ થયા છે. હવે આ વીડિયો રેકોર્ડ કરનારી ફેને દાવો કર્યો છે કે દીપિકા અને રણવીરે આમ કરવાને કારણે તેની સાથે દુર્વવ્યવહાર કર્યો.

સોશિયલ મીડિયા પર બંનેના વીડિયો થયા હતા વાયરલ
સોશિયલ મીડિયા પર થોડા દિવસો પહેલા દીપિકા અને રણવીર સિંહના ફ્લોરિડામાં રજાઓ માણતા ઘણા વીડિયો વાયરલ થયા હતા. બંને ફ્લોરિડાના રસ્તાઓ પર હાથમાં હાથ નાખીને ફરતા હતા. હવે વીડિયો બનાવનાર ફેને દાવો કર્યો છે કે આ બોલિવુડ કપલે આવુ કરવા પર તેની પર ‘એટેક' કર્યો. એક ફોટોગ્રાફરે દીપિકા-રણવીરનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો જેના પર જૈનબ ખાન નામની મહિલાએ કમેન્ટ કરી, ‘હું છુ જેના પર હુમલો કરવામાં આવ્યો હતો. મે આ વીડિયો બનાવ્યો છે. આટલા અપમાનજનક એક્ટર્સ! તેમણે પોતાની ઈજ્જત અને એક ફેન ખોઈ દીધી.'
|
ફેનનો દાવો, વીડિયો બનાવવા પર કપલે કર્યો દુર્વવ્યવહાર
જૈનબે લખ્યુ કે દીપિકા અને રણવીરે તેને હેરેસ કરી એટલા માટે તે આગળનો વીડિયો રેકોર્ડ ના કરી શકી. એક તરફ જૈનબે દીપિકા-રણવીર પર દુર્વવ્યવહારનો આરોપ લગાવ્યો તો બીજી તરફ બંનેના ફેન્સે કપલનો બચાવ કર્યો. ફેન્સે જૈનબ પર આરોપ લગાવતા કહ્યુ કે તે બંનેની પ્રાઈવસીનું ઉલ્લંઘન કરી રહી છે. ફેન્સે જૈનબને ખોટી ગણાવતા લખ્યુ કે દીપિકા અને રણવીરની પરવાનગી વિના તે એમને આવી રીતે રેકોર્ડ ના કરી શકે. પોતાના પર લાગેલા આરોપો પર સ્પષ્ટતા આપતા જૈનબે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યુ કે તે બસ બંનેની ફેન હતી અને તેમને પાપારાઝીની જેમ ફોલો નહોતી કરતી.

દીપિકા-રણવીરના ફેન્સે કર્યો કપલનો બચાવ
જૈનબે લખ્યુ, ‘હું તેમને જોઈને એક્સાઈટેડ થઈ ગઈ. હું તેમને દૂરથી રેકોર્ડ કરી રહી હતી અને ખૂબ નમ્રતાથી મે બંનેને ફોટો માટે પૂછ્યુ. જે મને પ્રાઈવસીનુ ધ્યાન રાખવા માટે કહી રહ્યા છે, તે બધા જાણે છે કે તે સમયે કોઈ પણ હોત તો રેકોર્ડ કરી લેત.' જૈનબે લખ્યુ કે જ્યારે તે મારી તરફ આવી રહ્યા હતા તો મને ખરેખર લાગ્યુ કે તે ફોટો પડાવવા આવી રહ્યા છે પરંતુ બંને મારા પર બૂમો પાડવા લાગ્યા.

આ વર્ષે લગ્ન કરશે દીપિકા-રણવીર
દીપિકા અને રણવીરની વાત કરીએ તો બંનેના લગ્નના સમાચારો છવાયેલા છે. ફિલ્મી ગલીઓમાં ચર્ચાઓએ જોર પકડ્યુ છે કે બંને 10 નવેમ્બરના રોજ લગ્ન કરવાના છે. દીપિકા અને રણવીરે લગ્ન માટે ડેસ્ટીનેશન પણ ફાઈનલ કરી લીધુ છે. વિરાટ-અનુષ્કાની જેમ દીપિકા-રણવીર પણ ઈટલીમાં લગ્ન કરશે પરંતુ ટસ્કનીમાં નહિ લોમ્બાર્ડીના લેક કોમોમાં. બંને વિદેશમાં લગ્ન કરવા ઈચ્છે છે અને તેમણે આ જગ્યા પર મહોર લગાવી દીધી છે.












Click it and Unblock the Notifications
