• search

Big Banner ભરખી ગયું અનેક કલાકારોનું કૅરિયર...

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  મુંબઈ, 28 ઑક્ટોબર : કહેવાય છે કે બૉલીવુડમાં સ્ટાર એન્ટ્રી માટે જરૂર હોય છે એક મોટા બૅનરની. હીરો ટાઇપ એન્ટ્રી અને તે પણ મોટા બૅનરની ફિલ્મ સાથે... લાઇફ સહી... નો ટેંશન, પરંતુ દરેક વખતે એવુ નથી થતું.

  શાહરુખ ખાન, આમિર ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર જેવા બૉલીવુડ અભિનેતાઓ કે જેમની ફિલ્મો સાથે જોડાવાનું દરેક એક્ટરનું સપનું હોય છે, પરંતુ અમે આપની મુલાકાત કેટલાક એવા એક્ટર્સ સાથે કરાવવા જઈ રહ્યા છીએ કે જેમના કૅરિયરને મોટા માથાઓ ભરખી ગયાં. ટૅલેંટથી ભરપૂર એવા કલાકારોના કૅરિયર પર મોટા બૅનરની ફિલ્મમાં સાઇડ રોલ સાથે એન્ટ્રી કરવાના કારણે ગ્રહણ લાગી ગયું. સાઇડ રોલ્સે આ એક્ટર્સની ક્ષમતા મર્યાદિત કરી નાંખી અને તેમનું કૅરિયર લગભગ ખતમ થઈ ગયું.

  ચાલો તસવીરો સાથે જોઇએ બિગ બૅનરના કારણે ડુબેલા ટૅલેંટેડ કલાકારો :

  હવે કોને મોં બતાવું?

  હવે કોને મોં બતાવું?

  યાદીમાં સૌપ્રથમ નામ વિવાન શાહનું, કારણ કે પપ્પા નસીરુદ્દીન શાહે ખૂબ વિશ્વાસ સાથે પુત્ર વિવાનને શાહરુખને સોંપી દીધો, પરંતુ વિચારણીય બાબત એ છે કે જે ફિલ્મમાં શાહરુખ ખાન હોય, હીરોઇન દીપિકા પાદુકોણે હોય અને દિગ્દર્શન કરનાર ફરાહ ખાન હોય, તો પછી તેમાં વિવાન માટે તે ફિલ્મમાં કરવાનું શું બાકી રહે? તેથી કહી શકાય કે હૅપ્પી ન્યુ ઈયર ભલે સફળ રહે, પણ વિવાનની પ્રતિભાની કોઈ નોંધ પણ નહીં લે.

  એક ટાંગે કેમ નાચે બિંદિયા?

  એક ટાંગે કેમ નાચે બિંદિયા?

  સૌંદર્ય, કૌશલ્ય, ક્ષમતા... સ્વરા ભાસ્કર પાસે બધુ જ છે. બૉલીવુડમાં તેમણે પોતાનો મુકામ પણ બનાવ્યો છે, પરંતુ સ્વરાને ઇંડસ્ટ્રીમાં તે સ્થાન ન મળી શક્યો કે જેના તેઓ હકદાર છે. રાંઝણામાં તેમની નોંધ લેવાઈ, પરંતુ બધી લાઇમલાઇટ ધનુષ અને સોનમ કપૂર લઈ ગયાં. સ્વરાની સોલો મૂવી લિશન અમાયા સારી હતી, પણ કોઈ જગ્યા ન બનાવી શકી. ગુઝારિશમાં તો સ્વરાની નોંધ પણ નહોતી લેવાઈ. તેમની આગામી ફિલ્મ છે પ્રેમ રતન ધન પાયો. શું રાજશ્રી પ્રોડક્શન અને સલમાન ખાન જેવા સ્ટારડમ સામે તેમની કોઈ નોંધ લેવાશે?

  મને તો યશરાજે...

  મને તો યશરાજે...

  જિમી શેરગિલે 1996માં માચિસ સાથે દમદાર એન્ટ્રી કરી હતી અને 18 વર્ષના કૅરિયરમાં તેમણે 45 ફિલ્મો કરી. જિમીમાં ટૅલેંટની ઉણપ નથી. આ વાત તેમણે સાબિત પણ કરી છે. માસિચસ, હાસિલ, ઍ વેડનસડે, યહાં જેવી ફિલ્મો સાક્ષી છે, પરંતુ તેમની પણ ભૂલ રહી મોટા બૅનરના સાઇડ રોલ. મોહબ્બતેં, મેરે યાર કી શાદી હૈ, મુન્નાભાઈ એમબીબીએસ, હમ તુમ જેવી ફિલ્મોના સાઇડ રોલ તેમના કૅરિયર પર ગ્રહણ સાબિત થયાં.

  કૉમેડી કરૂ કે નહીં

  કૉમેડી કરૂ કે નહીં

  ડોર તથા ઇકબાલ જેવી ફિલ્મો સાથે કૅરિયર શરૂ કરનાર શ્રેયસ તળપદે પણ મોટા બૅનરનો ભોગ બન્યાં. ઓમ શાંતિ ઓમમાં તો તેમના કરવા માટે કશુંક હતું, પરંતુ કોણ જાણે કેમ શ્રેયસે રોહિત શેટ્ટીનો હાથ થામ્યો. કૉમેડી ઇમેજમાં શ્રેયસ સારા તો લાગ્યાં, પણ કૅરિયર ક્યાંક ખોવાઈ ગયું. સાજિદ ખાનની હાઉસફુલ બાદ તો શ્રેયસ ફિનિશ્ડ છે.

  રાણાજી મ્હારો ગુસ્સે મેં આયે!

  રાણાજી મ્હારો ગુસ્સે મેં આયે!

  દેવ ડીએ સાબિત કર્યુ હતું કે માહી ગિલ બૉલીવુડની નવી મલ્લિકા છે, પણ પછી દબંગ 2, ઝંજીર, બુલેટ રાજા જેવી ફિલ્મો તેમની ભરખી ગઈ. સલમાન સામે માહી પાસે કરવા માટે કંઈ જ નહોતું. ખેર, માહી હવે પંજાબી સિનેમામાં પોતાનું કૅરિયર શોધી રહ્યા છે.

  જ્હૉની તો ગદ્દાર નિકળ્યો

  જ્હૉની તો ગદ્દાર નિકળ્યો

  જ્હૉની ગદ્દાર દ્વારા નીલ નિતિન મુકેશે બૅંગ એન્ટ્રી કરી, પણ પછી તેમની કહાણી પણ કંઇક વિક્ષિપ્ત જ રહી. મહાન ગાયક મુકેશના પૌત્ર અને ગાયક નિતિનના પુત્ર નીલના કૅરિયરને અબ્બાસ મસ્તાનની પ્લેયર્સ તથા યશ રાજ ફિલ્મ્સની લફંદે પરિંદેએ ફિસ્સ કરી નાંખ્યું.

  જાને તૂ યા જાને ના...

  જાને તૂ યા જાને ના...

  જાને તૂ યા જાને ના જેવી શુદ્ધ કૉમર્સિયલ ફિલ્મમાં પણ પ્રતીક બબ્બરે ધ્યાન ખેંચ્યું. પછી આવેલી ધોબીઘાટે તેમને આવતીકાલના સુપરસ્ટાર તરીકે ઉપસાવી, પરંતુ તેમના કૅરિયરનું મર્ડર કર્યું રોહન સિપ્પીની દમ મારો દમ અને પ્રકાશ ઝાની આરક્ષણે. આજકાલ સ્મિતા પાટિલાના આ અણમોલ રતન શું કરી રહ્યા છે, કોઈ નથી જાણતું.

  મૈં રોઊં યા હસૂં...

  મૈં રોઊં યા હસૂં...

  ગ્રેસી સિંહે પોતાનું ટૅલેંટ અમાનત નામની સીરિયલમાં બતાવ્યુ હતું. હુ તૂ તૂમાં પણ તેમણે ધ્યાન ખેંચ્યુ હતું, પરંતુ તેમના કૅરિયરનું ગ્રહણ બન્યા આમિર ખાન. લગાનની આ હીરોઇનની ફિલ્મમાં કોઈ જરૂરિયાત જ નહોતી અને ગ્રેસી સાઇડ રોલમાં જ રહી ગયાં. પછી મુન્નાભાઈ એમબીબીએસમાં સંજય દત્ત-અરશદ વારસી તથા ગંગાજલમાં અજય દેવગણ તેમના કૅરિયર માટે ગ્રહણ સાબિત થયાં.

  કી કોરબો!

  કી કોરબો!

  રાયમા સેન સુંદર હોવાની સાથે ઇટેંલીજંટ એક્ટર છે, પરંતુ પરિણીતા ફિલ્મ કરવી તેમને મોંઘી પડી ગઈ. તે પછી એકલવ્ય તથા હનીમૂન ટ્રાવેલ્સે તેમના કૅરિયરને વધુ ફટકા લગાવ્યાં. રાયમાને હાલમાં બંગાળી સિનેમાનો સહારો છે.

  English summary
  Farah Khan introduced Vivaan shah, Naseruddin Shahs son in Happy New Year. But after seeing the film his career is finished.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more