
ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર 19 ફેબ્રુઆરીએ કરશે લગ્ન, જાણો મહેંદી, હલ્દીથી લઈને સંગીત સુધીની દરેક માહિતી
મુંબઈઃ બૉલિવુડ અભિનેતા ફરહાન અખ્તર અને અભિનેત્રી શિબાની દાંડેકરના પ્રી વેડિંગ ફંક્શન શરુ થઈ ગયા છે. ગુરુવારે(17 ફેબ્રુઆરી)એ ફરહાન અને શિબાનીનુ મહેંદી ફંક્શન હતુ અને શુક્રવારે (18 ફેબ્રુઆરી)એ તેમની સંગીત સેરેમની છે. ફરહાન અને શિબાની ચાર વર્ષથી વધુ સમયથી ડેટિંગ કરી રહ્યા છે. ફરહાન અને શિબાની બંને 19 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરશે.

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરની સંગીત
શિબાની દાંડેકરની દોસ્તોએ 17 ફેબ્રુઆરીના રોજ અભિનેત્રી માટે એક ખાસ મહેંદી પાર્ટી રાખી હતી. હવે શિબાની અને ફરહાનના ઘરમાં સહુ કોઈ રોમાંચક સંગીત સમારંભ માટે તૈયાર છે. શિબાનીના દોસ્તોએ ગીતો અને ડાંસ સીક્વન્સ પ્લાન કર્યા છે. શિબાનીની નજીકની દોસ્ત રિયા ચક્રવર્તી દુલ્હનના સંગીતમાં પર્ફોર્મ કરશે. વળી, ફરહાન પોતાની લેડી લવ માટે એક સ્પેશિયલ ગીત પર્ફોર્મ કરશે. શિબાનીની બહેનો અનુષા અને અપેખા અને તેના નજીકના દોસ્તો અભિનેત્રીના લગ્ન માટે ઘણા એક્સાઈટેડ છે. આ દરમિયાન ફરહાન પહેલા જ પોતાના દોસ્તો સાથે પોતાની સ્ટેગ સિંગલ પાર્ટી કરી ચૂક્યા છે.

અમુક ખાસ રિવાજોથી થશે ફરહાન અને શિબાનીના લગ્ન
ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરના લગ્ન 19 ફેબ્રુઆરીએ જાવેદ અખ્તર અને શબાના આઝમીના ખંડાલાવાળા ફાર્મ હાઉસ પર થશે. આ જોડી પારંપરિક મરાઠી લગ્ન સમારંભ કે નિકાહના બદલે પ્રતિજ્ઞાનુ આદાન-પ્રદાન કરશે. આ કંઈક એવુ છે જેને યુગલે એકબીજાની ધાર્મિક પૃષ્ઠભૂમિ અને વિશ્વાસોને ધ્યાનમાં રાખીને પસંદ કર્યુ છે. કપલના નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ જે લોકો ફરહાન અને શિબાનીને જાણે છે, તે એ વાતની પુષ્ટિ કરી શકે છે કે એ બંનેએ એકબીજા માટે પોતાના પ્રેમને પોતાના ઉપનામોથી ઉપર રાખ્યા છે. તેમના માટે નિકાહ કરવા કે પછી એક હિંદુ લગ્ન કરવા એક ક્લિચ હોત. પરંતુ તેના બદલે તેમણે જે યોજના બનાવી છે તે વાસ્તવમાં સુંદર છે.

ફરહાન અને શિબાનીએ એકબીજા માટે લખ્યા છે વચનો
લગ્ન વિશે સૂત્રો મુજબ, 'ફરહન અને શિબાની જેટલા બની શકે લગ્નને બિઝિક અને સિમ્પલ રાખવા માંગતા હતા. મહેમાનોને લગ્ન માટે પેસ્ટલ અને વ્હાઈટ જેવા રંગની થીમ રાખવામાં આવી છે. આ લગ્ન કોઈ નિકાહ કે મરાઠી નહિ થાય. લગ્નની રસમોના બદલે બંનેએ એકબીજા માટે ઘણા વચનો લખ્યા છે, જે તે લગ્નના દિવસે 19 ફેબ્રુઆરીએ વાંચશે.' લગ્ન બાદ ફરહાન અને શિબાની પોતાના ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેન્સ માટે મુંબઈમાં એક શાનદાર રિસેપ્શન આપી શકે છે.

લગ્ન માટે ગેસ્ટ લિસ્ટ
ફરહાન અને શિબાનીના લગ્ન માત્ર પરિવારવાલા અને નજીકના દોસ્તો વચ્ચે થશે. શિબાનીની મા હની ઈરાનીએ આ વાતની પુષ્ટિ કરી છે. ફરહાન અને શિબાનીના એક દોસ્તે ઈન્ડિયા ટુડેને જણાવ્યુ કે, 'ફરહાન અને શિબાની આને બની શકે તેટલુ અંગત રાખવા માંગે છે. તે વધુ લોકોને નથી બોલાવી રહ્યા. આ માત્ર નજીકના દોસ્તો અને પરિવાર વચ્ચે થશે. શબાના અને જાવેદ ફરહાન માટે ખૂબ જ ખુશ છે અને શિબાનીને પોતાના આશીર્વાદ આપ્યા છે.'

શાહરુખ અને ઋતિકને પણ લગ્નમાં બોલાવ્યા
વેડિંગ ગેસ્ટ લિસ્ટમાં કોણ-કોણ છે? આ વેડિંગમાં પરિવાર ઉપરાંત અમુક દોસ્તો શામેલ થવાના છે. જે લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે તેમના નામ છે મેયાંગ ચાંગ, ગૌરવ કપૂર, સમીર કોચર, મોનિકા ડોગરા, રિતેશ સિદવાની અને રિયા ચક્રવર્તી. ઋતિક રોશન અને શાહરુખ ખાનને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે જે ફરહાન અખ્તરના નજીકના દોસ્ત છે. જો કે, એ સ્પષ્ટ નથી કે તે આ કાર્યક્રમમાં શામેલ થશે કે નહિ.