For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FICCI Frames 2014 : સોનમે કર્યું ઉદ્ઘાટન, કાજોલ ઉવાચ્ : ‘સમાજ પર સિનેમાની અસર નથી થતી’!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 13 માર્ચ : ફિક્કી ફ્રેમસ 2014 ઇવેંટમાં બૉલીવુડના અનેક સ્ટાર્સ હાજર રહ્યાં. આ ઇવેંટ દરમિયાન મીડિયા અને મનોરંજન જગત સાથે સંકળાયેલ અનેક દિગ્ગજ હસ્તીઓએ સ્ટેજ પર પોતાના અનુભવ શૅર કર્યાં. સોનમ કપૂરને પણ આ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર દિગ્ગજ હસ્તીઓ સાથે બેસવાની તક મળી, પણ તેઓ કંટાળતા નજરે ચઢ્યાં. બીજી બાજુ કાજોલ અને ફરહાન અખ્તર જેવા સ્ટાર્સ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સીરિયસ જણાયાં.

ફિક્કી ફ્રેમ્સ 2014 ઇવેંટમાં એંટરટેનેંટ અને મીડિયાના વિકાસ પર ચર્ચાઓ થઈ રહી છે. ઇવેંટનુ સમાપન શુક્રવારે થવાનું છે. આ ઇવેંટ દરમિયાન સોનમ કપૂરના ચહેરા ઉપર ઉદાસી સ્પષ્ટ દેખાઈ આવતી હતી. ચર્ચા દરમિયાન ક્યારેક તેઓ આંખો પણ બંધ કરી લેતા હતાં, તો ક્યારેક પોતાના મોબાઇલમાં વ્યસ્ત દેખાતાં. સોનમ કપૂર હાલ બેવકૂફિયાં ફિલ્મ અંગે ચર્ચામાં છે કે જે 14મી માર્ચે રિલીઝ થવાની છે. તેથી સોનમે કૅમેરા સામે પરાણે સ્મિત ફરકાવવું પડ્યુ હતું.

આ ઇવેંટમાં સોનમ કપૂર ગેસ્ટ તરીકે આવ્યા હતાં. ગેસ્ટની યાદીમાં કાજોલ, ફરહાન અખ્તર, અભય દેઓલ, સિદ્ધાર્થ રૉય કપૂર, રમેશ સિપ્પી અને ઓમપ્રકાશ મહેરાનો પણ સમાવેશ થતો હતો. સોનમની ડ્રેસ બહુ આકર્ષક હતી. તેમણે પોતાની ડ્રેસ દ્વારા વિક્ટોરિયા યુગની યાદો તાજા કરી આપી હતી, તો કાજોલ પિંક કલરની ડ્રેસમાં નજરે ચઢ્યાં.

ચાલો જોઇએ ફિક્કી ફ્રેમ્સ 2014ની તસવીરો અને જોઇએ કે કાજોલે શું કહ્યું :

ફિક્કી ફ્રેમ્સ 2014

ફિક્કી ફ્રેમ્સ 2014

મુંબઈ ખાતે ફિક્કી ફ્રેમ્સ 2014ની 15મી આવૃત્તિના ખાસ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે.

આઈએફસીના સહકારથી

આઈએફસીના સહકારથી

ફિક્કી ફ્રેમ્સ 2014ના ખાસ સત્રનુ આયોજન લૉસ એંજલ્સ ઇંડિયા ફિલ્મ કાઉંસિલ સાથે મળી કરવામાં આવ્યું છે.

અનેક હસ્તીઓ હાજર

અનેક હસ્તીઓ હાજર

ફિક્કી ફ્રેમસ 2014 ઇવેંટમાં બૉલીવુડના અનેક સ્ટાર્સ હાજર રહ્યાં. આ ઇવેંટ દરમિયાન મીડિયા અને મનોરંજન જગત સાથે સંકળાયેલ અનેક દિગ્ગજ હસ્તીઓએ સ્ટેજ પર પોતાના અનુભવ શૅર કર્યાં.

સોનમે કર્યું ઉદ્ઘાટન

સોનમે કર્યું ઉદ્ઘાટન

ફિક્કી ફ્રેમ્સ 2014નું ઉદ્ઘાટન સોનમ કપૂરે કર્યુ હતું.

કંટાળ્યા સોનમ

કંટાળ્યા સોનમ

ફિક્કીના આ ઇવેંટ દરમિયાન સોનમ કપૂર કંટાળી રહ્યાં હોય તેવું લાગતુ હતું.

સિનેમાની અસર નહીં

સિનેમાની અસર નહીં

આ ઇવેંટમાં કાજોલે જણાવ્યું કે લોકો સિનેમાથી પ્રભાવિત નથી થતા. હા, સિનેમાએ અનેક વખત સમાજની પરિસ્થિતિઓનું પ્રદર્શન ચોક્કસ કર્યું છે. તેમણે જણાવ્યું કે એમ કહેવું ખોટુ ગણાશે કે લોકો ફિલ્મ જોઈ પ્રભાવિત થાય છે.

સેંસરશિપ પર ચર્ચા

સેંસરશિપ પર ચર્ચા

દુશ્મન અને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે જેવી ફિલ્મોમાં કામ કરનાર કાજોલે સેંસરશિપના માર્ગદર્શન અંગેની ચર્ચામાં ભાગ લીધો.

બાળકો પર કૉમ્પ્યૂટર હાવી

બાળકો પર કૉમ્પ્યૂટર હાવી

કાજોલ બોલ્યાં - હું પોતાના બાળકો પર પુરતુ ધ્યાન આપુ છું. આમ છતાં તેઓ 24 કલાક કૉમ્પ્ટૂર સામે ચિટકેલા રહે છે. માહિતીનો પ્રવાહ બહુ ઝડપી છે અને માહિતીઓ પણ ઘણી બધી છે.

આ તો બેવકૂફિયાં કહેવાય

આ તો બેવકૂફિયાં કહેવાય

કાજોલે જણાવ્યું - જો કોઈ એમ કહે કે કોઈ વ્યક્તિ કોઈ એક પાત્ર જોઈ તેનાથી પ્રભાવિત થઈ જતી હોય, તો હું સમજૂ છૂં કે આ બેવકૂફીભરી વાત છે.

ફિલ્મો સમાજનું દર્પણ

ફિલ્મો સમાજનું દર્પણ

કાજોલે જણાવ્યું કે ફિલ્મો સમાજનું દર્પણ હોય છે, પણ સમાજ ફિલ્મો દ્વારા ક્યારેક જ પ્રભાવિત હોય છે.

શુક્રવારે સમાપન

શુક્રવારે સમાપન

ફિક્કી ફ્રેમ્સ 2014નું સમાપન શુક્રવારના રોજ થશે.

English summary
Bollywood actress Sonam Kapoor lit the inaugural lamp of 15th FICCI Frames 2014. Actress Kajol said it's unfair to say that one gets influenced by watching cinema.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X