જાને ભી દો યારો ફેમ ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર કુંદર શાહનું નિધન

Written By:
Subscribe to Oneindia News

બોલીવૂડ આજે તેના એક શ્રેષ્ઠ નિર્દેશક કુંદન શાહને ગુમાવ્યા છે. જાને ભી દો યારો, ક્યા કહના, દિલ હૈ તુમ્હારા જૈસા જેવી અદ્ધભૂત ફિલ્મો આપનાર ગુજરાતી ડાયરેક્ટર કુંદન શાહનું 69 વર્ષની ઉંમરે હાર્ટ અટેકના કારણે મોત થયું છે. તે આરામ કરી રહ્યા હતા અને ઊંઘમાં જ તેમની મોત થઇ ગઇ. કુંદન શાહ જેવા સારા નિર્દેશકની મોતથી બોલીવૂડ શોકગ્રસ્ત બન્યું છે. કુંદન શાહ એક સારા ડાયરેક્ટર તો હતા જ સાથે જ તેમણે તે એક સારા લેખક પણ હતા.

bollywood

તેમની ફિલ્મ જાને ભી દો યારોને લોકો એ જ બોલીવૂડની ટોપ શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક ગણાવે છે. નોંધનીય છે કે આ ગુજરાતી ડાયરેક્ટરે શાહરૂખ ખાનથી લઇને પ્રિતી ઝિંટા જેવા અનેક મોટો સ્ટાર્સ સાથે કામ કર્યું છે. સાથે જ કુંદન શાહે નુક્કડ અને વાગ્લેની દુનિયા જેવી શ્રેષ્ઠ ટીવી સિરીયલો પણ ડાયરેક્ટ કરી છે. ત્યારે બોલીવૂડના અનેક જાણીતા દિગ્ગજોએ કુંદન શાહને શ્રદ્ધાજંલી અર્પી છે.

English summary
filmmaker kundan shah passed away.Read more here..
Please Wait while comments are loading...