ફિલ્મ નિર્માતા મેહુલ કુમારની ઉચાપતના કેસમાં ધરપકડ

મુંબઈ, 16 નવેમ્બર : તિરંગા તેમજ ક્રાંતિવારી જેવી ફિલ્મો બનાવવા માટે જાણીતા ફિલ્મ નિર્માતા મેહુલ કુમારની ઉચાપતના કેસમાં પોલીસે ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મેહુલ કુમારની શુક્રવારે ધરપકડ કરવામાં આવી. તેમની વિરુદ્ધ ફિલ્મ નિર્માણ કમ્પની પૉપ્યુલર એંટરટેનમેંટ નેટવર્ક્સ લિમિટેડ (પેન લિમિટેડ)ના માલિક જયંતીલાલ ગડાએ અદાલતમાં કેસ કર્યો છે.

mehulkumar
ગડાનો દાવો છે કે તેમણે મેહુલ કુમારને બે ફિલ્મોના નિર્માણ માટે છ કરોડ રુપિયા આપ્યા, પણ કુમારે તેમાંથી અડધી રકમ ગુજરાતના જામનગરમાં મૉલના નિર્માણમાં વાપરી નાંખી. જુહૂ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું - અદાલતે મેહુલ કુમારને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યાં છે. તેમની ધરપકડ કરી આર્થર રોડ જેલ મોકલી અપાયાં છે.

મેહુલ કુમારે સને 2000માં ગડા પાસેથી બે ફિલ્મોના નિર્માણ માટે રુપિયા લીધા હતાં, જ્યારે તેમણે એક જ ફિલ્મ બનાવી અને બાકીના પૈસા પરત નહીં કર્યાં. ગડાએ 2010માં અદાલતમાં દરખાસ્ત કરી અને અદાલતે તેમની ફરિયાદના આધારે જુહૂ પોલીસને તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ કરવાનો આદેશ આપ્યો. ગડાને હવે ન્યાયની આશા છે. જયંતીલાલ ગડાએ જણાવ્યું - પહેલા તેમણે ત્રણ કરોડના ખર્ચે 2002માં કિતને દૂર કિતને પાસ ફિલ્મ બનાવી, પણ બીજી ફિલ્મ શરૂ જ ન થઈ. મેહુલ કુમારે નિર્માણ કમ્પનીની રકમ પોતાના ગૃહનગર જામનગર ખાતે મૉલ બનાવવામાં વાપરી નાંખી. મને ખુશી છે કે તેઓ હવે હિરાસતમાં છે અને મને ભરોસો છે કે ન્યાય મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X