For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ જ્હોન અબ્રાહમની ફિલ્મ 'સત્યમેવ જયતે' સામે FIR

બોલિવુડ અભિનેતા જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘સત્યમેવ જયતે' રિલીઝ થતા પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

બોલિવુડ અભિનેતા જ્હોન અબ્રાહમની ફિલ્મ 'સત્યમેવ જયતે' રિલીઝ થતા પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. ફિલ્મ પર ખાસ સંપ્રદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે અને હૈદરાબાદમાં જ્હોન અબ્રાહમ સામે એફઆઈઆર પણ ફાઈલ કરવામાં આવી છે. ફરિયાદકર્તા અનુસાર ફિલ્મમાં 'માતમ' સીને એક નિશ્ચિત મુસ્લિમ સંપ્રદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. 'સત્યમેવ જયતે' સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે 15 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ રહી છે.

વિવાદોમાં ફસાઈ જ્હોન અબ્રાહમની ફિલ્મ

વિવાદોમાં ફસાઈ જ્હોન અબ્રાહમની ફિલ્મ

‘સત્યમેવ જયતે' ફિલ્મની રિલીઝને હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે અને ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ છે. હૈદરાબાદમાં ફિલ્મના મેકર્સ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. ફિલ્મ પર મુસ્લિમ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. શિયા સમુદાયના પ્રમુખ નિસાર હૈદરે જણાવ્યુ કે ડેપ્યુટી કમિશ્નર વી સત્યનારાયણ, દક્ષિણ ઝોન પાસે ફરિયાદ કરવવામાં આવી હતી. ‘અમે ફિલ્મ ‘સત્યમેવ જયતે' ના મેકર્સ સામે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે ફરિયાદ નોંધાવી છે.'

ફિલ્મના સીને મુસલમાનોની ભાવનાઓને ઠેસ પહોંચાડી

ફિલ્મના સીને મુસલમાનોની ભાવનાઓને ઠેસ પહોંચાડી

નિસાર હૈદરે આગળ કહ્યુ, ‘અમે મેકર્સને ફિલ્મમાંથી માતમ ક્લિપ હટાવીને ફિલ્મ રિલીઝ કરવા માટે વિનંતી કરી છે. આ સીન સ્પષ્ટ રીતે શઇયા મુસલમાનોની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યો છે.' પોલિસ ડીસીપીએ કહ્યુ કે આ મામલે તત્કાલ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યુ, ‘શિયા સમુદાયના સભ્યોએ મારો સંપર્ક કર્યો છે અને ‘સત્યમેવ જયતે' ફિલ્મમાં ‘માતમ' સીન અંગે ફરિયાદ નોંધાવી છે. આ સીન શિયા મુસલમાનોની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યો છે. મે તરત જ ડાબીરપુરા પોલિસને એફઆઈઆર નોંધાવવા અને આવશ્યક કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો છે.'

સ્વાતંત્ર્ય દિવસ પર રિલીઝ થશે ફિલ્મ

સ્વાતંત્ર્ય દિવસ પર રિલીઝ થશે ફિલ્મ

ફિલ્મ ‘સત્યમેવ જયતે' ના મેકર્સ સામે આઈપીસીની ધારા 2954, 295 - એ અને 153 - એ હેઠળ કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. ‘સત્યમેવ જયતે' ફિલ્મમાં જ્હોન અબ્રાહમ અને મનોજ વાજપેયી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્દેશન જાવેરીએ કર્યુ છે અને ટી સીરિઝે ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મ સ્વતંત્રતા દિવસે રિલીઝ થવાની છે. આ દિવસે જ અક્ષયકુમારની પોતાની ફિલ્મ ‘ગોલ્ડ' પણ આવી રહી છે.

English summary
FIR Lodged Against John Abraham's Film Satyamev Jayate For Hurting Religious Sentiments Of Muslims.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X