B'day Spcl : ટાઇમને શણગારનાર પ્રથમ ભારતીય અભિનેત્રી હતાં પરવીન!
અમદાવાદ, 4 એપ્રિલ : 1970-80નાં દાયકામાં પોતાની બોલ્ડ બ્યૂટીનો જાદૂ પ્રસરાવનાર ગુજરાતની અભિનેત્રી પરવીન બાબીની આજે 65મી જન્મ જયંતી છે. પરવીનનો જન્મ 4થી એપ્રિલ 1949માં જૂનાગઢમાં થયો હતો. તેઓ પોતાના માતા-પિતાનું એકનું એક સંતાન હતાં. પરવીન જૂનાગઢના નવાબના વહિવટકર્તા વલી મહોમ્મદ બાબીની દિકરી હતાં. જો કે પરવીન માત્ર 7 વર્ષના હતા, ત્યારે તેમનાં પિતાનું અવસાન થયું હતું.
ઔરંગાબાદ અને અમદાવાદ ખાતે શિક્ષણ મેળવ્યા બાદ પરવીન બાબી 1972માં એક મૉડેલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. બૉલીવુડમાં પ્રથમ વાર તેમનાં સેક્સી લુકને જોઈને તેમને 1973માં ફિલ્મ 'ચરિત્ર'માં ઑફર મળી હતી. આ ફિલ્મમાં પરવીનની સાથે ક્રિકેટર સલીમ દુરાની હતા. જો કે તેમની આ ફિલ્મ સુપર ફ્લૉપ રહી હતી. આ ફિલ્મનાં શુટિંગ દરમિયાન પરવીન કોલેજમાં ભણતા હતા, પરંતુ તેમની કિસ્મત અમિતાભ બચ્ચન સાથેની 1974માં આવેલી 'મજબૂર' ફિલ્મથી બદલાઈ.
ચાલો તસવીરો સાથે જાણીએ પરવીન બાબીની કહાણી :

સિત્તેરના રાણી
પરવીન બાબીએ પોતાના સારાં અભિનયથી 70નાં દાયકામાં પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું હતું.

અમિતાભ સાથે યાદગાર ફિલ્મો
પરવીન બાબીએ પોતાના કૅરિયરમાં અમિતાભ બચ્ચન સાથે 'દીવાર', 'નમક હલાલ', 'અમર અકબર એન્થૉની', 'શાન', 'કાલિયા', 'ખુદ્દાર' અને 'મજબૂર' જેવી યાદગાર ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

છેલ્લી ફિલ્મ આકર્ષણ
પરવીન બાબી અને અમિતાભ બચ્ચનની જોડી બૉલીવુડમાં પ્રખ્યાત બની ગઈ હતી. પરવીનની આખરી ફિલ્મ 'આકર્ષણ' હતી, જેના બાદ તેઓ 10 વર્ષ સુધી અમેરિકામાં રહ્યા હતાં.

આજીવન અપરિણીત
પરવીન બાબીએ આજીવન લગ્ન કર્યા ન હતા. જોકે પરવીનનું નામ મહેશ ભટ્ટ, કબીર બેદી અને ડૅની સાથે ચર્ચામાં રહ્યું હતું.

પ્રથમ ટાઇમ ગર્લ
પરવીન બાબી એવા પ્રથમ બૉલીવુડની અભિનેત્રી હતાં કે જેમની તસવીર 'ટાઈમ' મૅગેઝીનનાં કવર પેજ પર છપાઈ હતી.

સંદિગ્ધ મૃત્યુ
પરવીન બાબી તેમનાં મુંબઈનાં ફ્લૅટ ખાતે 22મી જાન્યુઆરી 2005ના રોજ મૃત હાલતમાં મળી આવ્યા હતાં. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે તેમનુ મૃત્યુ તો ત્રણ દિવસ પહેલાં જ થયું હતું.

ભાંગી પડ્યા હતા પરવીન
રાઈટર અને ડાયરેક્ટર મહેશ ભટ્ટ સાથેનાં નજીકના સંબંધોમાં મળેલી નિષ્ફળતાએ પરવીન મનથી તુટી ગયા હતાં. પછી તેમણે ફિલ્મો કરવાની છોડી દીધી હતી. અમેરિકાથી 10 વર્ષે પરત આવ્યાં બાદ તેણે અમિતાભ બચ્ચન પર આરોપ લગાવ્યાં હતાં.

અમિતાભ સામે કેસ
સીઝોફ્રેનિયાથી પીડિત પરવીન બાબીએ 1992માં કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી કે અમિતાભ બચ્ચન તેમનાં મોતનું ષડયંત્ર રચી રહ્યા છે.

સાબિત ન કરી શક્યાં
પરવીન કોઈ પણ જાતનાં સબૂત કોર્ટ સમક્ષ રજૂ કરી શક્યા નહોતાં કે જેના કારણે કોર્ટ દ્વારા આ કેસને બંધ કરવામાં આવ્યો હતો.

અમિતાભ સાથે હિટ
એક સમયે અમિતાભ અને પરવીન બાબી બૉલીવુડનાં દર્શકોની પ્રિય જોડી હતી.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
