• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

I Love You બોલવાની આટલી મોટી સજા મળે, હવે લાગે મારે આત્મહત્યા કરી લેવી જોઈઃ રિયા ચક્રવર્તી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત મામલે સૌથી વધુ ચર્ચામાં રહેલી તેમની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ પોતાના ઉપર લાગેલા આરોપો પર ખુલ્લીને વાત કરી. સુશાંત સિંહ મોત મામલે રિયાએ ચુપ્પી તોડતાં ન્યૂઝ ચેનલ્સ સાથે વાત કરી. ઈન્ટર્વ્યૂમાં રિયાએ એવા તમામ મુદ્દાઓ પર પણ વાત કરી જેને લઈ તેમની વિરુદ્ધ સોશિયલ મીડિયા પર આરપો લગાવવામા આવી રહ્યા છે. રિયાએ વાતચીતમાં જણાવ્યું કે કેવી રીતે તે સુશાંતની જિંદગીમાં આવી અને કેવી રીતે બનેને પ્રેમ થયો હતો.

રિયા ચક્રવર્તીએ ખુલ્લીને વાત કરી

રિયા ચક્રવર્તીએ ખુલ્લીને વાત કરી

બૉલીવુડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીનુ નામ હાલ તમામ ન્યૂઝ ચેનલ્સમાં હેડલાઈનમાં છે. સુશાંત સિંહ રાજપૂતના મોતથી ઠીક 6 દિવસ પહેલા તેમના ઘર છોડીને જવા બાદ રિયાને શકથી જોવામા આવી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર રિયા ચક્રવર્તીને લઈ કેટલાય દાવા કરવામાં આવ્યા છે અને સગીન આરોપો પણ લાગ્યા છે. આ તમામ આરોપો પર ચુપ્પી તોડતા ગુરુવારે રિયા ચક્રવર્તીએ ઈન્ડિયા ટુડે સાથે ખાસ વાતચીત કરી.

2013માં પહેલીવાર મુલાકાત થઈ હતી

2013માં પહેલીવાર મુલાકાત થઈ હતી

રિયાએ જણાવ્યું કે વર્ષ 2013ની વાત છે જ્યારે તેમની ફિલ્મ રિલીઝ થઈ ચૂકી હતી અને સુશાંતની કાઈ પો છે રિલીઝ થવાની હતી. અમે પહેલીવાર યશરાજ જિમમાં મળ્યાહતા. આવતી જતી વખતે અવારનવાર અમે મળી જતા હતા અને બહુ સારી રીતે વાત કરતા હતા. અમે એકબીજા સાથે અમારાં દુખ દર્દ પણ વહેંચવા લાગ્યા હતા. રિયાએ કહ્યું કે મને યાદ છે એ સમયે મેં વિચાર્યું હતું કે આની સાથે તો બેસીને વાત કરવી પડશે, જે બાદ 13 એપ્રિલ 2019ના રોજ અમારી મુલાકાત રોહિણી અય્યરની પાર્ટીમાં થઈ હતી.

આઈ લવ યૂ શબ્દ બોલવાની આટલી મોટી સજા મળી

આઈ લવ યૂ શબ્દ બોલવાની આટલી મોટી સજા મળી

રિયાએ જણાવ્યુ કે એ પાર્ટીથી તેનો અને સુશાંતનો સંબંધ શરૂ થયો. રિયાએ કહ્યું 'અમને બંનેને પ્રેમ થયો હતો, સુશાંત તો કહેત હતો કે તેને એક દિવસમાં જ થઈ ગયો હતો. મેં એને કહ્યું હતું કે આઈ લવ યૂ બોલવામાં હું ઓછામા ઓછા 2-3 મહિનાનો સમય લઈશ. ત્યારે એવી ક્યાં ખબર હતી કે એ આઈ લવ યૂની આટલી મોટી સજા મળશે. મેં સુશાંતને કહ્યું હતું કે આઈ લવ યૂ કહેવું બહુ મોટી વાત છે અને હું સમય લઈશ.'

લગ્ન વિશે ક્યારેય સીધી વાત નથી કરી

લગ્ન વિશે ક્યારેય સીધી વાત નથી કરી

ઈન્ટર્વ્યૂમાં રિયાએ આગળ જણાવ્યું કે સુશાંત અને તેની વચ્ચે ઘણો પ્યાર હતો. સંબંધ શરૂ થયાના થોડા સમય બાદ જ તેની સાથે રહેવા લાગી, પરંતુ સુશાંત સાથે તેણે ક્યારેય સીધી રીતે લગ્નની વાત નહોતી કરી. રિયા મુજબ તેમનો સંબંધ એવો હતો કે તે હંમેશા સુશાંતને કહેતી હતી કે તેને એક મીની સુશાંત જોઈએ.

મારે અને મારા પરિવારે આત્મહત્યા કરી લેવી જોઈએઃ રિયા

મારે અને મારા પરિવારે આત્મહત્યા કરી લેવી જોઈએઃ રિયા

ખુદ પર લગાવવામાં આવી રહેલા આરોપો પર રિયાએ કહ્યું કે, 'હું કરોડપતિ નહિ મીડલ ક્લાસ ફેમિલીથી છું, મારી મા બીમાર છે, હોસ્પિટલે જઈ શકે છે, મારો ભાઈ ભણે છે જે હવે કદાચ કોલેજ નહિ જઈ શકે. વિચ હંટ કરવામા આવી રહ્યુ છે, મને વિષકન્યા બનાવવામા આવી રહી છે. કાળું જાદુ કરું છે એવું કહેવામા આવી રહ્યું છે.' આગળ રિયાએ કહ્યું કે હવે મને લાગે છે કે મારે અને મારા પરિવારે આત્મહત્યા કરી લેવી જોઈએ. સારું રહેશે જો કોઈ અમને ગોળી મારી દે. અમે મિડલ ક્લાસ લોકો છીએ, જ્યારે ઈજ્જત જ નથી તો શું કરીએ.

સુશાંતના મોત વિશે દોસ્તથી માલૂમ પડ્યું

સુશાંતના મોત વિશે દોસ્તથી માલૂમ પડ્યું

જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના મોતના ઠીક 6 દિવસ પહેલા રિયાએ તેનું ઘર છોડી દીધું હતું, અગાઉ બંને લિવઈનમાં સાથે રહેતા હતા. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે સુશાંતના મોતની જાણકારી કેવી રીતે મળી તો તેણે કહ્યું કે 14 જૂનની બપોરે 2 વાગ્યે હું મારા ભાઈ સાથે ઘરે જ હતી, ત્યારે મારી એક દોસ્તનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે મીડિયામાં આવી અફવા ફેલાઈ છે તેને રોકો. ફ્રેન્ડે મને કહ્યું કે હું સુશાંતને કહું કે તે સામે આવીને આના પર નિવેદન આપે. એ સમયે મને પણ લાગ્યું હતું કે આવું કઈ રીતે થઈ શકે છે, પરંતુ 15 મિનિટ બાદ દુનિયા સામે સત્ય આવી ગયું.

સુશાંત સિંહના પગ અડીને કહ્યું હતું Sorry Babu

સુશાંત સિંહના પગ અડીને કહ્યું હતું Sorry Babu

આ દરમ્યાન ઈન્ટર્વ્યૂમાં જ્યારે રિયાને જ્યારે તેના ચર્ચિત શબ્દ વિશે પૂછવામાં આવ્યું જેને રિયાએ સુશાંતના દેહને જોયા બાદ બોલ્યા હતા, તેના પર બોલતાં રિયાએ કહ્યું... 'હા એવામાં કોઈ શું બીજું શું કહેશે? આઈ એમ સોરી કે તે તારો જીવ ગુમાવી દીધો. આજે પણ હું સોરી છું કેમ કે એવા પ્રકારની વાતો થઈ રહી છે, સુશાંતના મોતને મજાક બનાવી દેવામાં આવ્યો. હું સોરી છું કેમ કે એના કામને યાદ કરવામાં નથી આવી રહ્યું.'

રિયાના દાવા પર ભડકી અંકિતા, Video શેર કરીને પૂછ્યુ, શું આ ક્લસ્ટ્રોફોબિયા છે?રિયાના દાવા પર ભડકી અંકિતા, Video શેર કરીને પૂછ્યુ, શું આ ક્લસ્ટ્રોફોબિયા છે?

English summary
Getting such a big punishment for saying I love you: rhea chakraborty
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X