For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : સફળતાનો કોઈ મંત્ર નથી : માધુરી દીક્ષિત

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 3 જુલાઈ : બૉલીવુડ દિવા તથા માતા સરસ્વતીના ઉપાસક માધુરી દીક્ષિત કહે છે કે સફળ થવા માટે જીવનમાં લક્ષ્ય નક્કી કરવું ખૂબ જ મહત્વનું છે. લગભગ 10 વર્ષો સુધી અમેરિકા રહ્યા બાદ ભારત પરત ફરનાર માધુરી હાલ બૉલીવુડમાં અનેક પ્રોજેક્ટો ઉપર કામ કરી રહ્યાં છે.

46 વર્ષીય માધુરી દીક્ષિતને સફળતાના મંત્ર અંગે પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું - સફળતાનો કોઈ મંત્ર નથી હોતો, પણ એક માણસે કાયમ હકારાત્મક વિચારવું જોઇએ અને જીવન માટે કેટલાંક લક્ષ્યો નક્કી કરવા જોઇએ. ઉપરાંત આપે બધુ શિસ્તબદ્ધ રીતે કરવું જોઇએ. ત્યારે જ આપ લક્ષ્ય સુધી પહોંચી શકો છો.

માધુરી દીક્ષિતે એક ટૂથપેસ્ટ લૉન્ચિંગ પ્રસંગે જણાવ્યું - આપે કાયમ કોઈને કોઈ કામ કરતાં રહેવું જોઇએ અને કાયમ આગળ વધતા રહેવું જોઇએ.

માધુરીએ ભારતીય મૂળના અમેરિકી તબીબ ડૉ. શ્રીરામ નેને સાથે 1999માં લગ્ન કર્યુ હતું અને પછી ડેનવર ખાતે વસી ગયા હતાં. 2011માં ભારત પાછા ફરનાર માધુરી બે પુત્રો એરિન તથા રેયાનના માતા છે. હાલ માધુરી દીક્ષિત બૉલીવુડની મહત્વના પ્રોજેક્ટો ગુલાબ ગૅંગ તથા ડેઢ ઇશ્કિયા જેવી ફિલ્મોમાં કામ કરી રહ્યાં છે. ટેલીવિઝન રિયલિટી ડાન્સ કાર્યક્રમ ઝલક દિખલા જા શોને પણ તેઓ હોસ્ટ કરી રહ્યાં છે. ઉપરાંત તેમણે એક ઑનલાઇન ડાન્સ એકેડેમી પણ ખોલી છે કે જેમાં તેઓ એક નૃત્ય ગુરૂ તરીકે નજરે પડશે.

ડિમાંડ જળવાયેલી છે

ડિમાંડ જળવાયેલી છે

માધુરીની ડિમાંડમાં કોઈ કમી નથી આવી. આજે પણ મોટી-મોટી ફિલ્મોના નિર્માતાઓ તેમને સાઇન કરવા આતુર છે. એટલે જ તો ટીવીથી માંડી મોટા પડદા ઉપર માધુરી પોતાના ડાન્સના જલવા પાથરતાં દેખાઈ રહ્યાં છે.

બાર વર્ષે કમબૅક

બાર વર્ષે કમબૅક

માધુરીએ ભારતીય મૂળના અમેરિકી તબીબ ડૉ. શ્રીરામ નેને સાથે 1999માં લગ્ન કર્યુ હતું અને પછી ડેનવર ખાતે વસી ગયા હતાં. 2011માં ભારત પાછા ફરનાર માધુરી બે પુત્રો એરિન તથા રેયાનના માતા છે.

હિટ આયટમ સૉંગ

હિટ આયટમ સૉંગ

તાજેતરમાં જ રિલીઝ થયેલી યે જવાની હૈ દીવાની ફિલ્મમાં રણબીર કપૂર સાથે આયટમ સૉંગ કરી માધુરીએ સિદ્ધ કરી આપ્યું કે અશ્લીલતા વગર પણ આયટમ નંબર રજૂ કરી શકાય. ફિલ્મ હિટ થઈ અને ગીત પણ.

ગુલાબ ગૅંગ-ડેઢ ઇશ્કિયા

ગુલાબ ગૅંગ-ડેઢ ઇશ્કિયા

હાલ માધુરી દીક્ષિત બૉલીવુડની મહત્વના પ્રોજેક્ટો ગુલાબ ગૅંગ તથા ડેઢ ઇશ્કિયા જેવી ફિલ્મોમાં કામ કરી રહ્યાં છે.

ઑનલાઇન ડાન્સ એકેડેમી

ઑનલાઇન ડાન્સ એકેડેમી

ટેલીવિઝન રિયલિટી ડાન્સ કાર્યક્રમ ઝલક દિખલા જા શોને પણ માધુરી હોસ્ટ કરી રહ્યાં છે. ઉપરાંત તેમણે એક ઑનલાઇન ડાન્સ એકેડેમી પણ ખોલી છે કે જેમાં તેઓ એક નૃત્ય ગુરૂ તરીકે નજરે પડશે.

English summary
Madhuri Dixit, who returned to India from the US after spending almost a decade away from Bollywood, has bagged some interesting projects and says it's important to have goals in life for success.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X