For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : પણ ગૂગલને સાંભરી આવ્યાં સત્યજીત રે

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 2 મે : આપણા દેશ અને તેની હસ્તીઓ અંગે આપણે એક વાર અભાન હોઈ શકીએ, પરંતુ સર્ચ એંજિન ગૂગલે અનેકવાર આપણને ઢંઢોળી નાંખે છે. ભારતીય સિનેમા જ્યારે તેના 100 વરસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે મોટાભાગના લોકોને યાદ નહીં હોય કે મહાન ફિલ્મકાર સત્યજીત રેની આજે જન્મ જયંતી છે, પરંતુ ગૂગલને સાંભરી આવ્યાં સત્યજીત રે.

ગૂગલે સત્યજીત રેના જન્મ દિવસે પોતાના હોમપેજ ઉપર લખેલા રંગીન નામ ગૂગલના સ્થાને એક બ્લૅક એન્ડ વ્હાઇટ પેંટિંગ મૂકી છે કે જેમાં સત્યજીત રેની અબૂ ટ્રાયલૉજીની ફિલ્મ પાથેર પાંચાલીનું એક દૃશ્ય દર્શાવાયું છે. સત્યજીત રેની આ ફિલ્મને 11 આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા હતાં કે જેમાં કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલનો બેસ્ટ હ્યૂમન ડૉક્યુમેંટ્રી ઍવૉર્ડનો પણ સમાવેશ થતો હતો.

આવો આપણે તસવીરો વડે જોઇએ ગૂગલે સત્યજીત રે ઉપરાંત કયા-કયા ભારતીયો અને પ્રસંગોને યાદ કર્યાં.

સત્યજીત રે

સત્યજીત રે

ભારતીય સિનેમાના મહાન ફિલ્મકાર સત્યજીત રે જન્મ જયંતીએ ગૂગલે તેમને કંઇક આવી રીતે યાદ કર્યાં. આની ઉપર ક્લિક કરતાં રેની પાથેર પાંચાલી ફિલ્મ સાંભરી આવે છે.

જગજીત સિંહ

જગજીત સિંહ

ગૂગલે મહાન ગઝલકાર જગજીત સિંહને પણ આવી રીતે શ્રદ્ધાંજલિ અર્પી હતી.

ભારતીય સ્વાતંત્ર્ય દિવસ

ભારતીય સ્વાતંત્ર્ય દિવસ

ગૂગલે 2011માં 15મી ઑગસ્ટે ભારતીય સ્વાતંત્ર્ય દિવસને સન્માન આપ્યુ હતું.

પ્રણવ મુખર્જી

પ્રણવ મુખર્જી

ગૂગલ નૂડલ ઉપર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી.

પ્રથમ ભારતીય પૅસેંજર ટ્રેન

પ્રથમ ભારતીય પૅસેંજર ટ્રેન

ગૂગલે પ્રથમ ભારતીય પૅસેંજર ટ્રેનના 160 વર્ષ પૂર્ણ થતાં ગત માસે તેને પણ ગૂગલ નૂડલ તરીકે શામેલ કરી હતી.

English summary
A black and white scene from Satyajit Ray's iconic 1955 film "Pather Panchali" featured as the Google doodle Thursday as a tribute to the master craftsman on his 92nd birth anniversary.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X